TV9 સત્તા સંમેલન ગુજરાત: AAP ગુજરાતમાં પડકાર નથી, લોકો કેજરીવાલનાં જુઠ્ઠાણાં જાણે છે: હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત થશે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, તેમાં દરેકની અલગ અલગ જવાબદારીઓ છે. તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આજે આગળ વધી રહ્યો છે.

TV9 સત્તા સંમેલન ગુજરાત: AAP ગુજરાતમાં પડકાર નથી, લોકો કેજરીવાલનાં જુઠ્ઠાણાં જાણે છે: હર્ષ સંઘવી
હર્ષ સંઘવી TV9 ગુજરાતીના સત્તા સંમેલન કાર્યક્રમમાં
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Nov 20, 2022 | 2:44 PM

આજે, TV9 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ ‘સત્તા સંમેલન ગુજરાત’માં, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત થશે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, તેમાં દરેકની અલગ અલગ જવાબદારીઓ છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ અને AAP વચ્ચે કોઈ લડાઈ જ નથી. જનતા સારી રીતે જાણે છે કે કેજરીવાલ કેટલા જૂઠાણા ચલાવે છે. રાહુલ ગાંધીની જેમ તેઓ પણ સવારે ઉઠતાની સાથે જ જુઠ્ઠું બોલવા લાગે છે. સંઘવીએ દાવો કર્યો કે આ વખતે ભાજપ રાજ્યમાં રેકોર્ડ સીટ જીતીને ઈતિહાસ રચશે.

આ વખતે પાર્ટી માટે  150થી વધુનો  ટાર્ગેટ: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત

‘સત્તા સંમેલન ગુજરાત’માં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે કહ્યું કે અમે પાર્ટી માટે કામ કરી રહ્યા છીએ. રાજ્યમાં પાર્ટીનું લક્ષ્ય હાંસલ કરવાની જવાબદારી અમારી છે. તેમણે કહ્યું કે આ વખતે પાર્ટી પાસે રાજ્યમાં 150થી વધુ સીટનો ટાર્ગેટ છે. અમને આશા છે કે અમે લક્ષ્યાંક કરતાં વધુ બેઠકો જીતીશું. ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીના ઘણા નેતાઓ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીના નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે: તેજસ્વી સૂર્યા

બેંગલુરુ દક્ષિણના બીજેપી સાંસદ અને યુવા નેતા તેજસ્વી સૂર્યાએ  ‘સત્તા સંમેલન ગુજરાત’માં જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આજે આગળ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીના કામોથી દેશની જનતા પ્રભાવિત થઈ છે, તેમને ફાયદો થયો છે. એટલા માટે દેશનો યુવા ભાજપ સાથે છે, પીએમ મોદી સાથે છે. આ વખતે ગુજરાતમાં  ઘણા મતદારો એવા છે  જેઓ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા છે ત્યારથી રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે.પાર્ટીએ દેશ માટે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati