PM મોદીએ આસામમાં કહ્યું: કોંગ્રેસનો ખજાનો ખાલી, ભરવા માટે કોઈ પણ રીતે સત્તામાં આવવા માંગે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. આ રેલીમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસને ઘેરી લીધી હતી.

PM મોદીએ આસામમાં કહ્યું: કોંગ્રેસનો ખજાનો ખાલી, ભરવા માટે કોઈ પણ રીતે સત્તામાં આવવા માંગે છે
PM Modi
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 21, 2021 | 4:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. આસામના બોકાખાટમાં રેલીનું સંબોધન કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિન સરકાર રચવાની તૈયારી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપ સરકાર બનશે, એનડીએ સરકાર ફરીથી સત્તામાં આવશે. આ સાથે જ પીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસના ખજાના હવે ખાલી થઇ ગયા છે. અને તેને ભરવા માટે તે ગમે તે ભોગે સત્તા પર આવવા માંગે છે.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે 50 થી વધુ વર્ષોથી આસામ પર શાસન કરનારા લોકો હવે આસામને પાંચ ગેરંટી આપી રહ્યા છે. આસામના લોકો તેમના ઈરાદાથી વાકેફ છે. આ લોકોને ખોટા વચનો આપવાની, ખોટી ઘોષણા કરવાની ટેવ પડી ગઈ છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો અર્થ ખોટા ઘોષણાપત્રની ગેરંટી, કન્ફયુઝનની ગેરંટી, અસ્થિરતાની ગેરંટી, બોમ્બ, બંદૂકો અને નાકાબંધીની ગેરંટી, હિંસા અને અલગાવવાદની ગેરંટી, ભ્રષ્ટાચાર અને કૌભાંડોની ગેરંટી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કોંગ્રેસને ખજાનો ભરવા કોઈપણ કિંમતે સત્તા જોઈએ છે

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર સાથે આગળ વધી રહી છે. પરંતુ આજના કોંગ્રેસ નેતાઓને માત્ર સત્તાથી મતલબ છે, પછી ભલે તે ગમેતે રીતે મળે. હકીકતમાં કોંગ્રેસની તિજોરી હવે ખાલી થઇ ગઈ છે, તેને ભરવા માટે તેમને કોઈપણ કિંમતે સત્તા જોઈએ છે.

હવે કોઈ કોંગ્રેસ પર વિશ્વાસ નથી કરતુ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં સંપ્રદાયો પર આધારીત પક્ષોની મિત્રતા કરે છે. તેઓ સત્તા સામે કશું જોતા નથી. એટલા માટે દેશમાં કોઈ પણ હવે કોંગ્રેસના લોકોની વાત પર વિશ્વાસ કરી રહ્યું નથી.

આસામ સરકાર ચા મજૂરોના દૈનિક વેતન વધારવા માટે ગંભીર છે

પીએમ મોદીએ કહ્યું કે એનડીએ ચા જનજાતિના સાથીદારો અને આ જનજાતિમાંથી નીકળતી મહાન વ્યક્તિત્વને ગૌરવ અને આત્મ-સન્માનપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે. ચા બગીચામાં કામ કરતા મજૂરોના દૈનિક વેતન વધારવાની વાત પર આસામ સરકાર પણ ખૂબ ગંભીર છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">