ગુજરાતની તાલાલા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election તાલાલા વિધાનસભા બેઠક પર ભાજપના ભગવાનભાઈ બારડની 20 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના માનસિંહ ડોડીયાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે માનસિંગ ડોડિયાને તાલાલા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 27770346 ની જંગમ મિલકત છે. તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે ભગાભાઈ બરાડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 73385059 ની જંગમ મિલકત છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ BA સુધીનો અભ્યાસ કર્યો છે. તો આમ આદમી પાર્ટીએ સોલંકી દેવકરણભાઈને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1239249 ની જંગમ મિલકત છે.આપને જણાવી દઈએ કે તેઓએ Bed સુધીનો અભ્યાસ કર્યો છે.
તાલાલા સીટ જનરલ કેટેગરીની સીટ છે. 2016 પેટા ચૂંટણીમાં અહીથી ભાજપના ગોવિંદ પરમાર જીત્યા હતા. જ્યારે 2017 માં કોંગ્રેસના ભગાભાઇ બારડે અહીંથી જીત મેળવી હતી.આહીર ભગાભાઈ ધનાભાઈ બારડને અહીં 58.8 ટકા મત મળ્યા હતા, જ્યારે પરમાર ગોવિંદભાઈ વરજાંગભાઈનો 37.1 ટકા મત મળ્યા હતા.
આ વિધાનસભા બેઠક પર આહિર અને કારડિયા સમાજનું પણ પ્રભુત્વ રહ્યું છે. 1975માં આ તાલાલા વિધાનસભા બેઠકની રચના થઇ હતી. 1975થી 2017 સુધીની ચૂંટણી પર નજર નાખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી. 1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ હતી. એટલે જ આ બેઠક પર દર વર્ષ પક્ષાંતરનો રિવાજ છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ