Gujarat Election : PAAS આંદોલનકર્તાના ટ્વિટ બાદ રાજકીય હલચલ તેજ, ગુજરાત ચૂંટણીમાં ‘પાટીદાર ફેક્ટર’ કેટલુ અસર કરશે ?

આ પહેલી વાર નહીં હોય કે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમિતિ સાથે સંકળાયેલા સભ્યો ચૂંટણી મેદાનમાં ઉતરશે, પરંતુ આ વખતની ચૂંટણીમાં પાસની રણનીતિ અલગ જરૂર દેખાશે.

Gujarat Election : PAAS આંદોલનકર્તાના ટ્વિટ બાદ રાજકીય હલચલ તેજ, ગુજરાત ચૂંટણીમાં 'પાટીદાર ફેક્ટર' કેટલુ અસર કરશે ?
Gujarat Election 2022
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Aug 30, 2022 | 12:23 PM

પાટીદાર (Patidar) અનામત આંદોલન સમિતિના સભ્યો ચૂંટણી લડશેની જાહેરાત બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુછે.પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhania)  ટ્વિટ કરીને લખ્યું હતુ કે,23 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે.પાટીદાર અનામત આંદોલનના પરિણામો 2017 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત જોઈ ચૂક્યું છે. પરંતુ આ વખતે PAAS દ્વારા કરાયેલી જાહેરાત પછી ચોક્કસથી ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય ઉમેરાઈ શકે છે. વાત ફક્ત ચૂંટણી (Gujarat Assembly Election) લડવા પૂરતી સીમિત નથી, પાછલા પાંચ વર્ષોના હિસાબ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા સભ્યો ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.આ પહેલી વાર નહીં હોય કે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમિતિ સાથે સંકળાયેલા સભ્યો ચૂંટણી મેદાનમાં ઉતરશે પરંતુ આ વખતની ચૂંટણીમાં પાસની રણનીતિ અલગ જરૂર દેખાશે.

પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે પાટીદાર

તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ 3 સપ્ટેમ્બરથી સર્વે પણ કરાવશે, જેમાં ઉમેદવારો કઈ રીતે ચૂંટણી મેદાનમાં (Gujarat lection 2022)  ઉતરે એ બાબતની સ્ટ્રેટેજી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પડતર પ્રશ્નોને લઈને પાછલા પાંચ વર્ષ દરમિયાન મળેલો સહયોગ અને આ પ્રશ્નોને લઈને કરવામાં આવેલું દુર્લક્ષ્ય પણ ધ્યાને લેવામાં આવશે. ફક્ત જીતવાવાળી સીટો જ નહીં પરંતુ જ્યાં જ્યાં પણ પાટીદાર સમાજ હરાવવા માટેની તાકાત ધરાવતો હોય ત્યાં પણ આ વખતે તાકાત બતાવવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોની ચૂંટણી જીતવાની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓમાં (political party) પણ અંદરખાને ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે. 2017 વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રશ્નોને લઈને રાજકીય પાર્ટીઓનું એમના તરફી વલણ પણ રણનીતિ માટેનો મહત્વનો હિસ્સો હશે, જેના આધારે ચૂંટણી લડવા માટેની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

વિચારણા બાદ ઉમેદવારોના નામોની જાહેરાત થશે

એટલું જ નહીં જાહેરાત પહેલા પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે પણ ગહન ચર્ચા બાદ આ નિર્ણય કરાયો છે, જેમાં આગળના દિવસોમાં ઉમેદવારોના નામોનો ઉમેરો પણ થઈ શકે છે.ચૂંટણી લડવા માટેનો સર્વે જેમાં કયો ઉમેદવાર કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે એ માટેની પણ વિચારણા કરીને ઉમેદવારોના નામોની જાહેરાત થશે. આ ઉપરાંત જુના પાસના (PAAS) સભ્યો જે ચૂંટણી લડી જીત્યા છે એમનું પણ એનાલિસિસ થશે અને એમનમાંથી જ ભલે એ કોઈ પણ રાજકીય પાર્ટીમાંથી હોય એમને યોગ્યતા મુજબ સપોર્ટ કરવા જેવું લાગશે તો એમના માટે સકારાત્મકતા ચૂંટણી દરમિયાન કામગીરી પણ કરવામાં આવશે.

રાજકીય રીતે સક્રિય દેખાતી પાટીદાર અનામત આંદોલન સમિતિ આ વખતે સીધી કે આડકતરી રીતે ચૂંટણી મેદાનમાં ફરીથી મહત્વની અને કિંગ મેકરની ભૂમિકામાં દેખાશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે પાટીદાર અનામત આંદોલન સમિતિ મેદાનમાં આવતા  ચૂંટણી પરિણામો ઉપર પણ સૌની નજર રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">