હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિનો કાર્યક્રમ શરૂ, કોંગ્રેસ-ભાજપ સહિતના કયા ટોચના નેતા ત્યાં જાય છે તેના પર સૌની નજર

હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિનો કાર્યક્રમ શરૂ, કોંગ્રેસ-ભાજપ સહિતના કયા ટોચના નેતા ત્યાં જાય છે તેના પર સૌની નજર
Hardik Patel's father's death anniversary program begins

હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિને લઈને વિરમગામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૬.૩૦ વાગ્યાથી રામધૂન તથા ગુરુના આશીર્વચનનો કાર્યક્રમ શરૂ થયો છે. બપોરે 12 વાગ્યે રામભોજન અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે સુંદરકાંડના પાઠ થશે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 12, 2022 | 3:15 PM

વિરમગામમાં હાર્દિક પટેલ (Hardik Patel) તેના પિતા ભરત પટેલની પુણ્યતિથિનું આયોજન કર્યું છે. જે નિમિતે રામધૂન,ગુરુ અમૃતવાણી, સુંદરકાંડના પાઠ, પ્રસાદ, રામભોજનનું આયોજન કરાયું છે. હાર્દિકના પિતાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં હાજર રહેવા કોંગ્રેસ (Congress) ના નેતાઓની સાથે ભાજપ (BJP) ના નેતાઓને આમંત્રણ આપ્યું છે. આજે સવારથી આ કાર્યક્રમ શરૂ થયો છે જે સાંજ સુધી ચાલશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલનના નેતાોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિને લઈને વિરમગામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૬.૩૦ વાગ્યાથી રામધૂન તથા ગુરુના આશીર્વચનનો કાર્યક્રમ શરૂ થયો છે. બપોરે 12 વાગ્યે રામભોજન અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે સુંદરકાંડના પાઠ થશે. આ કાર્યકાર્માં 3 હજારથી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં હાર્દિક પટેલના પાટીદાર આંદોલનના સાથીઓ પણ હાજરી આપવાના છે. આ સાથે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલા વિરમગામ પહોંચ્યા હોવાની વિગતો મળી રહી છે. ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલ પણ હાજરી આપે એવી શક્યતા હતી પણ તેમણે માત્ર શોક સંદેશો માકલ્યો છે. તેઓ પોતે હાજર રહેશે નહીં. ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓને પણ આમંત્રણ અપાયું હોવાથી રાજકીય દૃષ્ટિએ આ કાર્યક્રમ મહત્ત્વનો બની ગયો છે.

કાર્યક્રમને લઈને વિરમગામમાં હાર્દિકના ઘરે ઝાલાવાડી સોસાયટીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંડપ ઉભો કરી દેવાયો છે. સ્થાસ્થાનિક તંત્ર નાયબ કલેકટર, મામલતદાર, ચીફ ઓફીસર, અધિકારીઓએ હેલીપેડ જગ્યાએ તૈયારી શરૂ કરી છે. સોસાયટી બહાર રોડ રસ્તા બાવળો હટાવવા કામગીરી કરાઈ છે. ત્યારે હવે સૌની નજર ભાજપના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે કે કેમ અને તેના આગળની હાર્દિકની શું રણનીતિ રહેશે તેના પર રહેશે.

હાર્દિક પટેલની કોંગ્રેસ સાથેની નારાજગીના પગલે કોંગ્રેસના આગેવાનો વિચારી રહ્યા છે કે હાર્દિક પાસે જવું કે કેમ. તેમજ ખુદ મુખ્યમંત્રી હાર્દિકને સહાનુભૂતિ આપવા જવાના છે તેવી ચર્ચા છે. હાર્દિક કોંગ્રેસથી દૂર થઈ રહ્યો છે અને ભાજપની નજીક જઈ રહ્યો છે. જો કે, બીજી તરફ જગદીશ ઠાકોર એવો પણ દાવો કરી રહ્યા છે કે હાર્દિક સાથે સંવાદ ચાલુ છે અને જે કક્ષાએ સંવાદ કરવો પડે તે માટે પણ તૈયાર છે. ઉલ્લેખની છે કે, તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે. હાર્દિક પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે.

આ પણ વાંચોઃ Junagadh: પોષણક્ષમ ભાવ મેળવવા વિસાવદરના 306 ખેડૂતોએ મળીને બનાવી ખેત ઉત્પાદક સહકારી મંડળી

આ પણ વાંચોઃ Surat : કુદરતી હીરા બજારમાં રફ ડાયમંડની અછત અને શોર્ટ સપ્લાય જોતા મોટા ઉદ્યોગકારો સિન્થેટિક ડાયમંડ ઉત્પાદનના રસ્તે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati