Gujarat Election 2022 : ઉત્તરપ્રદેશના CM યોગીનો ગુજરાતમાં હુંકાર, ફરી બનશે BJPની ડબલ એન્જિન સરકાર

ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની ધરતી પર આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં કચ્છમાં પ્રચાર અભિયાન માટે પહોંચ્યા હતા.

Gujarat Election 2022 : ઉત્તરપ્રદેશના CM યોગીનો ગુજરાતમાં હુંકાર, ફરી બનશે BJPની ડબલ એન્જિન સરકાર
Gujarat Election 2022Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 11:46 PM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ  જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી  ગુજરાતમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  કચ્છમાં પ્રચાર અભિયાન માટે પહોંચ્યા હતા. કચ્છની ધરતી પરથી ઉત્તરપ્રદેશના CM યોગી એ હુંકાર કર્યો  હતો  કે, ગુજરાતમાં ફરી બનશે BJPની ડબલ એન્જિન સરકાર.

પોતાના સંબોધન દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યુ કે, દ્વારકાના પુનનિર્માણનું કાર્ય 5 હજાર વર્ષ પછી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરુ કરવામાં આવ્યુ છે. ભગવાન શ્રી કૃષ્ણના એક મંદિરનું પુનનિર્માણ થઈ રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારકા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર પબુભા  માણેકની  ચૂંટણી પ્રચાર સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કચ્છમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે સભા દરમિયાન કહ્યુ કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર 2023ના અંત સુધીમાં બની જશે. જે ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હશે.  ઉત્તર  પ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે , કોંગ્રેસ પાર્ટી ભારતીયોની આસ્થાનું સમ્માન નથી કરતી. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં હોત તો અયોધ્યામાં રામ મંદિર બનાવવું અશક્ય હતુ.

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">