Gujarat Elections 2022: ઝાલાવાડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો શું છે ચૂંટણી સમીકરણ

Gujarat Election 2022: સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે. કપાસ, જીરુ, બાજરી, ઘઉં અને ચણા અહીંના મુખ્ય પાકો છે. પાટડી, બજાણા, ખારાઘોડા જેવા વિસ્તારો આજે પણ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.

Gujarat Elections 2022: ઝાલાવાડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો શું છે ચૂંટણી સમીકરણ
Surendranagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 9:47 PM

ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હંમેશા રસાકસી જોવા મળે છે. જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો આવેલી છે, જેમાંથી વઢવાણ એક એવી બેઠક છે જે ભાજપનો દબદબો છે. બાકીની 4 બેઠકો ચોટીલા, લીમડી, દસાડા અને ધ્રાંગધ્રા બેઠક પર દરેક વિધાનસભા ચૂંટણીમાં પરિણામો બદલાતા રહે છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 5માંથી 4 બેઠકો કોંગ્રેસે જીતી હતી જ્યારે વઢવાણ બેઠક ભાજપ કબ્જે કરવામાં સફળ રહી હતી.

આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર સૂકો રહે છે, મીઠાનું ઉત્પાદન પણ આ જિલ્લામાં થાય છે. આ જિલ્લામાં અગરિયા સમાજ મીઠાનું ઉત્પાદન કરે છે. ઘુડખર અભયારણ્ય પણ આ જિલ્લામાં આવેલુ છે. પાટડી, બજાણા, ખારાઘોડા જેવા વિસ્તારો હજુ પણ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. આ જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. કપાસ, જીરું, બાજરી, ઘઉં અને ચણા અહીંના મુખ્ય પાકો છે. અહીં નર્મદાનું પાણી પહોંચી ગયું છે, પરંતુ હજુ પણ મોટા ભાગનો વિસ્તાર હજુ સૂકો છે. વિકાસની આ ગતિમાં આ જિલ્લો પછાત જ કહી શકાય.

ચોટિલા વિધાનસભા

આ વિધાનસભામાં કોળી પટેલોની સંખ્યા સૌથી વધુ છે અને તેથી જ રાજકીય પક્ષો અહીં કોળી ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવાનું પસંદ કરે છે. 2017માં કોંગ્રેસે અહીંથી ઋત્વીત મકવાણાને મેદાને ઉતાર્યા હતા અને તેઓ જીત્યા હતા. આથી પાર્ટીએ તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે અહીં શ્યામજીભાઈ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે, શ્યામજી ચૌહાણ રાજકારણના જૂના ખેલાડી છે. 2012માં ભાજપમાંથી તેઓ આ સીટ જીતી ચૂક્યા છે. એક વખત અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આ બેઠક પર જાતિનો મુદ્દો અન્ય તમામ મુદ્દાઓ પર હાવી રહે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

દસાડા વિધાનસભા

અનુસૂચિત જાતિ માટે આ અનામત બેઠક છે. 2017માં કોંગ્રેસે આ બેઠક પરથી નૌશાદ સોલંકીને મેદાને ઉતાર્યા હતા અને આ વખતે પણ કોંગ્રેસે તેમને જ ટિકિટ આપી છે. પાટડી ઉપરાંત લખતર તાલુકાના 92 ગામનો આ વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, બેરોજગારી અને પાણીની સમસ્યા મુખ્ય છે. આ વિસ્તારમાં સ્થળાંતર એક મોટી સમસ્યા છે. દૂરના ગામમાંથી મતદાન મથક સુધી આવવું એ મોટી સમસ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હંમેશા ખરાખરીનો જંગ રહે છે. અહીં અનુસૂચિત જાતિ 14%, મુસ્લિમ 10%, પટેલ 10%, રાજપૂત ક્ષત્રિય 10%, તળપદા 11% અને કોળીની 15% વસ્તી છે. આ સૂકા વિસ્તારની ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત છે. અહીંનો ખેડૂત નિમ્ન અને મધ્યમ વર્ગનો છે. આ બેઠક પર દરેકની નજર રહે છે. બંને પાર્ટી અહીંથી માત્ર પ્રતિષ્ઠિત લોકોને જ મેદાનમાં ઉતારે છે.

ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પુરુષોત્તમ સાબરીયાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે અહીંથી જયરામ સોનાગરાને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક કોંગ્રેસે જીતી હતી. 2019માં પુરૂષોત્તમ સાબરીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ફરીથી પુરુષોત્તમ સાબરીયાએ જીત મેળવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને હરાવ્યા હતા. હવે ચૂંટણીમાં ભાજપે અહીંથી પ્રકાશ વરમોરાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે છત્રસિંહ ગુજરિયાને ટિકિટ આપી છે.

અહીંના લોકો છત્રસિંહ ગુજરિયાને પપ્પુભાઈના નામથી ઓળખે છે. કોંગ્રેસે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને અહીં ટિકિટોની વહેંચણી કરી છે. અહીં કોળી 23 ટકા, પટેલ 21 ટકા, અનુસૂચિત જાતિ 10 ટકા, ક્ષત્રિય 11 ટકા, દલવાડી 13 ટકા અને માલધારી 9 ટકા છે. આ સીટ પર પણ હંમેશા ખરાખરીનો જંગ રહે છે. આમ આદમી પાર્ટીએ પણ વાઘજીભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે અને અહીં પણ જ્ઞાતિના મતોનું વિભાજન થવાનુ નક્કી છે. ગળાકાપ હરિફાઈને પગલે આ બેઠક પર કોણ કોના ઉપર વિજય મેળવશે તે અગાઉથી કહેવું મુશ્કેલ છે.

વઢવાણ વિધાનસભા બેઠક

આ વિધાનસભા મત વિસ્તારનો મોટાભાગનો વિસ્તાર શહેરી છે. ભાજપે આ બેઠક પર ભાજપે અગાઉ જીજ્ઞાબેન પંડ્યાના નામની જાહેરાત કરી હતી અને બાદમાં તેને બદલીને જગદીશ મકવાણા ઉમેદવાર જાહેર કર્યા હતા. જીજ્ઞાબેન જૈન હતા અને તેમણે બ્રાહ્મણ સમાજમાં લગ્ન કર્યા હતા, આથી એ બંને જ્ઞાતિના ઉમેદવાર તરીકે તેમને જોવાઈ રહ્યા હતા. પરંતુ પાર્ટીએ તેમની ટિકિટ કાપીને જગદીશ મકવાણાને ટિકિટ આપી છે. જેના કારણે જૈન સમાજ અને બ્રાહ્મણ સમાજ ભાજપથી નારાજ થયો છે. જોકે ભાજપ દાવો કરી રહ્યું છે કે નારાજ લોકોને મનાવી લેવામાં આવ્યા છે. પરંતુ આવું દેખાઈ નથી રહ્યુ. કોંગ્રેસે અહીં તરૂણ ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે.

આ વિધાનસભામાં 9% જૈન, રાજપૂત 8%, પટેલ 14%, મુસ્લિમ 10% અને SC 12% છે. કોંગ્રેસના નવા ઉમેદવાર ઓબીસી ચહેરો છે. આ વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારની જુદી જુદી સમસ્યાઓ છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના મતદારોનો પોતાનો મિજાજ છે. બ્રાહ્મણ સમુદાય પણ અહીં મહત્વની ભૂમિકામાં છે. ભાજપે જૈન અને બ્રાહ્મણ બંને જાતિઓની નારાજગી વહોરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે આનાથી ભાજપને ફાયદો થાય છે કે નુકસાન. છેલ્લી કેટલીક ચૂંટણીઓથી આ બેઠક ભાજપ સમર્થિત બેઠક રહી છે. જો કે આ ચૂંટણી દરમિયાન ઉમેદવાર બદલવાના કારણે પાર્ટીને થોડું નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે.

લીંબડી વિધાનસભા બેઠક

લીંબડી વિધાનસભાને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. 2017માં સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા સોમાભાઈ પટેલે પાર્ટી સામે બળવો કરી દેતા અહીં ફરી પેટાચૂંટણી યોજાઈ હતી. આપેટાચૂંટણીમાં ભાજપે ફરી કિરીટસિંહ રાણાને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપી. જેમા કિરીટસિંહ રાણા જીત્યા હતા

પરંતુ આ વખતે કોંગ્રેસે અહીં કલ્પનાબેન મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને ભાજપે ફરીથી કિરીટસિંહ રાણા પર દાંવ લગાવ્યો છે. 5 વર્ષમાં અહીં 2વાર ચૂંટણી યોજાઈ ચુકી છે. અહીં રસ્તા, વીજળી, પાણી અને બેરોજગારી જેવા મુદ્દાઓ મુખ્ય છે.

કોંગ્રેસના ઉમેદવાર નવો ચહેરો છે, જ્યારે ભાજપના ઉમેદવારને આ બેઠક પર 7 વખત ચૂંટણી લડવાનો અનુભવ છે અને તેમના રાજકીય અનુભવને કારણે પાર્ટીએ તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. અહીં પણ જ્ઞાતિ સમીકરણ તમામ મુદ્દાઓ પર હાવી છે. હાર-જીતનું માર્જિન ઘણુ ઓછુ રહે છે. કોળી મતદારો 35%, SC 17%, ક્ષત્રિય રાજપૂત 25%, માલધારી 15%, દલવાડી 11%, ચુવાળીયા કોળી 10% છે. ભાજપના વર્તમાન ઉમેદવાર ક્ષત્રિય છે. જો કોળી મતદારોનું સમર્થન તેમને મળશે તો ફરી એકવાર તેમનો વિધાનસભાનો રસ્તો આસાન થવાની ખાતરી છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">