Gujarat Election 2022: મત ગણતરી માટેની તૈયારીઓને અપાયો આખરી ઓપ, કયાં થશે કઈ વિધાનસભાની મતગણતરી, જાણો સમગ્ર વિગતો

મતગણતરીની (couting) પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ. એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા માટે મતદાન ગણતરી સેન્ટર સહિત કંટ્રોલ રૂમ અને cctv કંટ્રોલ રૂમ સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઇ રહી છે.

Gujarat Election 2022: મત ગણતરી માટેની તૈયારીઓને અપાયો આખરી ઓપ, કયાં થશે કઈ વિધાનસભાની મતગણતરી, જાણો સમગ્ર વિગતો
Preparations for counting of votes have been finalized
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 28, 2022 | 6:01 PM

વિધાનસભા ચૂંટણી 2022: પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં પહેલા તબક્કાનું 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. મતદાન બાદ તુરંત મતગણતરીની તૈયારીઓ કરવામાં આવશે અને તેના માટે તંત્ર સજજ છે તો ચૂંટણી પંચ પણ મતદાન અને મતગણતરીની કામગીરીને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બર 21 વિધાનસભામાં 5,599 બૂથ પર મતદાન પ્રક્રિયા થશે. જે પ્રક્રિયાને લઈને EVMના પહેલા અને બીજા તબક્કાના રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.

તેમજ બેઠક અને ઉમેદવારના નામ પ્રમાણે મશીનોની ફાળવણી પણ કરી દેવાઈ છે. તેમજ તેની સાથે સાથે મતગણતરીની પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ. એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા માટે મતદાન ગણતરી સેન્ટર સહિત કંટ્રોલ રૂમ અને CCTV  કંટ્રોલ રૂમ સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે. જેથી પારદર્શિતા જળવાઈ રહે અને અગાઉથી કરેલી સચોટ કામગીરીને કારણે કોઈ અડચણ ઉભી ન થાય.

ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદમાં પોલિટેકનિક અને એલ.ડી.એન્જિનિયરિંગ સહિતના સ્થળે થશે મતગણતરી

મતગણતરી સેન્ટરની કેટલીક બારીક વિગતો પર નજર કરીએ તો ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ અને 23 કાઉન્ટીંગ રૂમ અને મોનીટરીંગ માટે cctv કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. જ્યાં અમદાવાદ શહેરી અને જિલ્લાની 21 વિધાનસભાના 249 ઉમેદવારોની હારજીતની ખબર પડશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કઈ કોલેજ પર કઈ વિધાનસભા બેઠકની થશે મતગણતરી જાણો સમગ્ર વિગતો

ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભાની મતગણતરી થશે

  • વિરમગામ
  • સાણંદ
  • નિકોલ
  • દસક્રોઈ
  • ધોળકા
  • ધંધુકા

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભાની મતગણતરી થશે

  • ઘાટલોડિયા
  • વેજલપુર
  • વટવા
  • એલિસ બ્રિજ
  • નારણપુરા
  • અમરાઈવાડી
  • મણીનગર
  • સાબરમતી

ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી થશે

  • નરોડા
  • ઠક્કરબાપા નગર
  • બાપુનગર
  • દરિયાપુર
  • જમાલપુર ખાડિયા
  • દાણીલીમડા
  • અસારવા

જાણો  કઈ વિધાનસભામાં કેટલા ઉમેદવાર ઉભા છે.

  1. વિરમગામ -14
  2. સાણંદ- 15
  3. ઘાટલોડીયા -9
  4. વેજલપુર- 15
  5. વટવા- 14
  6. એલિસબ્રિજ -9
  7. નારણપુરા -5
  8. નિકોલ -12
  9. નરોડા -17
  10. ઠક્કરબાપા નગર -9
  11. બાપુનગર -29
  12. અમરાઈવાડી- 17
  13. દરિયાપુર- 7
  14. જમાલપુર ખાડિયા- 8
  15. મણીનગર- 9
  16. દાણીલીમડા- 12
  17. સાબરમતી- 9
  18. અસારવા- 7
  19. દસક્રોઈ -6
  20. ધોળકા- 15
  21. ધંધુકા- 11

ગુજરાત ચૂંટણી 2022: બાપુનગરમાં સૌથી વધુ 29 ઉમેદવાર જ્યારે નારણપુરામાં સૌથી ઓછા ઉમેદવાર

અમદાવાદમાં 249 ઉમેદવારો ઉભા છે. જેમાં સૌથી વધુ બાપુનગર બેઠક પર 29 ઉમેદવાર છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર નારણપુરા બેઠક પર છે. જેમાં અપક્ષના ઉમેદવાર અન્ય ઉમેદવારોને સામાન્ય અસર કરી શકે છે. કેમ કે તે વોટ તોડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે તેમ છતાં વિવિધ પાર્ટી અને ઉમેદવાર પોતાની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે સ્પષ્ટ જોવા મળશે કે આખરે ક્યાં પક્ષના ક્યાં ઉમેદવાર ની કેટલી લીડ સાથે જીત થઈ છે. અને કોની હાર થઈ છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">