ઉત્તરપ્રદેશ ચૂંટણીનો ધમધમાટ વાપીમાં નજરે પડયો, જાણો શું છે કારણ ?

ઉત્તરપ્રદેશ ચૂંટણીનો ધમધમાટ વાપીમાં નજરે પડયો, જાણો શું છે કારણ ?
VAPI- File image

સમગ્ર ઉત્તરપ્રદેશના લગભગ મોટાભાગના જિલ્લાઓના લોકોએ વાપી અને આસપાસના વિસ્તારમાં વસે છે. પરંતુ સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના બસ્તી, સિદ્ધાર્થનગર , આઝમગઢ , ભોજપુર ,ફરુખાબાદ , સુલતાનપુર , ગોરખપુર, પ્રતાપગઢ , જોનપુર ,બનારસ , અને ગાઝિયાબાદ જિલ્લાના લોકોની સંખ્યા સૌથી વધુ છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 24, 2022 | 5:17 PM

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh )અત્યારે ચૂંટણીનો (Election) માહોલ છે. ત્યારે યુપીની ચૂંટણી પ્રચારનો સળવળાટ વાપીમાં (Vapi) પણ જોવા મળી રહ્યો છે. કારણ કે વાપી અને આસપાસના વિસ્તારમાં 50 હજારથી વધારે ઉત્તરપ્રદેશના મતદારો (Voters) વસવાટ કરે છે. આથી દર વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે વાપીમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓ પ્રયાસમાં લાગી છે. આ વખતે પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ હોવાથી યુપીથી 1400 કિલોમીટર દૂર વાપીમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

વાપી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરી છે. વાપી જીઆઇડીસી અને આસપાસના વિસ્તારમાં નાના-મોટા 8000 થી વધુ ઉદ્યોગ-ધંધા ધમધમે છે. આ ઉદ્યોગોમાં રોજીરોટી માટે દેશભરમાંથી આવીને વસ્યા છે. જોકે એમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર ભારતીયોની છે. આથી વાપીને મીની ભારત પણ માનવામાં આવે છે. દર વખતે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે તેની સીધી અસર વાપીમાં પણ જોવા મળે છે. અત્યારે દેશના પાંચ મહત્વના રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેની અસર વાપીમાં પણ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ રાજ્યોના લોકો વાપીમાં વસે છે. પરંતુ સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના લોકોની છે. બાકીના રાજ્યોની સંખ્યા ઓછી છે.

વાપી અને આસપાસના વિસ્તારમાં અંદાજે 50 હજારથી વધારે ઉત્તરપ્રદેશના મતદારો વસવાટ કરે છે. આથી અત્યારે યુપીમાં ચાલી રહેલી ચૂંટણી પ્રચારનો સળવળાટ વાપીમાં પણ જોવા મળી રહ્યો છે. વાપીથી 1400 કિલોમીટર દૂર યુપીમાં ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ તેનો ધમધમાટ યુપીની જેમ વાપીમાં પણ જોવા મળી રહ્યો છે. આથી વાપીમાં વસતા ઉત્તર ભારતીય સમાજમાં અત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે. યુપીમાં યોજાઈ રહેલી ચૂંટણી માટે અહીં વસતા યુપી વાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે. જોકે વાપીમાં અન્ય પાર્ટીઓનું વર્ચસ્વ ઓછું હોવાથી અત્યારે ભાજપ દ્વારા પુરજોશમાં યુપી વાસી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો થતા કરવામાં આવી રહ્યા છે.

વાપીના સ્થાનિક રાજકીય આગેવાનો યુપીવાસી મતદારોને રીઝવવા કામે લાગ્યા છે. અને મતદાન વખતે મોટી સંખ્યામાં વાપીમાંથી મતદારો પોતાના વતન ઉત્તર પ્રદેશમાં મતદાન માટે જાય તે માટે વ્યવસ્થા અને આયોજન ગોઠવવામાં અત્યારથી જ આગેવાનો કામે લાગી ગયા છે. યુપીની ચૂંટણીને લઇ આ વખતે પણ ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ ઠાકુર ઉત્તર ભારતીયોને એક કરવામાં લાગ્યા છે.

મહત્વપૂર્ણ છે કે સમગ્ર ઉત્તરપ્રદેશના લગભગ મોટાભાગના જિલ્લાઓના લોકોએ વાપી અને આસપાસના વિસ્તારમાં વસે છે. પરંતુ સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના બસ્તી, સિદ્ધાર્થનગર , આઝમગઢ , ભોજપુર ,ફરુખાબાદ , સુલતાનપુર , ગોરખપુર, પ્રતાપગઢ , જોનપુર ,બનારસ , અને ગાઝિયાબાદ જિલ્લાના લોકોની સંખ્યા સૌથી વધુ છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાતી હોય છે. આ વખતે ઉત્તરપ્રદેશની ચૂંટણી રાજકીય પાર્ટીઓ માટે ખરાખરીનો જંગ હોવાથી આ વખતે આ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં વધુમાં વધુ ઉત્તરભારતીય મતદારો મતદાન કરવા યુપીમાં જાય તે માટે અત્યારથી જ ઉત્તર ભારતીય સમાજના આગેવાનો તૈયારી અને આયોજનમાં લાગ્યા છે.

ઔદ્યોગિક નગરી વાપીને મીની ભારત માનવામાં આવે છે. સૌથી વધારે સંખ્યા ઉત્તર ભારતીય લોકોની છે. આથી જ્યારે દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી યોજાતી હોય છે. તેની સીધી અસર વાપીમાં પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશ બિહાર કે અન્ય રાજ્યોમાં જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે વિધાનસભાની ચૂંટણી યોજાતી હોય છે. એ વખતે વાપીમાં પણ ઉત્તર ભારતીય સમાજમાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળે છે. જોકે આ વખતે યુપીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખરાખરીનો અને પ્રતિષ્ઠા ભર્યો જંગ જામ્યો છે. એવા વખતે અંદાજે 50 હજાર જેટલા મતદારો ધરાવતા એવા વાપી અને આસપાસના વિસ્તારો પર રાજકીય પાર્ટીઓના અગ્રણીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને યુપીથી જોજનો દૂર વાપીમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. આમ રાજકીય પાર્ટીઓના પ્રચારથી અહીં વસતા યુપીવાસી મતદારોએ મતદાન કરવા પોતાના વતન જવા માટેની પણ તૈયારીઓ કરી લીધી છે.

ફેબ્રુઆરી મહિનામાં દેશના પાંચ મહત્વના રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. પંજાબ-ગોવા-મણિપુર અને ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાઈ છે. આ તમામ રાજ્યોના લોકો વાપીમાં વસવાટ કરે છે. પરંતુ આ રાજ્યોમાંથી વાપીમાં આવીને વસેલા લોકોની સંખ્યા ઓછી છે. પરંતુ સૌથી વધુ સંખ્યા ઉત્તર ભારતીય અને ઉત્તર પ્રદેશના મતદારોની હોવાથી યુપીમાં જ્યારે પણ સ્થાનિક સ્વરાજ કે વિધાનસભાની ચુંટણીઓ યોજાતી હોય છે. ત્યારે વાપીમાં રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ પ્રચાર માટે આવતા હોય છે.

જોકે અત્યારે કોરોના કાળને કારણે યુપીથી ચૂંટણી પ્રચાર માટે આ વખતે વાપીમાં કોઈ પાર્ટીના નેતા આવ્યા નથી. એવા સમયે સ્થાનિક નેતાઓ જ અહી વસતા ઉત્તર પ્રદેશના મતદારોને રીઝવવા માટેના પ્રયાસમાં લાગ્યા છે. જોકે વાપીમાં સમાજવાદી પાર્ટી કે અન્ય પાર્ટીઓનું સંગઠન નહિવત્ હોવાથી ભાજપ માટે મોકળું મેદાન છે. એટલે જ વાપીમાં વસતા ઉત્તરપ્રદેશના મતદારોને રીઝવવા ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આથી 1400 કિલોમીટર દૂર યુપીમાં યોજાઈ રહેલી ચૂંટણીનો રાજકીય ગરમાવો ઔદ્યોગિક નગરી વાપીમાં પણ અનુભવાઇ રહ્યો છે.

આ પણ વાંચો : Anand : બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ, 11 કર્મચારી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, રાજ્યમાં 1000 જન્મ સામે 955 દીકરીઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati