Gujarat Election 2022 : ગુજરાતના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની એન્ટ્રી, સોમવારે સુરત અને રાજકોટમાં સભા ગજવશે

Gujarat Election 2022 : ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે.

Gujarat Election 2022 : ગુજરાતના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની એન્ટ્રી, સોમવારે સુરત અને રાજકોટમાં સભા ગજવશે
Rahul Gandhi In Gujarat
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 20, 2022 | 10:36 PM

Gujarat Election 2022 : ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ત્યારે આવતીકાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રિઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે.સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે. આ સભાને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati