Gujarat Election 2022: PM મોદી, વિવિધ રાજકીય પક્ષથી લઇને ચૂંટણી પંચે લોકોને મતદાન કરવા કરી અપીલ

Gujarat assembly election 2022: પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે જ અન્ય રાજકીય પક્ષ અને ચૂંટણી પંચે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

Gujarat Election 2022: PM મોદી, વિવિધ રાજકીય પક્ષથી લઇને ચૂંટણી પંચે લોકોને મતદાન કરવા કરી અપીલ
| Edited By: | Updated on: Dec 01, 2022 | 9:29 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યુ છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઇ જશે. પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે જ અન્ય રાજકીય પક્ષ અને ચૂંટણી પંચે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીનું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે મતદાન કરવા લોકોને અપીલ કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવા વિનંતી કરી છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારને PM મોદીએ મતદાન કરવાનું આહવાન કર્યુ છે. PM મોદીએ ટ્વિટમાં લખ્યુ છે કે યુવાનો વિક્રમ જનક અને મોટી સંખ્યામાં મતદાન કરે.

અમિત શાહે પણ મતદાન કરવા કરી અપીલ

ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, વિકાસ યાત્રાને યથાવત્ રાખવા મોટી સંખ્યામાં મતદાન કરો

CM ભુપેન્દ્ર પટેલ ટ્વિટ કરી મતદાન કરવા અપીલ કરી

આમ આદમી પાર્ટીના વડા અને CM અરવિંદ કેજરીવાલની અપીલ

AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની મતદાન કરવા અપીલ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

તો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પણ મતદાનનું મહત્વ સમજાવી મતની શક્તિનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. પી. ભારતીએ જણાવ્યું કે, લોકશાહી ના આ પવિત્ર પર્વ માં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે ? તેમ માનવું જરા પણ વાજબી નથી. એક મત ની કિંમત પાણીના એવા ટીપાં જેટલી છે જે સમુદ્ર બનાવે છે. જો પાણીનું એક ટીંપુ વિચારે કે હું ના હોવ તો સમુદ્ર ને શું ફર્ક પડે અને આ રીતે બધાં જ પાણીનાં ટીપાં વિચારે તો સમુદ્ર જ ના રચાય. એટલે મત તો જરૂર આપવાનો.

Published On - 8:34 am, Thu, 1 December 22