ગુજરાત રાજ્યની ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિરમગામ બેઠકર ઉપરથી હાર્દિક પટેલનો ભવ્ય વિજય થયો છે અને હાર્દિકને 50, 000 જેટલા મત મળ્યા છે. ભાજપને શરૂઆતના ટ્રેન્ડમાં જોરદાર લીડ મળી હતી અને હાર્દિક પટેલ બહુમતી સાથે આગળ જોવા મળ્યા હતા. તે દરમિયાન સવારે જ ભાજપના નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિકે કહ્યું કે લોકોને ભાજપમાં વિશ્વાસ છે અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થયું હતું.