ગુજરાતની સિદ્ધપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ચંદનજી ઠાકોરની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે ચંદનજી તાલાજી ઠાકોરને ટિકિટ આપી સિદ્ધપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 83735904,96 ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 1271095990ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાજપૂત મહેન્દ્રસિંહ દલપતસિંહનીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 675720.08 જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો BA સુધીનો અભ્યાસ કર્યો છે.
સિદ્ધપુર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બલવંતસિંહ રાજપૂતની પસંદગી ઉતારી કરાઈહતી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે સીટીંગ ઘારાસભ્ય ચંદનજી ઠાકોરને રિપીટ કરાયા હતા. વર્ષ 2017માં આંદોલન દરમ્યાન કોંગ્રેસની ટીકીટ મેળવીને ચંદનજી ઠાકોર સિદ્ધપુર બેઠક પર જ્ઞાતિ આધારિત નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા અને ઘારાસભ્ય પદે ચૂંટાયા હતા. ચંદનજી ઠાકોરે ભાજપના પ્રખર નેતા અને કેબીનેટ મંત્રી જયનારાયણ વ્યાસને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.આ અગાઉ ૨૦૧૭થી ૨૦૨૨ સુઘી ઘારાસભ્ય પદે સિઘ્ઘપુર વિેઘાનસભા મતવિસ્તારમાં વિરોધ પક્ષના ઘારાસભ્ય હોવા છતાંય વિકાસ કાર્યોની સાથે ધાર્મિક કાર્યો સાથે જોડાયેલ ચંદનજી ઠાકોરની મતદારિઓ ઉપર સારી પકડ રહી હતી.
ભાજપે સિઘ્ઘપુર બેઠક પરથી બલંવેતસિેહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. બલવંતસિંહ રાજપૂતે ૨૦૧૫/૨૦૧૬માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. જે બાદ બલવંતસિંહ રાજપૂતને ભાજપે રાજસભાના સાંસદના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. ભાજપમાં જૂથવાદ શિરોવેદના બન્યા હતા. ડો.જયનારાયણ વ્યાસે ફરી એકવાર સિઘ્ઘપુર બેઠક પરથી ચૂંટણી લડવા કેન્દ્રીય નેતૃત્વ સુઘી દોડ લગાવી દમ લગાવ્યો હતો જે સફળ રહ્યો હતો.
મતદારો મહત્વની ભૂમિકામાં છે તો અન્ય સમાજના મતદારો પણ નીર્ણાયક બની શકે છે. ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતની શાખ અહીં બચાવવા ભારે જોર લગાવાયું હતું. સીટીંગ કોંગ્રેસ ઘારાસભ્ય ચંદનજી ઠાકોર નીર્વિવીદીત અને સરળ વ્યક્તિત્વ ધરાવતો ચહેરો હોવાથી મતદારોમાં તેમની પસંદગી સારી રહી હતી.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ