ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) લઇ મિશન ગુજરાત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યાં છે. મિશન ગુજરાત પર આવેલા પીએમ મોદી ગુજરાતને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આણંદની (Anand) પણ મુલાકાત લીધી. PM મોદી આણંદમાં શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કર્યુ. તેમણે કહ્યુ કે, આણંદ જિલ્લાએ ગોબરધન પ્રોજેક્ટ બનાવી દેશમાં મોડેલ ઊભું કર્યુ છે. આણંદના ખેડૂતોએ ગોબરધન યોજનાને આગળ ધપાવી છે. તો આણંદની સભામાં વડાપ્રધાને કોંગ્રેસને ઘેરી હતી અને કહ્યુ હતુ કે કોંગ્રેસ સરદારના ચરણોમાં માથુ નહીં નમાવે. સાથે જ કહ્યુ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસની રેસમાં આગળ
આણંદમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આણંદમાં તો બધાએ વટ પાડી દીધો, અહીં તો સાગર જોવા મળી રહ્યો છે. ગુજરાત અને ભાજપને અતૂટ નાતો છે. ક્યાંય પણ ગુજરાતની વાત આવે એટલે ભાજપ દેખાઈ. ગુજરાતે હંમેશા કમળને ખિલતુ રાખ્યું છે.
Daughters of #Gujarat are independent today because of the safe environment created just for them. They step out from their homes and can work even till midnight: PM @narendramodi #Anand #TV9News pic.twitter.com/ZqZ5cSI3Vt
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતનો દરે વ્યક્તિ જાણે છે કે ગુજરાત ભાજપ એટલે સેવા. ગુજરાતની વાત આવે ત્યાં ભાજપ દેખાય અને ભાજપની વાત આવે ત્યાં ગુજરાત દેખાય. ગુજરાતની દશા પહેલા કેવી હતી તે આજના યુવાને ખબર નથી, આજે ગુજરાતની દિકરી નિશ્વિત થઈ જીવે છે.
ગુજરાતે 20 વર્ષમાં અલગ અલગ માધ્યમો દ્વારા વીજળીનું ઉત્પાદન કર્યુ છે. જેના દ્વારા વીજળી ઉત્પાદનની ક્ષમતા બે ગણી કરી નાખી છે. એટલે કે 20 વર્ષમાં બેગણું કામ કરી નાખ્યુ છે. સંબોધનમાં વધુમાં PM મોદીએ કહ્યું કે, પહેલા આણંદથી જાન નીકળે અને વડોદરા પહોંચે ત્યાં મૂર્હત નીકળી જતુ. હવે વીજળી, પાણી, રસ્તા સહિતની સુવિધા ઉભી કરાઈ છે. જ્યારે હું CM બન્યો ત્યારે લોકો કહેતા કે વાળુ ટાણે તો વીજળી આપો. હવે 24 કલાક વીજળી મળી રહી છે.
આ ઉપરાંત કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, તમે કોંગ્રેસ ને પુછજો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા ? કોંગ્રેસ સરદાર પટેલના શરણોમાં માથું નહિ નમાવે. એમને કેજો કે હવે તો ઉદ્દારતા બતાવો, સરદાર પટેલના આશીર્વાદ મેળવો.
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આવનારી ચૂંટણીમાં સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસ જુની ચાલાકીથી ગોઠવણ કરી રહ્યા છે. કોંગ્રેસ વાળા બોલતા નથી ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. મારે એમની ટીકા કરવી નથી, પણ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપનામિત કરવનો કોઈ મોકો છોડતી નથી.
વધુમાં સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે વાતોના વડા કરનાર લોકો નથી.અમે કામ કરીને બતાવનારા છીએ. ગુજરાતનું ગૌરવ એ દરેક ગુજરાતીની વિરાસત છે. પહેલા અમે વિપક્ષમાં હતા ત્યારે નક્કી કર્યું હતુ કે સરદાર સાહેબને સન્માન અપાવીશુ. આજે સરદાર પટેલને વિશ્વ ફલક પર સન્માન મળ્યુ.
આ ઉપરાંત વડાપ્રધાને આણંદમાં જનસંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસની રેસમાં આગળ રહ્યું. ગુજરાતમાં ગામડાઓ સુધી ઉદ્યોગ લઈ જવામાં આવ્યા. તેમજ ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું બીડુ ઝડપ્યુ તે પ્રશંશનીય. અવનારા દસ વર્ષમાં મારૂ આ ગુજરાત ગાજી ઉઠશે. આવનારા વર્ષોમાં ગુજરાત હાઈડ્રોજન હબ તરીકે ઓળખાશે.20 વર્ષમાં અનાજ,શાકભાજીનું ઉત્પાદન વધી ગયુ છે.
વડાપ્રધાને આણંદમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે હવે તો આપણે પશુઓના છાણ, મૂત્ર અને ગોબર પણ ખરીદીએ છીએ. જે પશું ઘરમાં દુધ ન આપતુ હોય પણ તેનું ગોબર પણ કમાણી કરી આપે છે. ‘આણંદ જિલ્લાએ ગોબરધન પ્રોજેક્ટ બનાવી દેશમાં મોડેલ ઊભું કર્યુ છે. એ જ ગોબરમાંથી વીજળી પેદા થાય છે. એમાંથી જ અમારી ડેરીની વીજળીનું કામ થાય છે. વીજળીના પૈસા વધે તો એ આવક ખેડૂતોને પાછી જાય છે. ગોબરધન યોજના આખા દેશમાં ક્રાંતિ સાથે આગળ વધી રહી છે.
વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતવા વિકાસનો ધ્વજવાહક બની. છેલ્લા 8 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે કામ કર્યા. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે વિકાસની છલાંગ લગાવી છે. નવી શિક્ષણ સંસ્થાઓ વધતા નવી સીટો ઉભી થઈ છે. પહેલા એન્જિનિયરોની 20,000 સીટો હતી હવે 70,000 સીટો છે. વધુમાં તેણે કહ્યું કે, હવે દોડવાનો સમય પુરો થઈ ગયો છે. હવે છલાંગ લગાવવાનો સમય છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે ગુજરાતમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) ગુજરાતમાં છે. સૌથી મોટુ CNG ટર્મિનલ ગુજરાતમાં બની રહ્યુ છે. પહેલુ કન્ટેનર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં બની રહ્યુ છે. પહેલો બલ્ક ડ્રગ પ્લાન્ટ ગુજરાતમાં બની રહ્યો છે. દેશની પહેલી ગતિ શક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં બની રહી છે. દેશની પહેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ ગુજરાતમાં પણ બની રહી છે. દુનિયાની પહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં છે. તેમણે જણાવ્યુ કે ભાજપ સરકારના કામોના કારણે આજે દેશની તાકાત વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહીવટનો બહુ અનુભવ નહોતો. પરંતુ એ આપણું સદ્ભાગ્ય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પંચાયતથી લઈને વિધાનસભા સુધીનો લગભગ 25 વર્ષનો અનુભવ છે.