Tamil Nadu Assembly Election 2021 : મતગણતરી કેન્દ્ર પર કોરોના પ્રોટોકોલના ધજાગરા

Tamil Nadu Assembly Election 2021 : તમિલનાડુમાં મતોની ગણતરી ચાલી રહી છે. પહેલા ચરણમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં લગભગ 3998 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે.

  • Tv9 Webdesk22
  • Published On - 15:35 PM, 2 May 2021
Tamil Nadu Assembly Election 2021 : મતગણતરી કેન્દ્ર પર કોરોના પ્રોટોકોલના ધજાગરા
Tamil Nadu Counting Center

Tamil Nadu Assembly Election 2021 : તમિલનાડુમાં મતોની ગણતરી ચાલી રહી છે. પહેલા ચરણમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં લગભગ 3998 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે. કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગે મતગણના શરુ થઇ. પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે કાઉન્ટીંગ સેન્ટર્સ પર પ્રોટોકોલના ધજાગરા ઉડતા જોવા મળ્યા લોકો વચ્ચે સોશિયલ ડિસટન્સનુ પાલન બિલકુલ ન દેખાયુ

હમણા જ ચૂંટણીપંચે કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ મદ્રાસ હાઇકોર્ટને ફટકાર લગાવી હતી. ત્યાં સુધી કે કોર્ટે પણ આ ટિપ્પણી કરી હતી કે અધિકારીઓ પર હત્યાનો કેસ કેમ દાખલ ન કરવામાં આવે ?  કોર્ટે ઇલેક્શન કમિશનને રાજકીય પાર્ટીઓને રેલીની પરવાનગી ,ભીડ ભેગી કરવી જેવા મામલાઓને લઇને ફટકાર લગાવી હતી.

સાથે જ મતગણનાના દિવસે કોર્ટે ચૂંટણીપંચ પાસે બ્લૂ પ્રિંટ માગી હતી. કોવિડ પ્રોટોકોલનું પાલ કેવી રીતે થશે. સાથે જ કોર્ટે મતગણના રોકવા માટેની વાત પણ કહી હતી. તેમ છતાં કાઉન્ટિંગ સેન્ટર પર રાજકીય દળોના પ્રતિનિધિઓની ભીડ જોવા મળી. ત્યાં સુધી કે સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડાડવામાંં આવ્યા.

આપને જણાવી દઇએ કે આ પહેલા પુડુકોટ્ટઇમાં 54 કાઉંટિગ અધિકારી કોરોનાથી સંક્રમિત મળ્યા. આપને જણાવી દઇએ કે આ સમયના ટ્રેન્ડ પ્રમાણએ ડીએમકે સરકાર બનાવશે તેમ દેખાઇ રહ્યુ છે. સાથે જ એઆઈડીએમકેમે પણ ટક્કર આપી રહી છે. 10 વર્ષ શાસનમાં રહેવા છતા એઆઈડીએમકેને લઇ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ આ વચ્ચે મદ્રાસ હાઇકોર્ટનો આદેશ હોવા છતા મતગણતરી કેન્દ્ર પર કોવિડ પ્રોટોકૉલના ધજાગરા ચિંતાનો વિષય બનેલા છે.