Puducherry Assembly Election 2021: 30 માર્ચના રોજ પુડુચેરીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે પીએમ મોદી

Puducherry Assembly Election 2021:  PM Modi મંગળવારે પુડુચેરીમાં 6 એપ્રિલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના સમર્થનમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે વડા પ્રધાન  નરેન્દ્ર મોદી  એએફટી થિડલ ખાતે રેલીને સંબોધિત કરશે.

Puducherry Assembly Election 2021: 30 માર્ચના રોજ પુડુચેરીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે પીએમ મોદી
પુડુચેરીમાં ચુંટણી સભાને સંબોધિત કરશે પીએમ મોદી
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 6:11 PM

Puducherry Assembly Election 2021:  PM Modi મંગળવારે પુડુચેરીમાં 6 એપ્રિલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના સમર્થનમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી હતી. ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે વડા પ્રધાન  નરેન્દ્ર મોદી  એએફટી થિડલ ખાતે રેલીને સંબોધિત કરશે.

Puducherryમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન આગેવાનીવાળી પાર્ટી એઆઈએનઆરસી વિધાનસભાની 30 માંથી 16 બેઠક લડી રહી છે, જ્યારે ભાજપ 9 અને એઆઈએડીએમકે પાંચ બેઠક લડી રહી છે. એઆઇએનઆરસીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એન. રંગાસામી બે બેઠકો તત્તાંચાવડી અને યનમથી ચૂંટણી લડી રહ્યા છે. પુડુચેરીમાં 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાવવાનું છે.

હાલ Puducherry વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં તમામ માટે મફત રસીકરણ કરાવવા અને નીટ અને નવી શિક્ષણ નીતિને રદ કરવાનો વાયદો આપ્યો છે. આ ઉપરાંત ગૃહિણીઓ દર મહિને 1000 રૂપિયાની સહાયતા અને મિલોને ફરી ખોલવા, શહીદોના પરિવારો માટે પેન્શન વધારવા જેવા ઘણા વચનો આપ્યા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઇલીએ રવિવારે પક્ષનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. તેમણે કોરોના રસીના મફત રસીકરણનું વચન આપ્યું છે. જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

મેનિફેસ્ટોમાં જાહેરાત મુજબ ગૃહિણીને દરેક પરિવારમાં દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને મેડિકલ કોલેજ પ્રવેશ અને નવી શિક્ષણ નીતિ સંબંધિત ‘NEET’સિસ્ટમ રદ કરવા પગલાં લેવામાં આવશે.

ભાજપ 30માંથી 23 બેઠકો પર વિજય મેળવશે : જે.પી.નડ્ડા

આ પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે તેમની પાર્ટી પુડુચેરીની આગામી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર વિજય મેળવશે. તેની સાથે તેમણે કેન્દ્રશાસિત પ્રદેશની જનતાએ ભ્રષ્ટાચાર મુક્ત તથા વિકાસલક્ષી સરકાર આપવાનું આશ્વાસન આપ્યું હતું.તેમણે ક્હ્યું કે મુખ્યમંત્રી વી. નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમ પર હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે ચૂંટણીમાં ભાજપ 30માંથી 23 બેઠકો પર વિજય મેળવશે. નડ્ડાએ કહ્યું કે છેલ્લા 35 વર્ષમાં કોંગ્રેસના રાજમાં કેન્દ્ર શાસિત પ્રદેશની 52 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. તેમણે કહ્યું કે વ્યવસાયિક અભ્યાસક્રમ સંચાલિત કરતી કોલેજોમાં પણ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે.

એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ સરકારે લાંબા સમય સુધી સ્થાનિક ચૂંટણીઓ નથી કરાવી અને ભ્રષ્ટાચારને કારણે પુડુચેરીના વિધાર્થીઓને કોલેજમાં કેન્દ્રીય બેઠકનો લાભ મળતો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">