રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે કર્યો પ્રચાર, ટ્વીટર પર વીડિયો મુકી રિવાબાને સમર્થન આપવા અપીલ કરી

રિવાબા જાડેજા (Rivaba Jadeja) 2019માં ભાજપમાં જોડાયા હતા.રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા બાદ તેઓએ સામાજિક પ્રવૃત્તિ સાથે પોતાનો લોક સંપર્ક શરૂ કર્યો હતો. રિવાબા જામનગર,કાલાવડ, લાલપુર ,ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે લોકોનો સંપર્ક કરી સેવાકીય પ્રવૃતિ કરતા હતા

રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે કર્યો પ્રચાર, ટ્વીટર પર વીડિયો મુકી રિવાબાને સમર્થન આપવા અપીલ કરી
રવિન્દ્રસિંહ જાડેજાઓ પત્ની માટે કર્યો પ્રચાર
| Edited By: | Updated on: Nov 14, 2022 | 11:42 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : જામનગરમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામી છે ત્યારે જામનગર 78 બેઠક પર રિવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે. અત્યાર સુધી આ બેઠક પર હકુભા જાડેજા લડતા હતા. હવે ભાજપે રિવાબાને મેદાને ઉતાર્યા છે. આજે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની માટે પ્રચાર શરુ કર્યો છે. રવિન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી પત્ની રિવાબા જાહેજા માટે અપીલ કરી છે.

ગુજરાત ઇલેક્શન 2022: રવિન્દ્રસિંહનો પત્ની માટે પ્રચાર

આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ભાજપ તેમજ કૉંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાના છે. જૈ પૈકી રિવાબા જાડેજા જામનગર ઉત્તર માટે ફોર્મ ભર્યુ છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની માટે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરી પ્રચાર કર્યો છે. રવિન્દ્રસિંહ જાડેજાએ વીડિયોમાં લોકોને રિવાબા માટે વોટ આપવા અપીલ કરી છે.

રવિન્દ્રસિંહે વીડિયોમાં જણાવ્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મારા પત્ની રિવાબા પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો છે. તે 14 નવેમ્બરે ફોર્મ ભરવા જઇ રહ્યા છે. ત્યારે જામનગરની જનતા, ભાજપ અને ક્રિકેટ પ્રેમીઓને શોભે તેવો માહોલ બનાવવાની જવાબદારી તમારા સૌ પર હોવાનું જણાવ્યુ. ઉમેદવારી પત્ર ભરતા સમયે સૌ લોકોને સાથ આપવા માટે આવવા રવિન્દ્રસિંહે અપીલ કરી હતી.

આ પહેલા પણ જ્યારે ભાજપે રિવાબાનું નામ જામનગરની બેઠક માટે જાહેર કર્યુ ત્યારે રવિન્દ્રસિંહે પત્ની રિવાબા જાડેજાના સમર્થનમાં પોસ્ટ મુકી હતી.તેને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિકાસના કામમાં સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યુ હતુ.

ગુજરાત ઇલેક્શન 2022: ઘણા સમયથી રિવાબાએ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કર્યો

રિવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા હતા.રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા બાદ તેઓએ સામાજિક પ્રવૃત્તિ સાથે પોતાનો લોક સંપર્ક શરૂ કર્યો હતો. રિવાબા જામનગર,કાલાવડ, લાલપુર ,ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે લોકોનો સંપર્ક કરી સેવાકીય પ્રવૃતિ કરતા હતા. ત્યાર એ વાત સ્પષ્ટ દેખાતી હતી કે રિવાબા આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે તેઓ જે રીતે જિલ્લાભરનો પ્રવાસ કરતા હતા તેનાથી આ તૈયારી લોકસભા માટેની હોય તેવું લાગતું હતું પરંતુ હવે જ્યારે તેઓની ટિકિટ વિધાનસભા માટે જાહેર થઈ છે ત્યારે આ છેદ ઉડી ગયો છે..