Surat Choryasi Election Result 2022 LIVE Updates : સુરત ચોર્યાસી પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો યથાવત, સંદિપ દેસાઇની જીત

Choryasi MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઝંખનાબેન પટેલે કોંગ્રેસ ઉમેદવાર યોગેશભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી.

Surat Choryasi Election Result 2022 LIVE Updates : સુરત ચોર્યાસી પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો યથાવત, સંદિપ દેસાઇની જીત
Surat Choryasi election result 2022 live counting updates in gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:30 PM

ગુજરાતની ચોર્યાસી પશ્ચિમ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સંદિપ દેસાઇની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે કાંતી પટેલને ટિકિટ આપીને ચોર્યાસી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.  તેમને  ધોરણ FY B.COM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે સંદીપ દેસાઈને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 20461222ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે પ્રકાશ કોન્ટ્રાક્ટરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2805581ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે B.Com કર્યુ છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઝંખનાબેન પટેલે કોંગ્રેસ ઉમેદવાર યોગેશભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના પૂર્વ મહામંત્રી અજય ચૌધરી ભાજપમાંથી બળવો કરીને ત્રીજું પરિબળ બનીને મેદાનમાં ઉતર્યા હતા. તેમ છતાં, અજય ચૌધરી આ બેઠક પર જીતી શક્યા નહોતા.

સુરતની ચોર્યાસી બેઠક પર કોળી પટેલ સમાજનું પ્રભુત્વ વધારે

આ બેઠક પર હંમેશા કાંઠા વિભાગનાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 2012માં થયેલ નવા સીમાંકન બાદ ચોર્યાસી વિધાનસભા બેઠકમાં તમામ પ્રકારના લોકો વસવાટ કરે છે. આ વિધાનસભા બેઠક પર સૌથી વધુ કોળી મતદારો છે. ત્યારબાદ ખલાસી માછી, મુસ્લિમ, ક્ષત્રિય, પ્રજાપતિ, પાટીદાર, હળપતિ, દલિત, બ્રાહ્મણ, દેસાઈ, રાજપૂત, OBC તથા ગુજરાતી મતદારો વસવાટ કરે છે. નવસારી લોકસભામાં સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી તથા ગણદેવી કુલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને6,89,668ના તફાવતથી હરાવ્યા હતા.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">