ગુજરાતની લીંબડી બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 લિમડી વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાની 25 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કલ્પના મકવાણાની હાર થઈ છે. આ વખતે લીમડી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર તરીકે કલ્પનાબેન ધોરીયાને ઉમેદવારી ફળવવામાં આવી હતી. તેમની પાસે રૂપિયા 3095182 ની જંગમ મિલકત છે. તેમને BEd સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કિરીટ સિંહ જીતુભા રાણાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 4571853.86ની જંગમ મિલકત છે. જીતુભા રાણાના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મયુરભાઇ સાકરીયા ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 5,81,158ની જંગમ મિલકત છે. મયુરભાઇ સાકરીયાએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
લીંબડીમાં લગભગ 151113 જેટલા પુરૂષ મતદાર છે, જ્યારે 136432 જેટલા મહિલા મતદાર છે, 04 જેટલા નાન્યતરજાતિના મતદાર છે. કુલ 287549 જેટલા મતદારો છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 16 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 1980 અને 1985માં કોંગ્રેસ આ બેઠક પર જીત્યા બાદ 1990માં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. જે બાદ 35 વર્ષથી આ બેઠક ભાજપના કબજામાં છે. 2007 અને 2012માં વર્ષાબેન દોશી આ બેઠક ભાજપની ટિકિટ પર જીત્યા હતા. 2017ની વાત કરીએ તો ધનજીભાઈ પટેલનો 19524 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 89595 મત મળ્યા હતા.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ