વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે, આ બધાની વચ્ચે આજથી ફરી વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
PM Modi Gujarat visit Second day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 11:31 AM

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી (PM Modi) આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન સુરત (Surat) , અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સિટી સુરતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.   PM મોદી સુરત મહાનગર પાલિકાના (Surat municicpal corporation) 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વોટર સપ્લાય, ડ્રેનેજ નેટવર્ક, રોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 લોકેશન પર ઇ-ચાર્જિંગ સ્ટેશન અને સાયન્સ સેન્ટરમાં ખોજ મ્યુઝિયમ ખુલ્લું મુકશે. આ પ્રોજેક્ટો પાછળ પાલિકાને 1247 કરોડનો ખર્ચ થયો છે. ઉપરાંત ખજોદમાં ડ્રીમ સિટી ખાતે આધુનિક સુવિધા તેમજ CCTV મોનીટરિંગ સિસ્ટમ સહિતની સુવિધા લોકો માટે ખુલ્લી મુકાશે.

આ સાથે જ 103 કરોડના ખર્ચે નવા રોડ, વોટર, સુએઝ, ટર્સરી ટ્રીટમેન્ટ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું (Infrastructure) પણ લોકાર્પણ કરાશે. જ્યારે મગોબ, ડુંભાલ અને પરવત ખાતે 24 કલાક પાણી સપ્લાય કરવા 144 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. કોસાડમાં 81 કરોડના ખર્ચે 212 MLDનો પ્લાન્ટ પણ કાર્યરત થશે.​​​​​​​ લિંબાયતમાં 19.17 કરોડના ખર્ચે બનેલા અધ્યતન સ્મશાનને પણ ખુલ્લુ મુકાશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

સુરતમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે વડાપ્રધાન

આઇટી મેક સેન્ટર સુરતને એક નવી ઓળખ આપશે, જેમાં ટ્રાફિક, વીજળી, પાણી, ફાયર બાબતે હવે આંગળીના ટેરવે રિયલ ટાઈમમાં માહિતી મળી રહેશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક (Traffic) નિયંત્રણ કરશે. BRTS-સિટી બસનું રીયલ ટાઇમ મોનિટરિંગ થશે..કોઈ રૂટ પર પેસેન્જર વધી જશે તો વધારાની બસ દોડાવાશે. ઉપરાંત વેરા, જન્મ-મરણના દાખલા જેવી સિવિક સુવિધા આઇટી સેન્ટરમાં એક્સેસ થશે. તો આખા શહેરમાં સપ્લાય થતા પીવાના પાણીનું મોનિટરિંગ થશે, ફિલ્ટરિંગ થાય છે કે નહીં તે પણ ખબર પડશે.સ્ટ્રીટ લાઇટ પોલમાં સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમથી વીજચોરી અટકાવી શકાશે.

સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ભાવનગરનની મુલાકાતે જશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) સાડા છ હજાર કરોડથી વધારે રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. વડાપ્રધાન મોદી ભાવનગર એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ પહોંચશે. જ્યાંથી 2 કિલોમીટર લાંબો રોડ શોમાં (Road show) હજારોની સંખ્યામાં સ્થાનિકો, આગેવાનો અને કાર્યકરો જોડાશે. ભાવનગરના જવાહર મેદાનમાં PM મોદી બપોરે જંગી જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં અમરેલી, ભાવનગર અને બોટાદના 2 લાખથી વધારે લોકો હાજરી આપશે.

વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરાશે

બીજી તરફ વડાપ્રધાન મોદી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant gujarat summit) દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંદર 4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે. ઉપરાંત વડાપ્રધાન પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. વડાપ્રધાન APPL કન્ટેનરનું પણ ઉદ્ઘાટન કરશે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">