Gujarat Election: વર્ષ 2017થી કોંગ્રેસે અટકાવી દીધો આણંદ બેઠક પર ભાજપની જીતનો સીલસીલો, જાણો હવે શું છે મતદારોનો મિજાજ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Oct 14, 2022 | 7:07 PM

આણંદ (Anand) વિધાનસભા બેઠક (Assembly meeting) પર 2017માં ભાજપના વિજય રથને કોંગ્રેસના કાંતિ પરમારે બ્રેક મારી હતી. આપને જણાવી દઇએ કે 1962થી અહીં 14 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને 6-6 વખત જીત મળી છે.

Gujarat Election: વર્ષ 2017થી કોંગ્રેસે અટકાવી દીધો આણંદ બેઠક પર ભાજપની જીતનો સીલસીલો, જાણો હવે શું છે મતદારોનો મિજાજ
Image Credit source: TV9 GFX

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) હવે ગણતરીના મહિના બાકી છે. થોડા જ દિવસોમાં ચૂંટણી માટેની આચારસંહિતા (Code of Conduct) પણ લાગુ થવાની સંભાવના છે. ત્યારે રાજકીય પાર્ટીના ટોચના નેતાઓ જાત-જાતના વચન અને વાયદાઓની લ્હાણી કરીને મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે TV9ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં અમે તમને વાત કરીશું આણંદ બેઠકની, જ્યાં 2017માં ભાજપનો વિજય રથ અટકી ગયો અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો. 2017ની હારથી ભાજપનો 6 ટર્મનો જીતનો સીલસીલો અટકી પડ્યો અને કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો.

આણંદ વિધાનસભા બેઠક પર 2017માં ભાજપના વિજય રથને કોંગ્રેસના કાંતિ પરમારે બ્રેક મારી હતી. આપને જણાવી દઇએ કે 1962થી અહીં 14 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને 6-6 વખત જીત મળી છે. ત્યારે 2022ની ચૂંટણીમાં સત્તાના સમીકરણો બદલાયા છે. આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ત્યારે શું 2022ના જંગમાં 2017ના પરિણામોનું પુનરાવર્તન થશે કે પછી આવશે પરિવર્તન. શું ભાજપ પોતાની પરંપરાગત બેઠક પરત મેળવી શકશે. શું કોંગ્રેસ જીતના સિલસિલાને આગળ ધપાવી શકશે. કેવો છે મતદારોનો મિજાજ અમે તમને જણાવીએ.

કેટલા મતદારો?

  • કુલ મતદારો – 3 લાખ 13 હજાર 857
  • પુરૂષ મતદારો – 1 લાખ 59 હજાર 122
  •  સ્ત્રી મતદારો – 1 લાખ 54 હજાર 730

આણંદ વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસના કાંતિ પરમારને 98,168 મત મળ્યા હતા તો ભાજપના યોગેશ પટેલને 92,882 મત મળ્યા હતા. કોંગ્રેસના કાંતિ પરમાર 5,286 મતે જીત્યા હતા તો 2012ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપના દિલીપ પટેલને 82,956 મત મળ્યા હતા તો કોંગ્રેસના કાંતિ પરમારને 81,969 મત મળ્યા હતા. ભાજપના દિલીપ પટેલ 987 મતે જીત્યા હતા.

શું છે અહીંની મુખ્ય સમસ્યાઓ?

સરકારી હોસ્પિટલનો અભાવ હોસ્પિટલના અભાવે આરોગ્યના પ્રશ્નો ગટર વ્યવસ્થાના અભાવે ગંદકીનો પ્રશ્ન વીજળી, પાણી, રસ્તાની સમસ્યા

રાજકીય ઈતિહાસ

1962થી 2017 સુધી 14 વખત ચૂંટણી યોજાઇ 6 વખત કોંગ્રેસ, 6 વખત ભાજપની જીત થઇ 1965થી 1985 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો કોંગ્રેસના રણછોડ સોલંકી 3 ટર્મ ચૂંટાયા હતા 35 વર્ષે 1995માં ભાજપને પ્રથમ જીત મળી હતી 1995થી 2014 સુધી બેઠક પર ભાજપનું રાજ સતત 6 ટર્મ સુધી ભાજપનો ભગવો લહેરાયો હતો 1995થી 3 ટર્મ ભાજપના દિલીપ પટેલ ચૂંટાયા હતા 2017માં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડુ પાડ્યું હતું કોંગ્રેસના કાંતિ પરમારે બેઠક આંચકી લીધી હતી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati