Keral Exit Poll Result 2021 : શું કેરળની સત્તામાં વાપસી કરશે UDF? કે બદલાશે 40 વર્ષનો ઇતિહાસ ? એક્ઝિટ પોલ પર કરીએ એક નજર

અહીંની સીધી લડત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ની મદદવાળી એલડીએફ ( LDF) અને કોંગ્રેસ સમર્થિત યુડીએફ (UDF) વચ્ચે છે. જો કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોએ પણ અહીં સંપૂર્ણ ભાર મૂક્યો છે.

  • Tv9 webdesk41
  • Published On - 19:51 PM, 29 Apr 2021
Keral Exit Poll Result 2021 : શું કેરળની સત્તામાં વાપસી કરશે UDF? કે બદલાશે 40 વર્ષનો ઇતિહાસ ? એક્ઝિટ પોલ પર કરીએ એક નજર
Keral Exit Poll Result 2021

કેરળમાં પણ 6 એપ્રિલે મતદાનના ત્રીજા તબક્કામાં, 140 વિધાનસભા બેઠકો પર મતદાન સમાપ્ત થયું. અહીંની સીધી લડત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ની મદદવાળી એલડીએફ ( LDF) અને કોંગ્રેસ સમર્થિત યુડીએફ (UDF) વચ્ચે છે. જો કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોએ પણ અહીં સંપૂર્ણ ભાર મૂક્યો છે.

તિરુવનંતપુરમ
કેરળમાં જનતાનો મૂડ જાણવા માટે ચૂંટણી પહેલા ઓપિનિયન પોલ્સ યોજવામાં આવ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં સત્તા બદલાવાની શક્યતાને નકારી કાઢવામાં આવી હતી. ઓપિનિયન પોલ મુજબ રાજ્યમાં ફરી એકવાર જનતા ડાબેરીઓને તક આપી શકે છે. 6 એપ્રિલના રોજ કેરળની 140 બેઠકો માટે મતદાન થયા બાદ ગુરુવારે અનેક એજન્સીઓના એક્ઝિટ પોલ્સ પણ સામે આવી રહ્યા છે. જો કે, આ દૂરસ્થ દક્ષિણ ક્ષેત્રમાં કોની સરકાર બનશે તેનો અંતિમ નિર્ણય 2 મેના રોજ આવશે.

વોટ શેર અને બેઠકો
#TV9ExitPoll અનુસાર LDFને 42.70%, UDFને 40.10%, NDA 15.40%, અને અન્યને 1.80% વોટ શેર મળવાનો અંદાજ છે.આ સાથે જ બેઠકની જો વાત કરવામાં આવે તો LDFને 70થી 80 બેઠક, UDFને 59થી69 બેઠક, NDAને 0થી 2 બેઠક મળવાનો અંદાજ છે.

2016ની વિધાનસભાની ચૂંટણીમાં સીપીએમની આગેવાનીવાળી એલડીએફએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફને પછાડીને સત્તા હાંસલ કરી હતી. રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી એલડીએફે 83 બેઠકો જીતી હતી. તે જ સમયે, યુડીએફને 47 બેઠકો મળી. ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર પણ જીત્યા હતા. આ વખતે કેરળમાં પણ ભાજપને આશા છે. ચૂંટણી પહેલા મેટ્રોમેન ઇ શ્રીધરનને આ હેતુ માટે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.