ચૂંટણી પ્રચારમાં મમતા બેનર્જીનો કટાક્ષ: કહ્યું દાઢી વધી રહ્યી છે અને દેશની અર્થવ્યવસ્થા ઘટી રહી છે

પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં ચૂંટણી સભાઓનું સંબોધન કરતાં મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ દેશનો સૌથી મોટો છેતરપિંડી કરનાર પક્ષ છે.

ચૂંટણી પ્રચારમાં મમતા બેનર્જીનો કટાક્ષ: કહ્યું દાઢી વધી રહ્યી છે અને દેશની અર્થવ્યવસ્થા ઘટી રહી છે
Mamata Banerjee
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 10:44 AM

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો આજે પ્રથમ તબક્કો છે. ત્યારે પ્રચાર પ્રસારમાં પણ હવે ગરમાવો જોવા મળવા લાગ્યો છે. દેશમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે રાજકારણનું કથળતું સ્થળ સામે આવે છે. નેતાઓ આરોપ પ્રત્યારોપમાં માણસની જીભમાં હાડકું નથી હોતું એ વાતની સાબિતી આપતા જાય છે. ચૂંટણી પ્રચારમાં સામેની પાર્ટીના કદાવર નેતાઓ પર ટિપ્પણીઓ કરવામાં ઘણીવાર પોતાની અને સામેવાળાની ગરિમા ચૂકી જાય છે. બંગાળની ચૂંટણીમાં આવા ઘણા દાખલા સામે આવ્યા છે.

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ​​વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમની વધતી દાઢી દેશની અર્થવ્યવસ્થાની વિરુદ્ધ છે. જ્યારે આવી ટિપ્પણીઓ આપતા સમયે તેમણે પ્રધાનમંત્રીની ગરિમાનું પણ ધ્યાન નહોતું રાખ્યું. જ્યારે થોડા સમય પહેલા જ ભાજપમાં શામેલ થયેલા મિથુનનું પણ આવું વલણ જોવા મળ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીની હાજરીમાં સ્ટેજ પરથી કોબ્રા બનીને તસ્વીર બનાવી દેવાની વાત કરી હતી. આક્રામક ભાષણો અને કટાક્ષ કરવામાંને કરવામાં નેતાઓ ગરિમાને નેવે મૂકી રહ્યા છે.

પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં ચૂંટણી સભાઓનું સંબોધન કરતાં મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ દેશનો સૌથી મોટો છેતરપિંડી કરનાર પક્ષ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પૂર્વ મેદનીપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડતા તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, “1 એપ્રિલે આ વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે કારણ કે એક ડર એવો છે કે ભાજપના ગુંડાઓની શક્તિથી વોટ લુંટવાની યોજાના બનાવવામાં આવી છે.”

મમતા બેનર્જીએ કહ્યું, ‘ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં કોઈ ઔદ્યોગિક પ્રગતિ નથી. નરેન્દ્ર મોદીની દાઢી સિવાય બીજા કશાના વિકાસમાં વધારો થયો નથી. કેટલીકવાર તે રવીન્દ્રનાથ ટાગોર અને ક્યારેક મહાત્મા ગાંધીના પોશાકમાં જોવા મળે છે.

વડાપ્રધાન પર પ્રહાર કરતા તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું, “તે દિવસો દૂર નથી જ્યારે આખો દેશ વેચી દેવામાં આવશે અને નરેન્દ્ર મોદીના નામ પર નામકરણ કરવામાં આવશે …. ભાજપ દેશમાં લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.”

તેમણે કહ્યું, “અમે વિપક્ષી પાર્ટીઓ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છીએ અને આવી સ્થિતિમાં ભાજપ સરકાર લેફ્ટનન્ટ ગવર્નરને વધુ સત્તા આપીને દિલ્હીની ચૂંટાયેલી સરકારની બંધારણીય શક્તિઓમાં ઘુસણખોરી કરવાના કાયદા પસાર કરી રહી છે. તે શરમજનક છે. ”

શુક્રવારે પશ્ચિમ મેદનીપુર જિલ્લામાં ત્રણ રેલીઓને સંબોધિત કરતી વખતે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપે જનતાને ધમકાવવા માટે ગુંડાઓ લગાવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">