કેટલા સાચા પડ્યા હતા 2017ના Exit Poll – ગુજરાત વિશે શું થઈ હતી ભવિષ્યવાણી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Dec 05, 2022 | 7:04 PM

થોડા સમયમાં તમે એક્ઝિટ પોલ (Exit Poll) જોઈ શકશો. સંખ્યાઓ અલગ હશે, પરંતુ દાવો એક જ છે. ચાલો તમને જણાવીએ કે 2017ની ચૂંટણીમાં 99 સીટો મેળવનાર ભાજપ અને 77 સીટ જીતનાર કોંગ્રેસના એક્ઝિટ પોલના પરિણામો શું હતા.

કેટલા સાચા પડ્યા હતા 2017ના Exit Poll - ગુજરાત વિશે શું થઈ હતી ભવિષ્યવાણી
Exit Poll 2017

ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે ફરી એકવાર ભાજપ સરકારનું અનુમાન એક્ઝિટ પોલમાં ભાજપને 99 થી 128 બેઠકો મળવાની સંભાવના… હેરાન ન થાવો, આ આંકડો 2017ના એક્ઝિટ પોલનો છે. પરંતુ ટૂંક સમયમાં જ તમે ટીવી9 ગુજરાતી પર એક્ઝિટ પોલ જોઈ શકશો. સંખ્યાઓ અલગ હશે, પરંતુ દાવો એક જ છે. તેમનો એક્ઝિટ પોલ સૌથી સટીક છે. સવાલ એ છે કે કયો એક્ઝિટ પોલ સૌથી વિશ્વસનીય ગણવો જોઈએ. ચાલો અમે તમને જણાવીએ કે 2017ની ચૂંટણીમાં ભાજપને 99 સીટો મેળવનાર ભાજપ અને 77 સીટ જીતનાર કોંગ્રેસના એક્ઝિટ પોલના પરિણામો શું હતા.

2017ની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 બેઠકો પર જીત મેળવી હતી. આ સિવાય 3 બેઠક અપક્ષ, 2 બેઠક પર ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને 1 બેઠક પર એનસીપીએ જીત મેળવી હતી. એક્ઝિટ પોલની વાત કરીએ તો ગત વખતે બે પોલ એવા હતા જે જનાદેશની ખૂબ નજીક હતા. જેમાં ઈન્ડિયા ટુડે એક્ઝિટ પોલ અને ઝી ન્યૂઝ-એક્સિસ એક્ઝિટ પોલનો સમાવેશ થાય છે. બંને પોલમાં આ સંભાવના હતી કે ભાજપ 99થી 113 બેઠકો પર જીત મેળવી શકે છે. આ સિવાય કોંગ્રેસ 68 થી 82 બેઠકો જીતે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અન્ય મામલામાં પણ ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલનો દાવો લગભગ સચોટ હતો. પોલ મુજબ અન્યના ખાતામાં પણ 1 થી 4 બેઠકો જીતવાની સંભાવના હતી.

2017- ચૂંટણી બેઠકો ભાજપ કોંગ્રેસ અન્ય
Times Now-VMR Exit Poll 182 109 70 3
Republic – Cvoter Exit Poll 182 108 74 0
Newx X Exit Polls 182 110-120 65-75 2-4
News Nation Exit Polls 182 124-128 52-56 1-3
India Today Exit Polls 182 99-113 68-82 1-4
Zee News-Axis Exit Polls 182 99-113 68-82 1
News X Exit Poll 68 42-50 18-24 0-2
News 18- C voter 182 108 74 0

શું છે એક્ઝિટ પોલ

કોઈપણ ચૂંટણીમાં મતદાન કર્યા બાદ કરવામાં આવતા સર્વેને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. આનાથી મહદઅંશે નક્કી થાય છે કે રાજ્યમાં શું પરિસ્થિતી છે અને આ વખતે કોને સત્તા મળશે. ગુજરાતની વાત કરીએ તો ગત વખતે પણ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે. 2017ની ચૂંટણીમાં અહીં ભાજપ સરકારને બહુમતી મળશે તેવું નક્કી જણાવવામાં આવ્યું હતું અને ચૂંટણી પરિણામોમાં તે સાચું સાબિત થયું હતું. એક્ઝિટ પોલ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, જે સેમ્પલ પર આધારિત હતા.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati