Gujarat Election 2022: વર્ષ 2002થી આ બેઠક પર છે ભાજપનો દબદબો, આ વખતે કેવા હશે સત્તાના સમીકરણ, જાણો સાબરમતીના મતદારોનો મિજાજ

સાબરમતી બેઠકના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો અહીં વર્ષ 1962થી 2017 સુધી 12 વખત ચૂંટણી (Election) યોજાઈ હતી. વર્ષ 1995માં પ્રથમવાર  ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. આટલા વર્ષોમાં 6 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસ જીતી હતી. 1990 સુધી  સાબરમતીની બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો  રહ્યો હતો.

Gujarat Election 2022: વર્ષ 2002થી આ બેઠક પર છે ભાજપનો દબદબો, આ વખતે કેવા હશે સત્તાના સમીકરણ, જાણો સાબરમતીના મતદારોનો મિજાજ
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 2:36 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે, દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવી રહી છે, ત્યારે TV9ની વિશેષ રજૂઆતમાં વાત એક એવી વિધાનસભા બેઠકની  વાત કરીએ જ્યાં એક સમયે  કોંગ્રેસની સત્તા હતી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનો દબદબો છે. અમદાવાદ જિલ્લાની સાબરમતી વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2002થી ભાજપનો દબદબો છે વર્ષ 2002થી 2017 સુધી અહીં ભાજપનું જ શાસન રહ્યું છે ત્યારે આ બેઠકના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1995 અને 1998માં ભાજપના યતીન ઓઝા ચૂંટાયા હતા.

ત્યારબાદ પ્રથમવાર ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. જોકે બેઠક ખાલી પડતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસના નરહરિ અમીને ભાજપને ઝટકો આપી, પરંપરાગત બેઠક કબજે કરી હતી. જોકે મોદી લહેરની અસર અહીં જોવા મળી અને 2002 વિધાસનભા ચૂંટણી બાદ ભાજપની જીતની પરંપરા શરૂ થઈ હતી. એટલે કે 2002થી 2017 સુધી અહીં ભાજપનું રાજ છે.

જાણો સાબરમતી બેઠકનો રાજકીય ઈતિહાસ

સાબરમતી બેઠકના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો અહીં વર્ષ 1962થી 2017 સુધી 12 વખત ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1995 પ્રથમવાર  ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. આટલા વર્ષોમાં 6 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસ જીતી હતી. 1990 સુધી સાબરમતીની બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો  રહ્યો હતો, ત્યારબાદ પરિવર્તનની લહેર આવી અને વર્ષ 1995 અને 1998માં ભાજપના યતીન ઓઝા અહીં જીતી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

2001ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નરહરી અમીન જીત્યા હતા. જોકે છેલ્લી 4 ટર્મથી સતત ભાજપનો ભગવો અહીં લહેરાઈ રહ્યો છે.  છેલ્લી 2 ટર્મથી ભાજપના અરવિંદ પટેલ સાબરમતી બેઠક પરથી  ધારાસભ્ય છે. જોકે 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે. ભાજપે આ વખતે પાટીદાર ચહેરો એવા હર્ષદ પટેલને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે દિનેશ મહિડાને આગળ કર્યા છે. ત્યારે 2022ની ચૂંટણીમાં કેવા રાજકીય સમીકરણો રચાય છે તે જોવું રહ્યું.

વર્ષ 2017ની ચૂંટણી અંગેની વિગતો

  1. ભાજપના અરવિંદ પટેલને 1,13,503 મત મળ્યા હતા. કોંગ્રેસના જિતુ પટેલને 44,693 મત મળ્યા હતા, ભાજપના અરવિંદ પટેલ 68,810 મતે જીત્યા હતા.

2012ની ચૂંટણીનું પરિણામ

  1. ભાજપના અરવિંદ પટેલને 1,07,036 મત મળ્યા હતા અને કોંગ્રેસના ભરત પટેલને 39,453 મત મળ્યા હતા તો ભાજપના અરવિંદ પટેલ 67,583 મતે જીત્યા હતા.

જાણો ક્યારે કોણ જીત્યુ

Gujarat Election 2022

Gujarat Election 2022

2017 વિધાનસભા – ભાજપના અરવિંદ પટેલ જીત્યા 2012 વિધાનસભા – ભાજપના અરવિંદ પટેલ જીત્યા 2007 વિધાનસભા – ભાજપના ગીતા પટેલ જીત્યા 2002 વિધાનસભા – ભાજપના જીતુ પટેલ જીત્યા 2001 પેટાચૂંટણી – કોંગ્રેસના નરહરિ અમીન જીત્યા -1998 વિધાનસભા – ભાજપના યતીન ઓઝા જીત્યા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">