Gujarat Election 2022 Live : ગુજરાતમાં ભાજપનો આક્રમક પ્રચાર શરૂ, નવસારીમાં જેપી નડ્ડા અને સુરતમાં ‘બાબા બુલડોઝર’ મેદાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 18, 2022 | 9:54 PM

Gujarat Assembly Election Live : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે ક્યારેય પોતાના મતવિસ્તારમાં ગાડીઓમાં પણ ન જોવા મળતા નેતાઓ હવે ચાલીને જનતાની નજીક પહોંચી રહ્યા છે. જાણો ચૂંટણીને લગતા તમામ મહત્વના સમાચાર અહીં

Gujarat Election 2022 Live : ગુજરાતમાં ભાજપનો આક્રમક પ્રચાર શરૂ, નવસારીમાં જેપી નડ્ડા અને સુરતમાં 'બાબા બુલડોઝર' મેદાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત
Gujarat Election Live Updates

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા . જ્યારે બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજા તબક્કામાં ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. આજથી ભાજપ પ્રચંડ પ્રચાર શરૂ કરશે, ચૂંટણીના પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. તો કામિનીબા રાઠોડની ટિકિટ કપાયા બાદ તેણે કોંગ્રેસમાં રૂપિયા લઇને ટિકિટ વેચાતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો છે. તો આ તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરકાર રચવાના દાવા કરતી AAP પાર્ટી ઉમેદવારોને બચાવવાની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ત્રણેય રાજકીય પાર્ટીઓ આજથી પ્રચંડ પ્રચારમાં લાગી છે, ત્યારે મતદારો ક્યા પક્ષ પર વિશ્વાસ કરે છે તે પરિણામ જ બતાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Nov 2022 09:53 PM (IST)

    કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણે પ્રભાતસિંહ વિશે કહી આ વાત

    પંચમહાલના કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણે સ્ફોટક નિવેદન આપ્યું છે.કાલોલના કોંગ્રેસ ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને લઈ કહ્યું જે પોતાના ન થયા તે બીજાના શું થવાના છે? પ્રભાતસિંહ ચૌહાણ સુમન ચૌહાણના સસરા છે. કાલોલના ભાજપ ઉમેદવાર ફતેસિંહના ચૂંટણી પ્રચારમાં સુમન ચૌહાણે નિવેદન આપ્યું હતું. સુમન ચૌહાણના સસરા પ્રભાતસિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાંથી કાલોલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

  • 18 Nov 2022 09:51 PM (IST)

    IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી ઓબ્ઝર્વર તરીકેના ફોટા મૂકવા પડ્યા ભારે, ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ

  • 18 Nov 2022 09:51 PM (IST)

    ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયાનો ડિજિટલ પ્રચાર

  • 18 Nov 2022 09:49 PM (IST)

    Gujarat Election 2022: આવતીકાલથી વડાપ્રધાન મોદી આવશે ગુજરાત

  • 18 Nov 2022 09:46 PM (IST)

    સુરતમાં યોગી આદિત્યનાથે સંબોધી સભા, કહ્યુ મોદી હૈ તો મુમકિન એ માત્ર સ્લોગન નથી, વાસ્તવિક્તા છે

    ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે સુરતમાં ચૂંટણી સભા સંબોધી હતી. પ્રચાર માટે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બે ચૂંટણી રેલી સંબોધી હતી. પહેલા તેમણે મોરબીના વાંકાનેરમાં અને ત્યારબાદ સુરતમાં સભા સંબોધી હતી. યોગીએ સુરતમાં સભા દરમિયાન જણાવ્યુ કે પીએમ મોદીન દૃઢ ઈચ્છાશક્તિને કારણે જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યુ છે.  2024 સુધીમાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુમાં તેમણે કહ્યુ કે કાશીમાં કાશીવિશ્વનાથધામ પીએમ મોદીના વિઝન તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનું જ પરિણામ છે. વધુમાં યોગીએ કહ્યુ મોદી હૈ તો મુમકિન હે, એ માત્ર સ્લોગન નથી, વાસ્તવિક્તા છે.

  • 18 Nov 2022 08:25 PM (IST)

    Gujarat Election 2022: આસામના સીએમ હિમંત બિસ્વાએ ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતનો કર્યો દાવો

    ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના સીએમ હેમંત બિસ્વાએ ભાજપની રેકોર્ડ બ્રેક જીતનો દાવો કર્યો છે. Tv9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની 130થી વધુ બેઠકો આવશે. અને આમ આદમી પાર્ટીની કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યુ ગુજરાત મોડેલ આમ આદમી પાર્ટી કરતા અનેકગણુ સારુ છે. આપ ગુજરાતને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે. આપ ગુજરાતને ક્યુ મોડેલ આપશે ?

  • 18 Nov 2022 06:20 PM (IST)

    ગોળી મારવાના નિવેદન પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની વધશે મુશ્કેલી, ચૂંટણી પંચની સુઓમોટો

    વડોદરાના વાઘોડીયા બેઠક પરના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની વધશે મુશ્કેલી. મધુ શ્રીવાસ્તવના ગોળી મારવાની ખુલ્લી ધમકી પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મધુ શ્રીવાસ્તવના ગોળી મારવાના નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લીધો છે. અને ચૂંટણી પંચે વડોદરા કલેકટર પાસે સમગ્ર બાબતે રિપોર્ટ માગ્યો છે.

  • 18 Nov 2022 05:56 PM (IST)

    Gujarat Election 2022: ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દિનેશ પટેલે આપ્યુ રાજીનામુ

    વડોદરાઃ પાદરા વિધાનસભા બેઠકથી અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ છે. ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દિનેશ પટેલે રાજીનામુ ધરી દીધુ છે. ચકાસણીન ફોર્મ મંજૂર થતા દિનેશ મામાએ મોટો નિર્ણય લીધો છે. ભાજપમાંથી ટિકિટ નહીં મળતા દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી કરી છે. દિનુમામાની અપક્ષ ઉમેદવારીથી ભાજપને નુકસાન થવાની શક્યતા છે. ગુરુવારે જ પાટીલે બળવાખોરોને ફોર્મ પરત ખેંચવા ચીમકી આપી હતી.

  • 18 Nov 2022 05:13 PM (IST)

    ચૂંટણીપંચે IAS અધિકારીને જનરલ ઓબ્ઝર્વરના પદેથી હટાવ્યા

    IAS અધિકારી અભિષેક સિંહ વિરુદ્ધ ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે. ચૂંટણીપંચે IAS અધિકારીને જનરલ ઓબ્ઝર્વરના પદેથી હટાવ્યા છે. ઓબ્ઝર્વર અભિષેક સિંધને ઇન્સ્ટા પર પોસ્ટ મુકવા બદલ હટાવાયા છે. IAS અધિકારી વિરુદ્ધ આમ આદમી પાર્ટી તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. અધિકારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. તો સમગ્ર મામલે કિશન બાજપાઈને તપાસની જવાબદારી સોપવામાં આવી છે.

  • 18 Nov 2022 05:11 PM (IST)

    જે.પી.નડ્ડાએ નવસારીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા. કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા પર આક્ષેપ કરતા જે.પી.નડ્ડાએ જણાવ્યું કે આ ‘ભારત જોડો’ નહીં ‘ભારત તોડો’ યાત્રા છે. રાહુલ ગાંધી અફઝલના સમર્થનમાં નારેબાજી કરતા લોકોને મળે છે. નડ્ડાએ દાવો કર્યો કે AAPના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થશે અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં AAPનું ખાતું નહીં ખુલે. જે.પી.નડ્ડાએ આમ આદમી પાર્ટીને કમિશનખોરોની પાર્ટી ગણાવી.

  • 18 Nov 2022 04:43 PM (IST)

    પરસોતમ સોલંકી ચોટીલામાં સભા સંબોધી

    સુરેન્દ્રનગરની ચોટીલાની બેઠક પર ખરાખરીનો રંગ જામ્યો છે. આ બેઠક પર કોળી VS કોળીની જંગ જામી છે.. ત્યારે ભાજપના નેતા અને કોળી સમાજના અગ્રેણી પરસોતમ સોલંકીએ ચોટીલાના ઉમેદવાર શામજી ચૌહાણ માટે ચૂંટણી પ્રચાર કર્યો. ચોટીલાની જંગી સભાને સંબોધી હતી. ત્યારે ટીવી નાઈનની ટીમે પરસોતમ સોલંકી સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે, ચોટીલાની બેઠક પર કોળ સમજાનું પલડું કોના પર ભારે રહેશે. સાથે જ જાણવાનો પ્રયત્ન કર્યો કે, ચુવાડિયા કોળી સમાજની નારાજગી દૂર કરવા માટે ભાજપની શું રણનીતિ છે.

  • 18 Nov 2022 04:22 PM (IST)

    મહુવા બેઠક પર ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

    સુરત જિલ્લાના મહુવા બેઠક પર ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. ભાજપ ઉમેદવાર મોહન ઢોડિયા માટે યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ સભા યોજી હતી. પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલ ગેરહાજર રહેતા યુપીના નાયબ મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. કેશવ પ્રસાદ મોર્યએ 2022ની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મહત્વનું છે કે, આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી મહુવા બેઠક છે.

  • 18 Nov 2022 03:45 PM (IST)

    પાંચાળી આહિર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા

    ગુજરાતમાં ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના દિગ્ગજો ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે અમરેલીમાં રાજુલા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીની જાહેર સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પૂર્વ વિપક્ષ નેતા કરસન કળસરીયા સહિત પાંચાળી આહીર સમાજના 3 આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. રાજુલા બેઠક પર પાંચાળી આહીર સમાજનું વર્ચસ્વ છે. ત્યારે પાંચાળી આહીર સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

  • 18 Nov 2022 03:23 PM (IST)

    કોડીનારમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સભા ગજવી

    ગીર સોમનાથના કોડીનારમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સભા ગજવી હતી. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન વાજાના સમર્થનમાં મુખ્યપ્રધાને સભા યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સભાને સંબોધતા મુખ્યપ્રધાને કહ્યું, નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર થકી રાજ્યના છેવાડા સુધી પાણી પહોંચાડ્યું છે. ભારત અને દુનિયામાં ગુજરાત રોજગારી માટે પહેલી પસંદ બન્યું છે. વધુમાં કહ્યું, નીતિ આયોગના આંકલનમાં ગુજરાત નંબર વન છે.

  • 18 Nov 2022 03:21 PM (IST)

    ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાનું પક્ષમાંથી રાજીનામુ

    વડોદરાના પાદરા વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દિનુ મામાએ રાજીનામુ આપી દીધુ છે.  ભાજપમાંથી ટિકિટ નહીં મળતા દિનુ મામાએ  અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દિનુ મામાની અપક્ષ ઉમેદવારીથી ભાજપને નુકસાનની શક્યતા છે.

  • 18 Nov 2022 03:17 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર

    ભાવનગરના મહુવામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાને જાહેર સભા યોજી હતી. ભાજપના ઉમેદવાર શિવા ગોહિલ માટે દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પ્રચાર કર્યો હતો. વેન્દ્ર ફડણવીસે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું, કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ખોટો વિરોધ કરે છે. મોદી સરકારે છેલ્લા બે વર્ષમાં ગરીબોને અનાજ પૂરૂ પાડયું છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.

  • 18 Nov 2022 02:56 PM (IST)

    ભાવનગરના મહુવામાં દેવેન્દ્ર ફડણવીસનો ચૂંટણી પ્રચાર

    ભાવનગરના મહુવામાં દેવેન્દ્ર ફડણવીસ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ઉમેદવાર શિવા ગોહિલ માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, મોદી સરકારે છેલ્લા બે વર્ષમાં ગરીબોને અનાજ આપ્યું છે તેમણે કહ્યુ કે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.

  • 18 Nov 2022 02:51 PM (IST)

    20 નવેમ્બરે ધોરાજીમાં PMની સભાને લઇને તૈયારીઓ

    રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે 20 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધવાને છે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આગમનની તૈયારીઓના ભાગરૂપે ધોરાજી અને રાજકોટ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના આગેવાનોએ ધોરાજીમાં ધામા નાંખ્યા છે. ધોરાજી ખાતે કેસરિયો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેરમાં વડા પ્રધાનને આવકારવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર ધોરાજી આવતા હોય લોકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1 લાખથી વધુ લોકો સભામાં બેસી શકે તેવી તૈયારી કરવામાં આવી રહી છે.

  • 18 Nov 2022 02:38 PM (IST)

    રાઘવજી પટેલ માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ કર્યો ચૂંટણી પ્રચાર

    જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોટી ખાવડીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે જાહેર સભા સંબોધી હતી. તરુણ ચુગે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. જરીવાલને સવાલ કરતા કહ્યું, કનૈયાલાલ સાથે શું સંબંધ છે?. તમે JNUમાં ફોટો પડાવવા શા માટે ગયા હતા?. ગુજરાતનો વિરોધ કરનાર હવે ગુજરાતમાં મત માગવા આવ્યા છે.

  • 18 Nov 2022 02:12 PM (IST)

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવવાના છે. 20 અને 21 નવેમ્બરે અમિત શાહ ગુજરાત આવશે. 20 નવેમ્બર નિઝર અને ડેડીયાપાડામાં સભા ગજવશે. તો 21 નવેમ્બર જામખંભાળિયા, કોડીનાર, રાજુલા અને ભુજમાં સભા કરશે.

  • 18 Nov 2022 01:43 PM (IST)

    Gujarat Assembly Election : ગુજરાત દેશને દિશા આપનારી ભૂમિ - જે પી નડ્ડા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે આજથી આક્રમક પ્રચારની શરૂઆત કરી છે.  નવસારીમાં પ્રચાર મેદાનમાં ઉતરેલા જે પી નડ્ડાએ કહ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલ ગુજરાતની ભૂમિ પરથી આવ્યા. અને સાથે જ કહ્યું કે, આજે વિકાસ મોડેલની જ્યારે વાત થાય, ત્યારે ગુજરાત મોડેલ પ્રથમ હરોળમાં આવે છે. ગુજરાતએ પરિવર્તનની ગંગોત્રી છે.

  • 18 Nov 2022 01:31 PM (IST)

    gujarat election Live : ગોંડલમાં વિ.કે.સિંહના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ

    ભાજપે આજથી ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનોને મેદાને ઉતાર્યા છે. ત્યારે રાજકોટની ગોંડલ બેઠકથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા માટે કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહ ગોંડલ પહોંચ્યા હતા. વિ.કે.સિંહના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ અને જંગી સભા યોજી પ્રચારની શરૂઆત કરી હતી. વિ.કે.સિંહે વિરોધ પક્ષ પર વાર કરતા કહ્યું કે કેટલાક લોકો જુઠ્ઠાણા ફેલાવે છે એટલે મતદારો તેમની ખોટી વાતોમાં ન ભરમાઈ તે માટે અમે અહીં આવ્યા છીએ.

  • 18 Nov 2022 01:24 PM (IST)

    Gujarat Election 2022 : ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે અમદાવાદમાં સ્ક્રૂટીની પ્રક્રિયા હાથ ધરાઈ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે સ્ક્રૂટીની પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં તમામ પાર્ટીના અને અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા. અમદાવાદની 21 બેઠક પર 589 ફોર્મ ભરાયા છે. જેમાં સ્ક્રૂટીની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારના ફોર્મ સહિત સોગંદનામું ચેક કરવામાં આવ્યું. જો કોઈ પાર્ટીના ઉમેદવારના સોગંદનામાં કોઈ ભૂલ હોય તો વાંધો ઉઠી શકે છે..અને જો વાંધો સાચો ઠરે તો ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ શકે છે.જોકે આજે એલિસબ્રિજ અને જમાલપુર બેઠકના તમામ ઉમેદવારના ફોર્મ મંજૂર થઈ ગયા હતા. જમાલપુરના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અને કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. તેમના પણ ફોર્મ મંજૂર થઈ ગયા છે. જોકે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ યોગ્ય ભરાયું ન હોવાથી રદ કરવામાં આવ્યું હતું.

  • 18 Nov 2022 12:58 PM (IST)

    Gujarat Vidhansabha Election : ચૂંટણીમાં છવાયો મોરબી દુર્ઘટનાનો મુદ્દો

    વિધાનસભા ચૂંટણીમાં મોરબી દુર્ઘટનાનો મુદ્દો છવાયો છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે આક્ષેપ કર્યો કે બ્રિજ તૂટવાની ઘટના બની ત્યારે ભાજપના નેતાઓ બેઠકમાં વ્યસ્ત હતા. દુર્ઘટના સ્થળથી માત્ર 4 કિલોમીટર દુર ભાજપ નેતાઓની બેઠક ચાલતી રહી અને કોઈ મદદ કરવા ન આવ્યું. જેનો જવાબ આપતા ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે અમે ગટરમાં ઉતરી લોકોની મદદ કરી. તેમણે કોંગ્રેસના નેતાઓને સલાહ આપી કે પહેલા ગટરમાં ઉતરો પછી આક્ષેપ કરો.

  • 18 Nov 2022 12:55 PM (IST)

    Gujarat Election 2022 : સુરતના માંગરોળમાં ભાજપના પ્રચાર માટે અનુરાગ ઠાકુર મેદાને

    કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સુરત જિલ્લાની મુલાકાતે છે, ત્યારે સુરતના માંગરોળના વાંકલ ખાતે ભાજપની સભામાં હાજરી આપી. આ આ સાથે તેણે સભાનું સંબોધન પણ કર્યું. મહત્વનું છે કે  સુરતની માંગરોળ બેઠક પરથી ભાજપના ગણપતસિંહ વસાવા મેદાને છે, ત્યારે તેમના પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે સભાનું સંબોધન કરી કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો.

  • 18 Nov 2022 12:19 PM (IST)

    Gujarat Assembly Election : દિયોદરમાં કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું શક્તિ પ્રદર્શન

    બનાસકાંઠના દિયોદરના ફોરના ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ શક્તિ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફર્યા છે. દિયોદરના ફોરના ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. સાથે જ આ સભના મંચ પર જિલ્લા કોંગ્રેસના આગેવાનો એક મંચ પર આવ્યા છે.

  • 18 Nov 2022 12:16 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 Live : વાંકાનેર વિધાનસભામાં ભાજપનો પ્રચાર પુરજોશમાં

    મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભામાં ભાજપનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવશે.  વાંકાનેરમાં હાલ યોગી આદિત્યનાથના સ્વાગત માટે બુલડોઝર શણગારવામાં આવ્યા છે.  યોગી આદિત્યનાથે બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા.  ભાજપના નેતાઓ યોગી આદિત્યનાથની બુલડોઝર રાજનીતિની પ્રસંશા કરી રહ્યા છે.  આપને જણાવી દઈએ કે, વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી માટે બુલડોઝર બાબા પ્રચાર કરશે.

  • 18 Nov 2022 12:00 PM (IST)

    Gujarat Election 2022 : ભાજપે સૌથી વધુ OBC જ્ઞાતિ સમુહોના ઉમેદવારો ઉતાર્યા

    વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં ભાજપે જાતિગત સમીકરણો પર ખાસ ધ્યાન આપ્યું છે. 182 બેઠકોમાં ભાજપે સૌથી વધુ 59 મતક્ષેત્રોમાં બક્ષીપંચ-OBC હેઠળના જ્ઞાતિ સમુહોના ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે 45 પાટીદારોને ટિકિટ આપી છે. 4 અનાવિલ સહિત 14 બ્રાહ્મણ અને 13 ક્ષત્રિય ઉમેદવારો સાથે ચૂંટણી જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ચૂંટણીમાં પહેલીવાર ભાજપે એક સાથે કુલ 5 વણિક પૈકી ચાર જૈન સમાજના સભ્યોને ટિકિટ ફાળવી છે. ગુજરાતમાં ભાષાકીય લઘુમતી ધરાવતા વર્ગોને પણ પ્રતિનિધિત્વ મળે તે રીતે ભાજપે ટિકિટ ફાળવણી કરી છે. આ વખતે સુરત અને વડોદરાથી એક એક એમ બે મરાઠી મુળના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. અમદાવાદમાં એક સિંધી અને એક હિંદીભાષી ઉમેદવારને પણ ટિકિટ ફાળવાઈ છે. જો કે ભાજપે માત્ર 16 બેઠક પર જ મહિલાઓને ટિકિટ ફાળવી છે

  • 18 Nov 2022 11:05 AM (IST)

    Gujarat Assembly Election : ચૂંટણી પહેલા દ્વારકા જિલ્લા કોંગ્રેસને ફટકો

    ચૂંટણી પહેલા દ્વારકા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. પૂર્વ ધારાસભ્ય સાથે ગોરીયા પરિવારે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે, મેરામણ ગોરીયાનું અગાઉ અનેક વખત ભાજપમાં જોડાવાની વાતો થઇ હતી, ત્યારે આજે વિધિવત ભાજપમાં જોડાઈ રહ્યા છે.

  • 18 Nov 2022 10:50 AM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન : AAP પાર્ટી કંચન જરીવાલાની ઘટના બાદ સફાળી જાગી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરકાર રચવાના દાવા કરતી AAP પાર્ટી ઉમેદવારોને બચાવવાની ભૂમિકામાં જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. તેને લઈને ગઈકાલે AAP પાર્ટીએ મીટિંગ બોલાવી હતી. ઉમેદવારને ગુપ્ત સ્થળે હોટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ઉમેદવારી પત્રક ખેંચવાનો સમય પુરો થતાં આપ પાર્ટીની આ ગુપ્ત બેઠક પણ પુરી થઈ હતી. અહીં નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા, આપ પાર્ટીએ કોંગ્રેસને સીધો ટેકો જાહેર ન કરતા પોતાના ડમી ઉમેદવાર પાસે પણ ફોર્મ પરત ખેંચાવી લીધું છે. કંચન જરીવાલાની ઘટના બાદ આપ પાર્ટી સાફળી જાગી છે.

  • 18 Nov 2022 10:31 AM (IST)

    Gujarat Election 2022 : આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું

    સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીને પડતા પર પાટુ લાગ્યુ છે.  આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે.  કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચ્યુ.  ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી સલીમ મુલતાની આપના બેનર હેઠળ ન લડી શકે.

  • 18 Nov 2022 10:18 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : 27 વર્ષની સત્તા કાયમી રાખવા આજે ભાજપના દિગ્ગજો પ્રચાર મેદાનમાં

    આજથી ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ સહિત યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ભાજપ આજથી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે..રાજકોટમાં જેપી નડ્ડા અને સીઆર પાટીલ જનસભા સંબોધશે. તેઓ રાજકોટ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર પ્રચાર કરશે. જ્યારે મોરબી જિલ્લામાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધશે. ત્યારબાદ 20 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી ધોરાજી, અમરેલી, વેરાવળ અને બોટાદમાં જનસભા સંબોધશે.

  • 18 Nov 2022 10:16 AM (IST)

    Gujarat Election Live : નારાજ ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ

    અરવલ્લીમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે..તેમણે ભાજપના પ્રાથમિક સભ્યથી લઈ તમામ પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.

  • 18 Nov 2022 10:15 AM (IST)

    Gujarat Election 2022 : બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા

    વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ગઈ કાલે બીજા તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો. બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જ્યારે  પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા છે.

Published On - Nov 18,2022 9:51 AM

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">