ગુજરાતની કાલાવડ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડાની જીત થઈ છે. ત્યારે કોંગ્રેસે નારસિભાઈ મુસાડીયાને ટિકિટ આપી હતી. તેમણે BA.LLB સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે 31,20,220ની જંગમ મિલકત છે. જ્યારે ભાજપે મેધજીભાઈ ચાવડાને ટિકિટ આપી છે. તેમણે B.COM સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 2041202ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ડો. જીગ્નેશ સોલંકીને ટિકિટ આપી છે. તેમણે BAMS સુધી અભ્યાસ કર્યો છે, તેમની પાસે રૂપિયા1,72,78,389ની જંગમ મિલકત છે.
ગુજરાતમાં વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં જામનગર જિલ્લાની કાલાવાડ વિધાનસભા બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુસાડિયા પ્રવિણભાઈ નરશીભાઈએ ભાજપના ઉમેદવાર ગૈયાડા મુલજીભાઈ ડાહ્યાભાઈને 32951 મતોની સરસાઈથી હરાવીને કાલાવડ વિધાનસભા બેઠક બેઠક જીતી હતી. કોંગ્રેસના ઉમેદવાર મુસાડિયા પ્રવિણભાઈને 78,085 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ગૈયાડા મૂળજીભાઇને 45,134 મત મળ્યા હતા.
જામનગર જિલ્લાની કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ સુધી એટલે કે, 35 વર્ષ સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. જ્યારે વર્ષ 2017માં કાલાવાડ વિધાનસભા બેઠક પર ભાજપને કોંગ્રેસે હારનો સ્વાદ ચખાડ્યો હતો. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક 1962થી 2017 સુધીનું વિધાનસભાનું ચૂંટણી ચિત્ર રોચક રહ્યું છે. નવા સીમાંકન અનુસાર કાલાવડ વિધાનસભા મતવિસ્તારને અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 1985માં આ બેઠક પરથી ભાજપના કેશુભાઈ પટેલે કોંગ્રેસના મુંગરા રાઘવજીભાઇને 4,492 મતથી હરાવીને વિજેતા થયા હતા. 1990માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પટેલ રાઘવજી હંસરાજને 44,009 અને કોંગ્રેસના ઉમેદવાર છગનભાઇ પટેલને 12,396 મત મળતા ભાજપના ઉમેદવાર 16,620 મતથી વિજેતા થયા હતાં.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ