બંગાળી સમાજ પર કોમેન્ટ કરવા જતા ટ્રોલ થઈ ગયા પરેશ રાવલ, વિવાદ વધી ગયો તો કહેવું પડ્યું ‘માફ કરજો મિત્રો’

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pinak Shukla

Updated on: Dec 02, 2022 | 12:36 PM

જો રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ દિલ્હીમાં રહેતા હોય તેમ તમારી આસપાસ રહેવા લાગે તો? ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો? એક્ટરના આ નિવેદન પર પરેશ રાવલ (Paresh Rawal)સોલીડ ટ્રોલ થઈ ગયા

બંગાળી સમાજ પર કોમેન્ટ કરવા જતા ટ્રોલ થઈ ગયા પરેશ રાવલ, વિવાદ વધી ગયો તો કહેવું પડ્યું 'માફ કરજો મિત્રો'
Paresh Rawal was trolled while commenting on Bengali (File)

ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળીને વિવિધ જિલ્લાઓમાં પ્રચાર કરી રેહલા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ પોતાના નિવેદનો માટે એમ પણ જાણીતા છે અને એમા પણ રાજકીય રીતે કરાતા વિધાનો ક્યારે વિવાદમાં આવી જાય છે તે કહેવું મુસ્કેલ છે. તાજેતરમાં ગુજરાતના વલસાડમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પરેશ રાવલ પણ એક નિવેદન આપીને વિવાદમાં ફસાઈ ગયા. તેમણે સભામાં નિવેદન આપ્યુ હતું કે સસ્તા ગેસ સિલિન્ડરનું કરવાનું શું ? રોહિંગ્યા મુસ્લિમો અને બંગાળીઓ માટે માછલી રાંધશો? હવે જેવું આ નિવેદન આવ્યું કે તરત જ મામલો સોશિયલ મિડિયા પર પોહચી ગયો અને લોકોએ પરેશ રાવલને ટ્રોલ કરી નાખ્યા હતા.

પરેશ રાવલે વલસાડમાં ચૂંટણી સબા સંબોધી ત્યારે જણાવ્યું હતું કે ‘ગેસ સિલિન્ડર મોંઘા છે અને તેમની કિંમતમાં ઘટાડો થશે સાથે જ લોકોને નોકરી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ દિલ્હીમાં રહેતા હોય તેમ તમારી આસપાસ રહેવા લાગે તો? ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો? એક્ટરના આ નિવેદન પર પરેશ રાવલ સોલીડ ટ્રોલ થઈ ગયા અને લોકો સોશ્યલ મિડિયા પર તેમની ટીકા કરવા લાગ્યા.

પરેશ રાવલે કેજરીવાલને પણ ના છોડ્યા

પરેશ રાવલે કેજરીવાલની મફત રેવડી પર આડકતરી રીતે પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતના લોકોને બધી ખબર પડે છે પણ બીજા તેના દુરઉપયોગ માટે કહી રહ્યા છે, એટલે કે ઈશારો તો આડકતરી રીતે કેજરીવાલ પર જ હતો. તેમણે એમ પણ જણાવ્યું કે અહીં પ્રાઈવેટ પ્લેનમાં તે આવે છે અને પછી રિક્ષામાં બેસવાનો ડોળ કરે છે, અમે આખુ જીવન એક્ટીંગમાં કાઢી નાખ્યુ પણ આવી કિમિયાગીરી ક્યારેય જોઈ નથી. કેજરીવાલનો એ વ્યહવાર પણ હિંદુઓને યાદ છે કે જ્યારે શાહીનબાગમાં તેમણે બિરયાની પીરસી હતી.

પરેશ રાવલે ટ્રોલ થયા બાદ ટ્વિટર પર માફી માગી

બંગાળી સમાજ પર અચાનક આ તીર આવતા જ સોશિયલ મિડિયા પર પરેશ રાવલ પર લોકો તીર તાકવા લાગ્યા હતા અને તેમની આ ભાષાને યોગ્ય નોહતી ગણાવી. ટ્રોલ થયા બાદ પરેશ રાવલે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નોહતો. તેમણે જે કહ્યું તે બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓ માટે કહ્યું હતું, ગુજરાતીઓ સામાન્ય રીતે માછલી રાંધીને ખાય છે તેથી એવો કોઈ મુદ્દો નથી.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati