Gujarat Election 2022: ચૂંટણી પૂર્વે રવિન્દ્ર જાડેજાએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો કેમ કર્યો શેર ? જાણો વિગત

રવિન્દ્ર જાડેજાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલો વીડિયો જૂના કાર્યક્રમનો છે જેમાં બાળા સાહેબ કહી રહ્યા છે કે મારી પાસે કહેવા માટે ફકત એટલું છે કે જો નરેન્દ્ર મોદી જશે તો ગુજરાત જશે. સાથે જ જાડેજાએ આ પોસ્ટમાં લખ્યું છે કે હવે સમય આવી ગયો છે ગુજરાતીઓ સમજી જાવ.

Gujarat Election 2022:  ચૂંટણી પૂર્વે રવિન્દ્ર જાડેજાએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો કેમ કર્યો શેર ? જાણો વિગત
Ravindra jadeja share video on twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 9:01 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન  2022:   રવિન્દ્ર જાડેજાના પત્ની રીવા બાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે  રવિન્દ્ર જાડેજાએ ગત રોજ તેમના  ટ્વિટર હેન્ડલ  ઉપર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ થયેલો વીડિયો એક વીડિયો જૂના કાર્યક્રમનો છે. જેમાં બાળાસાહેબ ઠાકરે કહી રહ્યા છે કે  ‘મારી પાસે કહેવાનું ફકત એટલું જ છે કે નરેન્દ્ર મોદી જશે તો ગુજરાત જશે. ‘ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ગુજરાત ચૂંટણીમાં પત્ની રીવા બાના ચૂંટણીમાં વ્યસ્ત હતા,  તે દરમિયાન તેમણે શિવસેનાના સ્થાપક બાળા સાહબે ઠાકરેનો એક વીડિયો શેર કર્યો હતો.  આ પોસ્ટની સાથે જ ગુજરાતીઓને ખાસ સલાહ પણ આપી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગુજરાત ઈલેક્શન 2022 :  શું છે આ વીડિયોમાં

રવિન્દ્ર જાડેજાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલો વીડિયો જૂના કાર્યક્રમનો છે જેમાં બાળા સાહેબ કહી રહ્યા છે કે મારી પાસે કહેવા માટે ફકત એટલું છે કે જો નરેન્દ્ર મોદી જશે તો ગુજરાત જશે. સાથે જ જાડેજાએ આ પોસ્ટમાં લખ્યું છે કે હવે સમય આવી ગયો છે ગુજરાતીઓ સમજી જાવ. દરમિયાન  રીવા બાએ રાજકોટમાં આજે મતદાન કર્યું હતું. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસના ઉમેદવાર છે અને રવિન્દ્ર જાડેજાના પિતા કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે.

 ગુજરાત ચૂંટણી 2022: આજે ગુજરાતમાં  પ્રથમ તબક્કાનું મતદાન

આજે ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાનની શરૂઆત થઈ છે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.  ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા  કરવામાં આવી છે.  મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">