UP Assembly Election 2022: Congressના 5 યુવા નેતાઓની જૂની તસવીર વાયરલ, 2 બચ્યાં પક્ષમાં

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ(RPN Singh), જેઓ રાહુલ ગાંધીના(Rahul Gandhi) ખૂબ જ નજીકના માનવામાં આવે છે, તેઓ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.

UP Assembly Election 2022: Congressના 5 યુવા નેતાઓની જૂની તસવીર વાયરલ, 2 બચ્યાં પક્ષમાં
RPN Singh, Sachin Pilot, Scindia, Jitin Prasad, Milind Deora (Image- Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:16 PM

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ(RPN Singh), જેઓ રાહુલ ગાંધીના (Rahul Gandhi) ખૂબ જ નજીકના માનવામાં આવે છે, તેઓ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેમણે સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યું હતું. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા, કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો કારણ કે તે રાજ્યમાં પાર્ટી માટે એક મોટો ચહેરો હતા અને એક દિવસ પહેલા સ્ટાર પ્રચારકોમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે તે ભાજપનો ભાગ બની ગયા છે.

આરપીએન સિંહ, જે ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પદ્રૌના (કુશીનગર) ના વતની છે, તેઓ કોંગ્રેસ સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને તેઓ રાહુલના નજીકના માનવામાં આવે છે. પરંતુ હવે, વિધાનસભાની ચૂંટણી પહેલા, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, જેથી યુપીમાં વિપક્ષના અભિયાનને ફટકો પડ્યો છે. આ સાથે આરપીએન સિંહના રાજીનામા બાદ સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં કોંગ્રેસના 5 યુવા ચહેરાઓ સાથે જોવા મળી રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

5માંથી 3 ભાજપમાં જોડાયા

આરપીએન સિંહ સાથે કોંગ્રેસના આ 5 ખાસ યુવા ચહેરાઓમાં જતિન પ્રસાદ(Jitin Prasad), જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ(Sachin Pilot) અને મિલિંદ દેવરાનો સમાવેશ થાય છે. આ તસવીરમાં તેઓ એકબીજા સાથે કંઈકને કંઈક મજાક કરતા જોવા મળે છે. આ 5માંથી 3 મોટા નેતાઓ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સચિન પાયલટ અને મિલિંદ દેવરા હજુ પણ કોંગ્રેસમાં જ છે. આ તસવીર 2009ની જણાવવામાં આવી રહી છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના ચળકતા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા 11 માર્ચ, 2020 ના રોજ લાંબી નારાજગી પછી કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ હજુ જ્યોતિરાદિત્ય સિંધિયાના આઘાતમાંથી બહાર આવી ન હતી કે પાર્ટીના અન્ય એક જૂના નેતા જિતિન પ્રસાદે પણ પાર્ટીને અલવિદા કહી દીધું. તેઓ 9 જૂન 2021ના રોજ ભાજપમાં જોડાયા હતા. આ નેતાઓના પરિવારજનોના સંબંધો કોંગ્રેસ સાથે દાયકાઓથી જોડાયેલા હતા.

તસ્વીરમાં 5માંથી 3 લોકો ભાજપમાં જોડાયા બાદ હવે તમામની નજર સચિન પાયલટ અને મિલિંદ દેવરા પર છે. સચિન પાયલટ લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે અને તેમના પાર્ટી છોડવાના સમાચારો ક્યારેક આવતા રહે છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ સચિન પાયલટ અને મિલિંદ દેવરા જેવા બાકી રહેલા કેટલાક યુવા નેતાઓને કેટલો સમય પોતાની છાવણીમાં જાળવે છે.

આ પણ વાંચો:

બેરોજગારી કે બીજું કઈ ? શા માટે ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરી રહ્યા છે ?

આ પણ વાંચો:

Uttarakhand Assembly Election: આમ આદમી પાર્ટીએ તેની ચોથી યાદી જાહેર કરી, 10 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">