PM Modi HP Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. પીએમ મોદીએ ચંબામાં વિશાળ જાહેર રેલીને સંબોધી હતી. પીએમે કહ્યું, પહેલા ફાઈલો અહીથી ત્યાં ભટકતી હતી, અટવાઈ જતી હતી, તેથી જ ચંબા વિકાસમાં પાછળ રહી ગયું, આજે હિમાચલ પાસે ડબલ એન્જિનની સરકાર છે. દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આજનો તબક્કો વિકાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની આઝાદીના અમૃતકાળમાં મોટી છલાંગ લગાવવી પડશે. ડબલ એન્જિનની સરકારની કાર્યશૈલી અલગ છે. લોકોના જીવનને કેવી રીતે સરળ બનાવવું તે અમારી પ્રાથમિકતા છે. એટલા માટે અમે આદિવાસી વિસ્તારો, પર્વતીય વિસ્તારો પર મહત્તમ ભાર આપી રહ્યા છીએ.
પીએમે કહ્યું, ચંબાએ મને ખૂબ જ સ્નેહ આપ્યો, મને ખૂબ આશીર્વાદ આપ્યા, તેથી જ થોડા મહિનાઓ પહેલા મિંજરના મેળા દરમિયાન એક શિક્ષક મિત્રે એક પત્ર લખ્યો અને ઘણી વાતો શેર કરી, જે મેં દેશ અને દુનિયા સાથે મન કી બાત દ્વારા શેર કરી. આજે અહીંથી ચંબા સહિત હિમાચલ પ્રદેશના દુર્ગમ ગામડાઓને સડકો અને રોજગાર પ્રદાન કરવા માટે વીજળી પ્રોજેક્ટની ભેટ આપવાનો મારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે.
જ્યારે હું તમારી વચ્ચે રહેતો હતો ત્યારે કહેતો હતો કે અમારે એ વાત અમુક સમયે ભૂંસી નાખવી પડશે, જે કહેવાતુ હતું કે પહાડનું પાણી અને પહાડની યુવાની પર્વતને ઉપયોગી નથી થતી, આજે આપણે એ લોકવાયકા બદલી નાખી છે. હવે અહીંનું પાણી પણ તમને ઉપયોગી થશે અને અહીંના યુવાનો પણ વિકાસની યાત્રાને આગળ વધારશે. આજે જ્યારે આપણે પાછલા દાયકાઓ તરફ નજર કરીએ તો આપણો અનુભવ આપણને શું કહે છે, આપણે અહીં શાંતા જી, ધૂમલ જીને જીવન વિતાવતા જોયા છે. જ્યારે ભાજપના નેતાઓને દિલ્હી જઈને હિમાચલના અધિકારો માટે આજીજી કરવી પડતી હતી. આંદોલન કરવા પડતા હતા. , પરંતુ દિલ્હીમાં તેમનું કોઈ સાંભળવામાં આવતુ નહી. પીએમ મોદીએ દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
આ પહેલા પીએમ મોદીએ ઉનામાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. દેશની આ ચોથી વંદે ભારત ટ્રેન છે. આ પ્રસંગે સીએમ જયરામ ઠાકુર, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી અને હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર પણ હાજર હતા. ઉના રેલવે સ્ટેશનથી ટ્રેન દિલ્હી જવા રવાના થઈ હતી. તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદી ગત દિવસોમાં હિમાચલ પણ આવ્યા હતા. પીએમ મોદી આજે ઉના અને ચંબામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.