અમિત શાહે અખિલેશ યાદવને ફેક્યો પડકાર, ‘તમારી બીજી પેઢી આવશે તો પણ 370 અને ટ્રિપલ તલાક પાછા નહીં લાવી શકો’

Amit Shah In Ayodhya : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલેશ યાદવને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારી બીજી પેઢી આવે તો પણ કલમ 370 કે ટ્રિપલ તલાક પાછા નહીં આવે.

અમિત શાહે અખિલેશ યાદવને ફેક્યો પડકાર, 'તમારી બીજી પેઢી આવશે તો પણ 370 અને ટ્રિપલ તલાક પાછા નહીં લાવી શકો'
Union Home Minister Amit Shah addresses public meeting in Ayodhya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 5:36 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) ઉતર પ્રદેશ રાજ્યની મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટી ( Samajwadi Party- SP )ના વડા અખિલેશ યાદવને (Akhilesh Yadav) પડકાર ફેંકતા કહ્યું કે તમારી બીજી પેઢીના અખિલેશ બાબુ આવે તો પણ કલમ 370 (Article 370) પાછી આવવાની નથી અને ટ્રિપલ તલાક પણ પાછા નહી આવે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા (Ayodhya) આવ્યા હતા. પહેલા તેઓ રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) સંકુલ પહોંચ્યા હતા. જ્યા રામલલાના દર્શન કર્યા બાદ શાહે મંદિર પરિસરમાં વૃક્ષારોપાણ કર્યુ હતું. ત્યાર બાદ તેઓ હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા.

370 હટાવવાનો કરાતો હતો વિરોધ

આ પછી, ભારતીય જનતા પાર્ટીની જનવિશ્વાસ યાત્રાની જાહેર સભામાં કાશ્મીરને લગતી (Kashmir) કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવવા અંગે શાહે કહ્યું કે સપા, બસપા, કોંગ્રેસ અને મમતા બેનર્જી બધા મળીને 370 હટાવવાનો વિરોધ કરી રહ્યાં છે. વર્ષોથી અમે સપનું જોતા હતા કે ક્યારે આપણું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બને અને 5 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ સંસદમાં 370ને રદ કરી દીધી. તેમણે કહ્યું કે જો આ અખિલેશ અયોધ્યામાં વોટ માંગવા આવ્યા છે તો પૂછો કે કાર સેવકોનો શું વાંક હતો, તમારી સરકારે શા માટે ફાયરિંગ કર્યું અને કલમ 370 ની જોગવાઈઓ નાબૂદ કરવા સામે તમને શું વાંધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ના તો 370 પાછી આવશે કે ના ટ્રિપલ તલાક અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ટ્રિપલ તલાક નાબૂદ કરી તો આ લોકો રડી રહ્યાં છે, ટ્રિપલ તલાક લાવો, ટ્રિપલ તલાક લાવો કહી રહ્યાં છે. અખિલેશ બાબુ, તમારી બીજી પેઢી પણ આવશે, તો પણ 370 પાછી આવવાની નથી, કે ના તો ટ્રિપલ તલાક પાછા આવશે. તેમણે કહ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે સપા-બસપા ટેકો આપતા હતા અને દરરોજ આલિયા, જમાલિયા પાકિસ્તાનમાંથી ઘૂસી જતા હતા અને આપણા જવાનોના માથા લઈ જતા હતા.

મોદીએ એર સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક કરી

નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પુલવામા અને ઉરી પર હુમલા થયા ત્યારે દસ જ દિવસમાં મોદીએ એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો સફાયો કર્યો. અમિત શાહે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે રાહુલ બાબા કહે છે કે જેઓ સર્જિકલ સ્ટ્રાઈક કરી રહ્યા છે તેમને પુરાવા જોઈએ. મોદીજી દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચોઃ

UP Assembly Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આજે અયોધ્યામાં રેલી, રામ લલ્લાનાં કરશે દર્શન અને રામાયણકાળના વૃક્ષો વાવશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">