મમતાનો ચૂંટણી પંચ પર પ્રહાર, કહ્યું ‘ચૂંટણી પંચ પોતાનું નામ બદલીને ‘મોદી કોડ ઓફ કંડક્ટ’ કરી લે’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં થયેલી હિંસામાં ચાર લોકોના મોત બાદ ચૂંટણી પંચે કોઈપણ નેતાને ત્રણ દિવસ સુધી ત્યાં જવાની મનાઈ ફરમાવી દીધી છે. આ બાબતે મમતાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 12:15 PM, 11 Apr 2021
મમતાનો ચૂંટણી પંચ પર પ્રહાર, કહ્યું 'ચૂંટણી પંચ પોતાનું નામ બદલીને 'મોદી કોડ ઓફ કંડક્ટ’ કરી લે'
Mamata Benerjee (File Image)

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં થયેલી હિંસામાં ચાર લોકોના મોત બાદ રાજનીતિનો પારો ઉંચે ચડ્યો છે. શનિવારે કૂચબિહારમાં થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે કોઈપણ નેતાને ત્રણ દિવસ સુધી ત્યાં જવાની મનાઈ ફરમાવી દીધી છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સે થયા. ચૂંટણી પંચ પર હુમલો કરતા મમતાએ કહ્યું કે ચૂંટણી પંચે તેનું નામ બદલીને ‘મોદી કોડ ઓફ કંડક્ટ’ (Modi Code of Conduct) (MMC) રાખી દેવું જોઈએ. હવે મમતા 14 એપ્રિલે કૂચબિહારની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમને પીડિતોના પરિવારને મળતા અટકાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ રવિવારે ટ્વીટ કરીને ચૂંટણી પંચ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. મમતાએ લખ્યું, ચૂંટણી પંચ (EC) એ તેનું નામ એમસીસી (MMC) એટલે કે ‘મોદી કોડ ઓફ કંડક્ટ’ (Modi Code of Conduct) રાખી લેવું જોઈએ.

મમતાએ વધુમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ (બીજેપી) પોતાની તમામ શક્તિ લગાવી લે, પરંતુ આ દુનિયામાં કોઈ પણ મને મારા લોકોની પીડા શેર કરવામાં રોકે નહીં. મમતાએ કહ્યું કે તે મને ત્રણ દિવસ કૂચબિહારમાં મારા ભાઈ-બહેનોની મુલાકાત લેવાથી રોકવામાં આવી રહી છે, પરંતુ હું ચોથા દિવસે ત્યાં પહોંચીશ. હું 14 એપ્રિલે પીડિતોના પરિવારને મળીશ, મને કોઈ રોકી નહીં શકે.

શું છે ઘટના?

આપને જણાવી દઈએ કે શનિવારે બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ચોથા તબક્કા દરમિયાન કૂચબિહારના સિતાલકુચીમાં ફાયરીંગમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી, ચૂંટણી પંચે તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદેશના કોઈપણ નેતાના પ્રવેશ પર 72 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, પંચે આગામી તબક્કા એટલે કે પાંચમા રાઉન્ડના મતદાનના 72 કલાક પહેલા પ્રચાર બંધ કરવાનું ફરમાન પણ બહાર પાડ્યું છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી મમતા બેનર્જી ખૂબ નારાજ છે. જે ગુસ્સો હવે આ સ્વરૂપે અને આવા નિવેદનોમાં જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: West Bengal Election: બંગાળની ચૂંટણીમાં અમિત શાહનું એડીચોટીનું જોર, એક દિવસમાં 6 કાર્યક્રમ

આ પણ વાંચો: લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ