Gujarat Election 2022: સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઈલ બેઠકો પર PM મોદીની નજર, જાણો ધોરાજી, અમરેલી અને બોટાદ બેઠકોનો રાજકીય ઈતિહાસ

એવુ કહેવાય છે કે જો ગુજરાતની 'ગાદી' જીતવી હોય તો, સૌરાષ્ટ્રને સર કરવુ પડે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો, જેને કારણે સત્તા સુધી પહોંચવામાં ભાજપ હાંફી ગયુ હતુ. જેથી આ વખતે ભાજપ વ્યુહાત્મક રણનિતીથી આગળ વધી રહ્યું છે.

Gujarat Election 2022: સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઈલ બેઠકો પર PM મોદીની નજર, જાણો ધોરાજી, અમરેલી અને બોટાદ બેઠકોનો રાજકીય ઈતિહાસ
PM Modi Saurashtra Visit
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 20, 2022 | 12:55 PM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ વાગી ચૂક્યો છે, ત્યારે મતદારોના મત અંકે કરવા રાજકીય પાર્ટીઓ શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. એક તરફ 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સત્તા કાયમી રાખવા મથામણ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ ફરીથી ગુજરાતની ગાદી જીતવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગપેસારો કરવા મથામણ કરી રહી છે. ભાજપે પ્રચાર માટે વડાપ્રધાન મોદી સહિતના કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે.

ધોરાજીમાં ક્યા પક્ષનો છે દબદબો?

PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, તેઓ આજે ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા ગજવશે. ત્યારે જાણો શા માટે વડાપ્રધાન મોદીએ આ બેઠકો પર પ્રચારની કમાન સંભાળી છે. જો ધોરાજી વિધાનસભા બેઠકની વાત કરીએ તો 2017માં કોંગ્રેસના લલિત વસોયાને 85,070 મત મળ્યા તો ભાજપના હરિ પટેલને 59,985 મત મળ્યા હતા. જેથી લલિત વસોયા 25,085 મતે જીત્યા હતા. જો 2012 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયાને 76,189 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 73,246 મત મળ્યા. જેથી કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયા 2,943 મતેથી જીત્યા હતા. 1962થી 2017 સુધી 15 વખત ચૂંટણી યોજાઇ. જેમાં 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઈ છે.

અમરેલી વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

જો અમરેલી વિધાનસભા બેઠકની વાત કરીએ તો 2017માં ભાજપના બાવકુ ઉધાડને 75,003 મત મળ્યા તો કોંગ્રેસના પરેશ ધાનાણીને 87,032 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના પરેશ ધાનાણી 12,029 મતેથી જીત્યા હતા.  2012 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિલીપ સંઘાણીને 56,690 મત મળ્યા. તો  કોંગ્રેસના પરેશ ધનાણીને 86,583 મત મળ્યા હતા. જેમાં પરેશ ધાનાણીને 29,893 મતેથી જીત્યા હતા.

અહીં 1985થી 1998 સુધી ભાજપનો દબદબો રહ્યો હતો. જો કે 2002માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ  ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યુ. જો કે 2007માં ભાજપના દિલીપ સાંઘાણીએ મેદાન માર્યું તો 2012માં કોંગ્રેસે ભાજપ પાસેથી ફરીથી બેઠક આંચકી.છેલ્લી 2 ટર્મથી અહીં કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટાતા આવ્યા છે.

બોટાદ વિધાનસભા પર કાંટે કી ટક્કર

જો બેટાદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો  2017માં ભાજપના સૌરભ પટેલને 79,623 મત મળ્ય. તો કોંગ્રેસના મનહર પટેલને 78,717 મત મળ્યા. જેમાં ભાજપના સૌરભ પટેલ માત્ર 906 મતોથી જીત્યા હતા. 2012માં ભાજપના ઠાકરસી માણીયાને 86,184 મત મળ્યા, તો કોંગ્રેસના કુંવરજી બાવળીયાને 76,179 મત મળ્યા હતા. જેથી ભાજપના ઠાકરસી માણીયા 10 હજાર મતોથી જીત્યા હતા. 1962થી 2017 સુધી અહીં  13 વખત ચૂંટણી યોજાઇ. જેમાં 6 વખત કોંગ્રેસ અને  5 વખત ભાજપે જીત મેળવી છે. 1998થી 2017 સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati