Jetpur Election Result 2022 LIVE Updates : જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપના જયેશ રાદડિયાની 76 હજારથી વધુ મતથી જીત

jetpur Election Result 2022 LIVE Updates : 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયાની ભવ્ય જીત થઇ હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જયેશ રાદડીયા 2013( પેટાચૂંટણી) બાદ જેતપુર બેઠક ભાજપ પાસે છે. જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપના જયેશ રાદડિયાની 76 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના દિપક વેકરીયાની હાર થઈ છે.

Jetpur Election Result 2022 LIVE Updates : જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપના જયેશ રાદડિયાની 76 હજારથી વધુ મતથી જીત
jetpur Election Result 2022 LIVE UpdatesImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:03 PM

ગુજરાતની જેતપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપના જયેશ રાદડિયાની 76 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના દિપક વેકરીયાની હાર થઈ છે. રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર કોંગ્રેસે દીપીકા વેકરીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે તેમની ઉંમર 59 વર્ષ અને તેમણે એફવાય બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે જંગમ મિલકત 5,20,08,483 રૂપિયા છે. આ બેઠક પર ભાજપે જયેશ રાદડીયાને મેદાને ઉતાર્યા છે. તેમની ઉંમર 41 વર્ષ અને બીઇ સિવિલની ડિગ્રી મેળવી છે. જયેશ રાદડીયા પાસે 20,22,90,762.9 રૂપિયા છે. આ બેઠક પર આપના ઉમેદવાર-રોહિત ભુવાની ઉંમર 39 વર્ષ અને તેમણે 9 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે જંગમ મિલકત 3,80,000 રૂપિયા છે.

વિધાનસભા ચૂંટણી 2022ના જેતપુર બેઠક પર વિવિધ પક્ષના ઉમેદવાર

ભાજપ- જયેશ રાદડીયા

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોંગ્રેસ- દીપીકા વેકરીયા

આપ- રોહિત ભુવા

જેતપુર બેઠકના રાજકીય ઉતાર-ચઢાવ

જેતપુર વિધાનસભા બેઠક (jetpur assembly)પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો. અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.

જેતપુરમાં જાતિવાદી સમીકરણ

આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

જેતપુર બેઠક પર મતદારો

પુરુષ મતદારો-1,42,317 મહિલા મતદારો-1,30,524 અન્ય -1 કુલ મતદારો-2,72,842

જેતપુર બેઠક પર આ છે મોટી સમસ્યા

સૌ જાણે છે જેતપુરનો કાપડ ઉદ્યોગ માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત અને માંગમાં છે. ત્યારે કોરોના મહામારીના કારણ આ ઉદ્યોગની સ્થિતિ એટલી હદે વણસી છે કે તેને ઉભો કરવામાં વર્ષો લાગી શકે છે. તેમાંય મોંઘવારીનો માર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો મજૂરોના પેટ પર પાટું મારી રહી છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">