Palanpur Election Result 2022 LIVE Updates: પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના અનિકેતભાઈ ઠાકરની જીત, કોંગ્રેસના મહેશ પટેલની હાર

આમ તો પાલનપુર વિધાન સભા ભાજપ નો ગઢ રહી છે પરંતુ પાટીદાર અને ચૌધરી વોટ નું વિભાજન ન થવાને કારણે 2 ટર્મ થી સીટ કોંગ્રેસ પાસે રહી હતી. પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના અનિકેતભાઈ ઠાકરની 18 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મહેશ પટેલની હાર થઈ છે.

Palanpur Election Result 2022 LIVE Updates: પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના અનિકેતભાઈ ઠાકરની જીત, કોંગ્રેસના મહેશ પટેલની હાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:10 PM

ગુજરાતની પાલનપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના અનિકેતભાઈ ઠાકરની 18 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મહેશ પટેલની હાર થઈ છે.આ વખતની ટર્મમાં કોંગ્રેસે મહેશકુમાર અમૃતલાલ પટેલને ટિકિટ આપી પાલનપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 639758878ની જંગમ મિલકત છે. તેમને ધોરણ -10 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે અનિકેત ગીરીશભાઈ ઠાકરને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 1291128ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BCOM સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રમેશકુમાર ખેમરાજભાઈ નાભાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2092108.71ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો LLB કર્યુ છે.

પાણીની સમસ્યા હલ ન થતા મતદારોમાં નારાજગી હતી

વિધાનસભા મતક્ષેત્ર કે જે રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. પાલનપુર અત્તર અને ફૂલોની નગરી તરીકે ઓળખ ધરાવે છે.પાલનપુરની ટ્રાફિક સમસ્યા દૂર કરાવવા સ્થાનિકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા.પાલનપુર વિધાનસભાનો મહત્વનો પ્રશ્ન સિંચાઈના પાણીનો રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ખેડૂતોની પાણીની માંગ તરફ સરકારનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા નથી. ખેડૂતો પાણીથી વંચિત રહેવાથી આક્રોશમાં હતા. વર્ષ 2007 ચૂંટણીમાં આ બેઠક ભાજપના ફાળે હતી પણ બાદમાં બે ટર્મ કોંગ્રેસે બાજી મારી હતી.

પાલનપુર વિધાનસભા બેઠકનું જાતિ સમીકરણ

પાલનપુર વિધાનસભા બેઠકમાં કુલ ત્રણ લાખ આસપાસ મતદારો છે. અહીં પટેલ મતદાર સૌથી વધુ છે. પટેલ મતદાર ઉમેદવારની હારજીત પાછળ મોટી ભૂમિકા ભજવે છે. કોંગ્રેસના આ સમાજ માંથીજ આવતા પટેલ મહેશભાઈ બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાલનપુર બેઠક માટે મતદારોની સંખ્યા મુજબ બીજા ક્રમે ઠાકોર સમાજ અને તે બાદ અન્ય સમજોના મતદાર છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આમ તો પાલનપુર વિધાન સભા ભાજપ નો ગઢ રહી છે પરંતુ પાટીદાર અને ચૌધરી વોટ નું વિભાજન ન થવાને કારણે 2 ટર્મ થી સીટ કોંગ્રેસ પાસે રહી હતી જોકે ભાજપમાથી આ વખતે વધુ ઉમેદવારોની દાવેદારીનો જૂથવાદ  ચિંતાનો વિષય બન્યો હતો  જ્યારે કોંગ્રેસ માટે પણ ચઢાણ સરળ રહ્યા નથી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">