Surat: 75 લાખની રોકડમાં કોંગ્રેસ કનેક્શન હોવા પર નૈષધ દેસાઈનો ઇન્કાર, CCTVને લઇ કહ્યુ ટેક્નોલોજીમાં કોઈને પણ ટાર્ગેટ કરવું સરળ છે

75 લાખની રોકડમાં કોંગ્રેસનું (Congress) કનેક્શન હોવાનો પાર્ટીએ ઈનકાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ ભાજપ સરકાર કાવતરાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે- ભાજપ પાસે કોઈ મુદ્દા ન હોવાથી ટાર્ગેટ કરે છે.

Surat: 75 લાખની રોકડમાં કોંગ્રેસ કનેક્શન હોવા પર નૈષધ દેસાઈનો ઇન્કાર, CCTVને લઇ કહ્યુ ટેક્નોલોજીમાં કોઈને પણ ટાર્ગેટ કરવું સરળ છે
સુરતમાં કારમાંથી જે સ્થળેથી રોકડ ઝડપાઈ ત્યાંના CCTV ફૂટેજ સામે આવ્યા
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Nov 24, 2022 | 4:09 PM

સુરતમાં કારમાંથી જે સ્થળેથી રોકડ ઝડપાઈ હતી. ત્યાંના CCTV ફૂટેજ સામે આવ્યા છે.. જેમાં એક શખ્સ પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જતા બીજા એક CCTVમાં ફૂટેજમાં પણ તે ભાગતો જોવા મળે છે.. પોલીસને આશંકા છે કે- CCTVમાં ભાગતો જોવા મળતો શખ્સ કોંગ્રેસના નેતા બીએમ સંદીપ હોઈ શકે છે. તેનું આધારકાર્ડ પણ કારમાંથી મળી આવ્યું છે.

જોકે સુરત કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ વાત સ્વીકારવા તૈયાર નથી. તેમણે કહ્યું કે-ટેક્નોલોજીમાં કોઈને પણ ટાર્ગેટ કરી શકાય છે. શંકાના આધારે કોઈ અનુમાન ન કરી શકાય. ફૂટેજમાં બીએમ સંદીપનો ફોટો ક્લિયર નથી દેખાતો. મહિધરપુરા હીરાબજારના CCTV પણ ક્લિયર નથી. તેમણે આક્ષેપ કર્યો કે આમાં પોલીસ તંત્ર અને ભાજપના કોઈ ગુપ્ચચર વ્યક્તિનો હાથ છે.

CCTV ફૂટેજ મુદ્દે કોંગ્રેસના નૈષધ દેસાઈનું નિવેદન

75 લાખની રોકડમાં કોંગ્રેસનું કનેક્શન હોવાનો પાર્ટીએ ઈનકાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ ભાજપ સરકાર કાવતરાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે- ભાજપ પાસે કોઈ મુદ્દા ન હોવાથી ટાર્ગેટ કરે છે. કોંગ્રેસ પાર્ટીના અધિકૃત નાણા હશે તો પાર્ટી હાઈકમાન્ડ પોતાનું નિવેદન ઈન્કમટેક્સ વિભાગ સમક્ષ રજૂ કરશે. પરંતુ ઈન્કમટેક્સ વિભાગ અને ચૂંટણી પંચ તરફથી પાર્ટીને કોઈ નોટિસ આપવામાં નથી આવી. જોકે નૈષધ દેસાઈએ એ વાતનો સ્વીકાર કર્યો કે ઉદય ગુર્જર રાજસ્થાન કોંગ્રેસના કાર્યકર છે. તેઓ પાર્ટીની સેવા માટે ઘણા સમયથી સુરત આવેલા છે.

સુરતના મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડ ઝડપાઇ હતી. જે પછી તેનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા બે આરોપીમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે સંકળાયેલો હોવાની માહિતી મળી. તે રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા, દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હતો.

મહત્વનું છે કે ગઈકાલે જ સુરત શહેર કોંગ્રેસ નેતાએ કારમાંથી 75 લાખની રોકડ મળવાની ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવાયુ હતું. જોકે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસની પોલ ખુલી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ગઈકાલે જે કારમાંથી રૂપિયા મળ્યા હતા તે કારમાં કોંગ્રેસના પેમ્ફલેટ્સ પણ હતા. જેને પગલે એવી શક્યતા સેવાઈ રહી હતી કે લાખોની રોકડનું કનેક્શન કોંગ્રેસ સાથે હોઈ શકે છે. જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે 75 લાખની રોકડનું કોંગ્રેસ સાથે કનેક્શન છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati