ગુજરાતની ખેડબ્ર્હમા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના તુષાર ચૌધરીની જીત થઈ છે, જ્યારે ભાજપના અશ્વીન કોટવાલની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે અશ્વિન લક્ષ્મણભાઈ કોટવાલને ટિકિટ આપી ખેડબ્રહ્માથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2331919,35 ની જંગમ મિલકત છે. અશ્વિન કોટવાલ એ એસ.વાય. બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે ડો. તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 8924141 ની જંગમ મિલકત છે. તુષાર ચૌધરીના અભ્યાસની વાત કરીએ તો તેમણે એમ.બી.બી.એસ. સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દીપ ગામેતીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 361600 ની જંગમ મિલકત છે. દીપ ગામેતીએ બી.ઈ. સિવિલ સુધી અભ્યાસ કર્યો છે.
આ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીના પરીવારમાંથી પુત્ર તુષાર ચૌધરીને ખેડબ્રહ્મા બેઠક પર તક અપાઈ છે. અમરસિંહ ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પર ત્રણ વાર ધારાસભ્ય પદે ચુંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ 2004 માં અવસાન પામતા બેઠક ખાલી પડી હતી. જે દરમિયાન અમરસિંહની પુત્રી વૈશાલીબેનને મેદાને ઉતારી હતી. જે નજીવા અંતરે ભાજપના રમીલાબેન બારા સામે હારી હતી. ત્યાર બાદ 2007ની સામાન્ય ચૂંટણીમાં સાબરકાંઠા વિધાનસભા બેઠકના વિપક્ષી નેતા અશ્વિન કોટવાલ ને મેદાને કોંગ્રેસે ઉતાર્યા હતા અને તેઓ સળંગ ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા.
આ બેઠક પર કોંગ્રેસનો દબદબો અત્યારસુધી રહેલો છે. અહીં સળંગ કોંગ્રેસના ઉમેદવારોને જીતની સફળતા વધારે મળી છે. અશ્વિન કોટવાલે પણ પોતાનો દબદબો વિસ્તારમાં બનાવ્યો હોવાનો ફાયદો તેમને ત્રણ ટર્મ દરમિયાન મળ્યો હતો. અશ્વિન કોટવાલ માટે અમરસિંહ ચૌધરી રાજકારણના ગુરુ માનવામાં આવતા હતા. અશ્વિન કોટવાલના પિતા લક્ષ્મણભાઈ કોટવાલનો પણ સામાજીક દબદબો વર્ષોથી વિસ્તારમાં રહ્યો છે. જેનો સીધો ફાયદો પણ અશ્વિન કોટવાલને મળી રહ્યો હતો.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ