Gujarat Election 2022: મનસુખ માંડવિયાએ ભાજપના ઉમેદવારના પ્રચારમાં ગજવી સભાઓ, કોંગ્રેસ અને આપ પર કર્યાં આકરા પ્રહાર

આ સભામાં સંબોધન કરતા મનસુખ માંડવિયાએ કોંગ્રેસના સમયના જૂના દિવસોને યાદ કરવાની સાથે સાથે  હાલની સરકારના વિકાસની વાતો કરી હતી.  ગુજરાતની ભાજપ સરકાર તથા કેન્દ્રની વર્તમાન સરકારે ખેડૂતો,ગરીબ વર્ગ તથા તમામ લોકોને સાથે રાખીને કરેલા વિકાસની વાત કરતા મનસુખ માંડવિયાએ કચ્છની છ તથા ગુજરાતની તમામ બેઠકો પર  ભાજપને રેકોર્ડ બ્રેક જીત મેળવવાનો દાવો કર્યો હતો.

Gujarat Election 2022: મનસુખ માંડવિયાએ ભાજપના ઉમેદવારના પ્રચારમાં ગજવી સભાઓ, કોંગ્રેસ અને આપ પર કર્યાં આકરા પ્રહાર
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાImage Credit source: ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 9:37 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કચ્છમાં બે વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગાંધીધામના મહિલા ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના પ્રચાર સાથે ગાંધીધામ વિસ્તારના ઉદ્યોગપતિ અને વેપારીઓને પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મળ્યા અને તેમના પ્રશ્નો તથા તેમના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરી હતી.તેમણે પ્રચાર દરમિયાન કચ્છના સમૃદ્ધ એવા માધાપર ગામમાં પાટીદારોને આકર્ષવા માટે મનસુખ માંડવિયાએ સભા કરી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ વિધાનસભા બેઠક પર ત્રણેય રાજકીય પાર્ટીઓએ ખમતીધર ઉમેદવારને મેદાને ઉતારતા ભુજ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની છે. તેવામાં પાટીદારની બહુમતી વસ્તી ધરાવતા માધાપર ગામમાં સભાને સંબોધન કરી પાટીદાર મતદારોને આકર્ષવા માટે ભાજપે પ્રયત્ન કર્યો હતો.

આ સભામાં સંબોધન કરતા મનસુખ માંડવિયાએ કોંગ્રેસના સમયના જૂના દિવસોને યાદ કરવાની સાથે સાથે  હાલની સરકારના વિકાસની વાતો કરી હતી.  ગુજરાતની ભાજપ સરકાર તથા કેન્દ્રની વર્તમાન સરકારે ખેડૂતો,ગરીબ વર્ગ તથા તમામ લોકોને સાથે રાખીને કરેલા વિકાસની વાત કરતા મનસુખ માંડવિયાએ કચ્છની છ તથા ગુજરાતની તમામ બેઠકો પર  ભાજપને રેકોર્ડ બ્રેક જીત મેળવવાનો દાવો કર્યો હતો. તો રાહુલ ગાંધી તથા આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા મનસુખ માંડવિયાએ તેમના વચનોને માત્ર વાયદાઓ ગણાવ્યા હતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">