Surat North Election Result 2022 LIVE Updates: સુરત ઉત્તર બેઠક ઉપર ભાજપના કાંતિ બલ્લરની જીત

સુરત ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ બલ્લરની જીત થઈ છે. અહીં 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે 12માંથી તમામ બેઠક કબજે કરીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા. ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી સતત આ બેઠક જીતી રહ્યું છે.

Surat North Election Result 2022 LIVE Updates: સુરત ઉત્તર બેઠક ઉપર ભાજપના કાંતિ બલ્લરની જીત
Surat North election result 2022Image Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:02 PM

ગુજરાતની સુરત ઉત્તર બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result Live સુરત ઉત્તર બેઠક પર ભાજપના કાંતિ બલ્લરની જીત થઈ છે. કોંગ્રેસે સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર અશોક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 3380716,35 ની જંગમ મિલકત છે. તેમને 9 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કાંતિભાઈ હિમ્મતભાઈ બલ્લરને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 7450140,14 ની જંગમ મિલકત છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમને 4 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મહેન્દ્ર નવાડિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 384419 ની જંગમ મિલકત છે. તેમને 9 પાસ સુધી અભ્યાસ કર્યો છે.

સુરત ઉત્તર વિધાનસભા બેઠક

2022 માં પણ આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે વર્ષ 1990થી સુરત શહેર ભાજપનો મજબૂત ગઢ રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાઓને મેદાન પર ઉતાર્યા હતા. ભાજપે કાંતિ બલ્લર અને કોંગ્રેસે દિનેશ કાછડીયાને ટિકિટ આપી હતી. આ બંને નેતાઓ પાટીદાર હતા તો આ ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી અને કોંગ્રેસને વધુ એક વાર હારનો સ્વાદ ચખાડ્યો હતો. સુરતની વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે 12માંથી તમામ બેઠક કબજે કરીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા. ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી સતત આ બેઠક જીતી રહ્યું છે. ભાજપ ઉમેદવાર ધીરૂભાઈ ગજેરાએ વર્ષ 1995થી 2002 (1995- 1998- 2002) સુધી સતત ત્રણ ટર્મ સુધી આ બેઠક પર જીત મેળવી હતી.

સુરત ઉત્તર સીટના જાતિગત સમીકરણ

સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જ્યારે 26 હજાર મુસ્લિમ મતદારો છે. ભાજપ માટે વર્ષ 1989થી સલામત બની ગયેલી બેઠક ભાજપ માટે આજે પણ એટલી જ સલામત બની રહી છે. સુરતમાં શહેરની 12 અને જિલ્લાની ચાર આ રીતે કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. સુરત શહેરની 12 વિધાનસભા બેઠકોમાં વરાછા, કતારગામ, લીંબાયત, કામરેજ, સુરત ઉત્તર, કરંજ, સુરત પશ્ચિમ, મજૂરા, ઉધના, ચોર્યાસી, સુરત પૂર્વ, ઓલપાડ બેઠકનો સમાવેશ થાય છે. સુરત લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા આવે છે, જેમાં ઓલપાડ, સુરત પશ્વિમ, કતારગામ, સુરત ઉત્તર, કરંજ, વરાછા રોડ અને સુરત પૂર્વનો સમાવેશ થાય છે. આ તમામ સાત બેઠક પર ભાજપના જ ધારાસભ્યનું વર્ચસ્વ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">