વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા ભાજપે ચોક્કસ રણનીતિના આધારે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે. આજે બીજા દિવસે અમિત શાહ આ પ્રચાર અભિયાનમાં જોડાયા. અમિત શાહે અમદાવાદના (Ahmedabad) ઝાંઝરકાથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાની (Gujarat Gaurav yatra) શરૂઆત કરાવી. આ દરમિયાન તેણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.તેમણે કહ્યું કે, કેટલાક લોકો મને પુછતા હતા કે ગૌરવ શેનું ? તો આ મંચ પરથી જણાવી દઉં કે નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં 20 વર્ષમાં જનતાએ વિશ્વાસ મુક્યો અને ભાજપ પાર્ટીએ (BJP Party) જે વિશ્વાસ પુરુ કર્યો. ગુજરાતને સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે લઈ ગયો. એટલે ગુજરાતના ધન્યવાદની આ વિકાસ યાત્રા છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે આ તેનું ગૌરવ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, વર્ષ 1990 પછી ગુજરાતની (gujarat) જનતાએ કોઈ પણ ચૂંટણીમાં ભાજપને પરાજય નથી દેખાડ્યો, હંમેશા ભાજપ પર ભરોસો મુક્યો છે. તેથી મતદાતાઓનો (voters) ધન્યવાદ કરવાની યાત્રા છે. આ યાત્રા થકી ગુજરાત સરકાર ફરી એક વાર બનવાની છે તેના ભરોસાની યાત્રા છે. સમગ્ર ગુજરાતની જનતાને યાદ કરાવુ એવુ નથી કે અહીં ભાજપે જ રાજ કર્યું પણ કોંગ્રેસે (Congress) પણ વર્ષો સુધી રાજ કર્યું, લોકોએ તેમના રાજને બહુ બારાકાઈથી જોયુ છે. મોદી સાહેબ આવ્યા પહેલા ન તો વીજળી કે ન તો પાણી મળતુ. નરેન્દ્ર મોદીની સરકાર આવતાની સાથે જ 24 કલાક વીજળી આપી હતી. કોંગ્રેસના રાજમાં 36 દિવસમાં 200 દિવસનું કર્ફ્યૂ રહેતુ હતુ. આજે 20 વર્ષથી કર્ફૂયૂનુ નામો નિશાન નથી.જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી શાંતિ, વિકાસ સુરક્ષા અને સમુદ્ધિનો નારો લાગ્યો છે.
ઝાંઝરકામાં ભાજપની ગૌરવ યાત્રા પહેલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. રિટા આલાટી, કોંગ્રેસ પ્રદેશમંત્રી અને કોળી સમાજ મહિલા વિંગ પ્રમુખ સહિત 10 જેટલા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ભગવો ધારણ કર્યો.