Gujarat Election 2022 : ગુજરાતમાં 18 નવેમ્બરે ભાજપનો  ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, પ્રથમ તબકકાની 89 બેઠકો પર 89 સભા

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 17, 2022 | 9:37 PM

Gujarat Assembly Election Live : ગુજરાતમાં રાજ્યાભિષેક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. જો કે ત્રિપાંખિયા જંગમાં મતદારોનો ઝૂકાવ કોના તરફ રહેશે તે જોવુ રસપ્રદ રહેશે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં.....

Gujarat Election 2022 :  ગુજરાતમાં 18 નવેમ્બરે ભાજપનો  ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, પ્રથમ તબકકાની 89 બેઠકો પર 89 સભા
Gujarat Election 2022 LIVE

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, તમામ રાજકીય પક્ષો પ્રચાર થકી મતદારોની રીઝવવા મથામણ કરી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસે બાકીના 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો આ તરફ ભાજપે પણ બાકી રહેલ માંજલપુર વિધાનસભા બેઠક પરથી યોગેશ પટેલને પસંદ કર્યા હોવાના અહેવાલ છે. આ અંગે યોગેશ પટેલે જણાવ્યું હતુ કે, સી આર પાટીલ અને મુખ્યપ્રધાને મને ટિકિટ આપી, આજે હું ઉમેદવારી ફોર્મ ભરવા જઈશ. ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તમામ પાર્ટીના બાકી ઉમેદવારો આજે ફોર્મ ભરવા દોડશે. આપને જણાવી દઈએ કે, બીજા તબક્કા માટે અત્યાર સુધી 719 ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ પ્રથમ તબક્કાના ફોર્મ પાછા ખેંચવાનો પણ આજે છેલ્લો દિવસ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Nov 2022 09:23 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ગુજરાતમાં 18 નવેમ્બરે ભાજપનો  ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, પ્રથમ તબકકાની 89 બેઠકો પર 89 સભા

    ભાજપ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર 89 સભા કરશે. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી, અંકલેશ્વર અને રાજકોટ પૂર્વમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રણ સભા કરશે. તેવો જામનગર ગ્રામ્ય, ભરૂચના ઓડપાડ અને સુરતમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કુલ 4 સભા કરશે. જ્યારે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની કુલ 4 સભાઓ કરશે. તેમની ચાર સભાઓ માત્ર સુરતમાં છે.

    આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની 4 સભા છે. જેવો મોરબી, માંડવી, કચ્છ, ભાવનગરમાં તેમની સભાઓ કરશે. તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુલ 3 સભા કરશે. તેમની સભા  વાંકાનેર, ભરૂચના ઝધડિયા અને સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાશે.

  • 17 Nov 2022 08:40 PM (IST)

    Gujarat Election 2022 LIVE : સુરત જિલ્લાની 16 બેઠકો પર 168 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લીંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો મેદાને

    ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જયારે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં સુરત શહેર સહિત જિલ્લાની તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. તેમજ સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા છે. તેમાં સૌથી વધુ ઉમેદવાર લીંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાને છે. જ્યારે સુરત શહેરમાં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર છે. જ્યારે 155 ઓલપાડ વિધાનસભા બેઠક પર 15 ઉમેદવાર, 156 માંગરોળ બેઠક પર 5 ઉમેદવાર, 157 માંડવી બેઠક પર 7 ઉમેદવાર, 158 કામરેજ બેઠક પર 8 ઉમેદવાર, 159 સુરત પૂર્વ બેઠક પર 14 ઉમેદવાર, 160 સુરત ઉત્તર બેઠક પર 9 ઉમેદવાર, 161 વરાછા રોડ બેઠક પર 5 ઉમેદવાર, 162 કરંજ બેઠક પર 8 ઉમેદવાર, 163 લીંબાયત બેઠક પર 44 ઉમેદવાર,164 ઉધના બેઠક પર 10 ઉમેદવાર, 165 મજુરા બેઠક પર 4 ઉમેદવાર, 166 કતારગામ બેઠક પર 8 ઉમેદવાર, 167 સુરત પશ્ચિમ બેઠક પર 10 ઉમેદવાર, 168 ચોર્યાસી બેઠક પર 13 ઉમેદવાર, 169 બારડોલી બેઠક પર 5 ઉમેદવાર અને 170 મહુવા બેઠક પર 3 ઉમેદવારો મેદાનમાં છે.

  • 17 Nov 2022 07:50 PM (IST)

    Gujarat Election 2022 LIVE : અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી, ભાજપ ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ

    અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જેમાં ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જેન સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ કૌશિક જૈન ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડ જવાનોને સિવિલ ડ્રેસમાં રાખે છે. તેમજ હોમગાર્ડને ધાકધમકી આપી પ્રચારમાં હાજર રાખવામાં આવે છે. ભાજપાના ઉમેદવાર દ્વારા રાઇફલ ક્લબનો પ્રચાર માટે દુર ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાયફલ ક્લબ ખાતે હોમગાર્ડ કૌશિક જૈન તથા 1500 માણસોના જમણવાર સાથે મિટિંગ રાખવામાં આવી હતી. ક્લબના સીસીટીવી ચેક કરી યોગ્ય કાર્યવાહી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે. તેમજ ભાજપાના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કાર્યાલયની ચોવિસ કલાક વિડિયોગ્રાફી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે.

  • 17 Nov 2022 07:18 PM (IST)

    Gujarat Election 2022 LIVE : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, છેલ્લી ઘડીએ ભાજપ-કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

    ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જયારે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં આજે છેલ્લી ઘડીએ ભાજપ-કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ શુક્રવારથી પ્રથમ તબક્કાની બેઠક માટે રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરશે.

  • 17 Nov 2022 06:32 PM (IST)

    Gujarat Election 2022 Live : સુરતમાં યોગી આદિત્યનાથની સભા પૂર્વે ભાજપનો બુલડોઝર પર બેસી ચૂંટણી પ્રચાર

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પ્રચાર જોર શોર થી કરી રહ્યા છે. તેવા સમયે સુરતના ચોર્યાસી બેઠક વિસ્તારમાં આવતા ગોડાદરા વિસ્તારની અંદર કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર લઈ અને ગોડાદરા વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને આવતીકાલે સુરતની અંદર યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથ આવી રહ્યા છે તેમની સભામાં લોકોને આમંત્રણ પણ આ બુલડોઝરમાં બેસીને લોકોને અપીલ કરી હતી

  • 17 Nov 2022 06:00 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ગાંધીનગરની દહેગામ બેઠક પર આ વખતે ચતુષ્કોણીય જંગ જામશે

    ગાંધીનગરની દહેગામ બેઠક પર આ વખતે ચતુષ્કોણીય જંગ જામશે. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટિકિટ ન મળ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ સામે પડકાર ઉભો કર્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કામિનીબા રાઠોડે તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે દહેગામની મામલતદાર કચેરીએ પહોંચી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણે પણ તેમના અસંખ્ય ટેકેદારોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું. આમ દહેગામ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અપક્ષમાંથી ઉમેદવારી કરનારા કામિનીબા રાઠોડ એમ કુલ 4 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

  • 17 Nov 2022 05:22 PM (IST)

    Gujarat Election 2022 LIVE : પીએમ મોદીનો ચહેરો અમારી માટે બ્રહ્માસ્ત્ર : સી.આર.પાટીલ

    ગુજરાતમાં ભાજપે ઉમેદવારી તમામ બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા છે અને હવે પ્રચાર પર નજર છે. જેમાં પ્રથમ તબક્કાની બેઠક પર શુક્રવારથી પ્રચાર ઝુંબેશ પુરજોશમાં હાથ ધરાશે. આ અંગે જણાવતા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પીએમ મોદીનો ચહેરો અમારી માટે બ્રહ્માસ્ત્ર છે. તેમજ પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય નેતાઓ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે.જેમાં શુક્રવારે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. તેમજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર જનસભા યોજવામાં આવશે. જેમાં કેન્દ્રિય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે.

  • 17 Nov 2022 05:01 PM (IST)

    Gujarat Election 2022 LIVE : બનાસકાંઠા : રાજસ્થાન ગુજરાતની અમીરગઢ બોર્ડર પરથી રોકડ સાથે શખ્સ ઝડપાયો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલ માટે પોલીસને સતર્ક કરવામાં આવી છે. તેમજ રાજ્યના બોર્ડર ધરાવતા જિલ્લાઓમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પોલીસ તપાસ દરમ્યાન રાજસ્થાન ગુજરાતની અમીરગઢ બોર્ડર પરથી રોકડ સાથે શખ્સ ઝડપાયો છે. તેમજ રાજસ્થાનથી આવતા શખ્સ પાસે 3.46 લાખની રોકડ ઝડપાઇ છે. તેમજ આ રોકડનો ખુલાસો ન થતા રોકડ જિલ્લા તિજોરીને સોંપાઈ છે.

  • 17 Nov 2022 04:40 PM (IST)

    Gujarat Election 2022 LIVE: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 21મીએ રાજકોટમાં કરશે કોંગ્રેસનો પ્રચાર

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવશે. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે આ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી.

  • 17 Nov 2022 04:30 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે અમદાવાદ પોલીસે એક દિવસમાં 50 અસામાજિક તત્વોને પકડ્યા

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા શહેર પોલીસે શરૂ કરી છે. જેમાં ગુનેગાર વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે. જેમાં પોલીસે એક જ દિવસમાં 50થી વધુ અસામાજિક તત્વોને પકડ્યા છે. પોલીસે પકડેલા આ આરોપીઓ અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગારો છે.તેઓ ગુના કરવાની કુટેવથી પોલીસે તડીપાર કરવામાં આવ્યા હતા છતાં પણ બિન્દાસ વિસ્તારમાં ફરી રહ્યા હતા જેને લઈ શહેર પોલીસે તડીપાર ડ્રાઈવની ઝુંબેશ હાથ ધરી.જેમાં શહેરમાં એક રાત્રીમાં 50 થી વધુ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ પકડાયેલા આરોપીઓ મારમારી, હત્યા,હત્યાના પ્રયાસ ,ઘરફોડ ચોરી,લૂંટ સહિતના ગંભીર ગુનામાં 3 થી વધુ ગુના આચર્યા હોય તેવા વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવ્યું છે.

  • 17 Nov 2022 04:08 PM (IST)

    Gujarat Election 2022 LIVE : શુક્રવારે ભાજપનું શક્તિ પ્રદર્શન, પ્રથમ તબક્કાની 89 બેઠકો પર જનસભા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ આરંભી દીધો છે. જેમાં શુક્રવારે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. તેમજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર જનસભા યોજવામાં આવશે. જેમાં કેન્દ્રિય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે.

  • 17 Nov 2022 03:46 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું

    ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું.. ખુલ્લી જીપમાં સીએમ પટેલ સાથે ભવ્ય રોડ શો યોજ્યો.. અલ્પેશે આજે દિવસની શરૂઆત પંચેશ્વર મંદિરમાં દર્શનથી કરી હતી. આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે પક્ષમાં નાની-મોટી નારાજગી હશે પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળશે.

  • 17 Nov 2022 03:32 PM (IST)

    Gujarat Election 2022 LIVE : પાટણની રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગજી ઠાકોરે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું

    રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગજી ઠાકોરે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકનપત્ર આજે અંતિમ દિવસે ભર્યું છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરે જ આજ બેઠક પરથી પ્રબળ દાવેદાર અલ્પેશ ઠાકોર સામે  સ્થાનિક ઉમેદવાર મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ ભાજપે પણ અલ્પેશ ઠાકોર અન્ય બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો હતો અને ભાજપે અંતિમ દિવસે જ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરના જ નામની જાહેરાત કરી હતી. જે બાદ આજે લવિંગજી ઠાકોરે સ્થાનિક ભાજપના નેતાઓની સાથે રહીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

  • 17 Nov 2022 03:17 PM (IST)

    Gujarat Election 2022 LIVE : પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલનો કટાક્ષ; મેં ખાડા ટેકરા પાર કર્યા હવે કોઈને કશું નહીં નડે

    Gujarat Election 2022 LIVE :  મહેસાણાની સભામાં પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે આગવા અંદાજમાં જોરદાર કટાક્ષ કર્યા હતા.પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે મારા સમયમાં તમામ ખાડા-ટેકરા આવ્યા જેને મેં સફળતાથી પાર કર્યા છે, પરંતુ હવે કોઈને કશું પણ નડવાનું નથી. મહેસાણામાં અનેક વિકાસ કાર્યો થયા છે અને હવે વિકાસની ગાડી વધુ ઝડપથી સડસડાટ આગળ વધી શકશે.

  • 17 Nov 2022 03:11 PM (IST)

    Gujarat Election 2022 LIVE : માંજલપુર બેઠક માટે યોગેશ પટેલે ભર્યું ફોર્મ

    Gujarat Election 2022 LIVE :  વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે ફોર્મ ભર્યુ હતું.  જીતુ સુખડિયા, રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓ યોગેશ પટેલ  સાથે જોડાયા  હતા અને  યોગેશ પટેલ રેલી કાઢીને  કલેક્ટર કચેરી સુધી પહોચ્યા હતા ત્યાર બાદ  તેમણે ફોર્મ ભર્યું હતું અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 17 Nov 2022 03:02 PM (IST)

    Gujarat Election 2022 LIVE : પાદરામાં દિનેશ પટેલે જંગી સભાને સંબોધીને અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું

    Gujarat Election 2022 LIVE :પાદરામાં ભાજપથી નારાજ નેતા દિનેશ પટેલે જંગી રેલી અને સભા યોજી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું.  દિનેશ પટેલ સાથે તેમના પુત્ર દક્ષેશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. પાદરામાં  મામા પાર્ટી પ્લોટ ખાતેથી વિશાળ રેલી યોજી પાદરા મામલતદાર કચેરી ખાતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.પાદરાના વિવિધ વિસ્તારોમાં નીકળેલી રેલીમાં દિનેશ પટેલનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાદરા ભાજપમાં ટિકિટ ન મળતા દિનેશ પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.  દિનેશ પટેલની રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  દિનેશ પટેલે ભાજપ અને કોંગ્રેસને ચેલેન્જ કરતા જંગી મતોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 17 Nov 2022 02:47 PM (IST)

    Gujarat Election 2022 LIVE : રમેશ ટિલાળાએ કહ્યું ભાજપ અને પાટીદારો એક સિક્કાની બે બાજુ

    Gujarat Election 2022 LIVE : રાજકોટની દક્ષિણ બેઠક પર બે પાટીદાર ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા પાછલા ત્રણ દિવસથી વહેલી સવારથી જ પગપાળા પ્રચારમાં જોડાઈ જાય છે. રમેશ ટીલાળા ઘરે-ઘરે જઈ મતદારોને મળી ભાજપને મત આપવા અપીલ કરી રહ્યાં છે. રમેશ ટીલાળાની સાથે ભાજપના કાઉન્સિલરો અને હોદ્દેદારો પણ જોડાય છે. ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળાને લોકોનો સારો આવકાર મળી રહ્યો છે. રાજકોટ દક્ષિણના પાટીદાર ફેક્ટર મુદ્દે રમેશ ટીલાળાએ કહ્યું કે ભાજપ અને પાટીદારો એક સિક્કાની બે બાજુ સમાન છે.

  • 17 Nov 2022 02:40 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ધાનેરામાં બનાસ ડેરીના પૂર્વ ચેરમેન માવજી દેસાઇનું ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું

    Gujarat Election 2022 LIVE :  બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા બેઠક પર બનાસ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન માવજી દેસાઈએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. ભાજપમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી  અપક્ષમાંથી  ઉમેદવારી પત્ર ભર્યું હતું.

  • 17 Nov 2022 01:52 PM (IST)

    gujarat election : ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલે ફોર્મ ભર્યું

    ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલે ફોર્મ ભર્યું છે.  નામાંકન પહેલા હિમાંશુ પટેલે રોડ- શો યોજ્યો હતો.આપને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ પર અલ્પેશ ઠાકોર અને હિમાંશુ પટેલ વચ્ચે જંગ જામશે.  ફોર્મ ભર્યા બાદ હિમાંશુ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • 17 Nov 2022 01:36 PM (IST)

    Gujarat Election : વિરોધના વંટોળ વચ્ચે અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભર્યું ફોર્મ

    ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ફોર્મ ભર્યું છે. તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે હિંમાશુ પટેલને ઉતાર્યા છે. ત્યારે આ વખતે બરાબરનો જંગ જામશે.

  • 17 Nov 2022 01:23 PM (IST)

    Election Breaking News : છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી

    ઝઘડિયા બેઠક ઉપર પિતા પુત્રો વચ્ચેનો વિવાદ આખરે  ઉકેલાયો છે.  છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી છે. ગઈકાલે નાના પુત્રદિલીપ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી હતી.એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઉમેદવારી કરી હતી. મહત્વનું છે કે BTP અધ્યક્ષ મહેશ વસાવાએ છોટુ વસાવાની ટિકિટ કાપી જાતે ઉમેદવારી કરી હતી.  છોટુ વસાવા અને દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે પરિવારમાંથી માત્ર છોટુ વસાવા ઉમેદવાર છે.

  • 17 Nov 2022 12:54 PM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : આપણે લોકોના મન અને ભરોસો જીતવાનો છે - CM ભૂપેન્દ્ર પટેલ

    ગાંધીનગર દક્ષિણ બેઠકની સભામાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે લોકોના મન અને ભરોસો જીતવાનો છે. આપણે કોઈને પણ હરાવવા નિકળ્યા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારે સતત વિકાસના કાર્યો કરીને લોકો સુધી સુધી તેના ફળ પહોંચાડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મતદારોને ખાત્રી આપતા કહ્યું કે તમારા દિલની વાત હું સમજી જાઉ અને ઝડપથી વિકાસ કાર્યો પૂર્ણ થાય તેવા પ્રયાસ કરીશ.

  • 17 Nov 2022 12:30 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે

    વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે.  વડોદરાના હનુમાન મંદિરથી દર્શન કરીને મધુ શ્રીવાસ્તવ સમર્થકો સાથે વાઘોડિયા પહોંચ્યા. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં રેલી કાઢીને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરશે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપે ટિકિટ કાપીને મારૂ અપમાન કર્યું છે.  મારા સમર્થકો અને કાર્યકરોના કહેવાથી હું અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યો છું.

  • 17 Nov 2022 11:34 AM (IST)

    Gujarat Election 2022 : છેલ્લી ઘડીએ નરોડા બેઠક પર NCPએ ઉમેદવાર બદલ્યા

    અમદાવાદની નરોડા બેઠક પર NCPએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીના ઉમેદવાર નિકુલસિંહ તોમરના બદલે હવે મેઘરાજ ડોડવાણી ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે નિકુલસિંહ તોમર પોતાનું ફોર્મ પાછું ખેંચશે. મહત્વનું છે કે નરોડા બેઠક પર કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થયેલું છે. નિકુલસિંહ અગાઉ કૉંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેશનની ચૂંટણી જીતી ચૂક્યા છે.

  • 17 Nov 2022 11:17 AM (IST)

    gujarat election : ફોર્મ ભરતા પહેલા અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન

    ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે થોડીવારમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન પણ કરશે.

  • 17 Nov 2022 11:06 AM (IST)

    Gujarat Election Live : રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં મુકેશ પટેલ મેદાનમાં

    ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના સ્થાને મુકેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે,  ત્યારે મુકેશ પટેલે જંગી બહુમતિથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુકેશ પટેલ 30 વર્ષ પહેલા ઓફિસ બોય તરીકે કામ કરતા હતા. જે બાદ તેમણે ભાજપમાં સામેલ થઇને અનેક મહત્વના પદો પર જવાબદારી સંભાળી અને હવે તેમને મહેસાણા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મુકેશ પટેલે જણાવ્યું કે ભાજપમાં કોઇ પણ સંનિષ્ઠ કાર્યકરને ટિકિટ મળી શકે છે. ભાજપમાં ચા વેચનારા પણ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે તો એક પટાવાળાથી કારકિર્દી શરૂ કરનારા કાર્યકરને પણ તક મળી શકે છે.

  • 17 Nov 2022 10:38 AM (IST)

    ગુજરાત એસેમ્બલી ચૂંટણી : AAP માંથી ઉમેદવારી પરત ખેંચનાર કંચન જરીવાલાએ માગી પોલીસ સુરક્ષા

    AAP માંથી ઉમેદવારી પરત ખેંચનાર કંચન જરીવાલાએ હવે પોલીસ સુરક્ષા માગી છે. સુરત પૂર્વ બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યા બાદ જીવનું જોખમ હોવાનો જરીવાલાને ભય છે. આપને જણાવી દઈએ કે, જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માગ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મારી નાખે તેવો ભય વ્યકત કર્યો છે.

  • 17 Nov 2022 10:12 AM (IST)

    વડોદરાની તમામ બેઠકોના ઉમેદવારો કરતા વધારે મતથી જીતીશ - યોગેશ પટેલ

    વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે આખરે યોગેશ પટેલને જ ટિકિટ આપી. યોગેશ પટેલે દાવો કર્યો છે કે સી.આર પાટીલ અને મુખ્યપ્રધાને તેમની ટિકિટ જાહેર કરી છે. ટિકિટ મળ્યાની આજે સવારે જ જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આજે તેઓ પાર્ટીના કાર્યકરો અને મિત્રો સાથે મળીને ઉમેદવારી ફોર્મ ભરવા જશે. તો વધુમાં તેમણે કહ્યું કે માંજલપુરમાં તેમનો કોઈ વિરોધ નહોતો. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વડોદરાની તમામ બેઠકોના ઉમેદવારો કરતા વધારે મતોથી જીતશે.

  • 17 Nov 2022 09:39 AM (IST)

    Gujarat Election 2022 : ગાંધીનગર જિલ્લા બેઠકના ભાજપ ઉમેદવારો આજે ભરશે ફોર્મ

    ગાંધીનગર શહેર અને જિલ્લાની બાકી રહેલ બેઠક માટે આજે ભાજપ ઉમેદવારો ફોર્મ ભરશે. આ પહેલા શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે.ઉત્તરથી ભાજપે રીટા પટેલને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે, ગાંધીનગર જિલ્લામાં પહેલી વખત ભાજપે મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

  • 17 Nov 2022 09:22 AM (IST)

    Gujarat Election : ધોળકાના કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતા જ ભડકો

    ધોળકાના કોંગ્રેસ ઉમેદવાર તરીકે અશ્વિન રાઠોડનું નામ જાહેર થતા જ ભડકો થયો. કોંગ્રેસના ધોળકા તાલુકના પ્રમુખ નરેશ વાઘેલા અને કોળી આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.  નરેશ વાઘેલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારી રઘુ શર્માએ રૂપિયા લઈને ટિકિટ વેચી હોવાનો આક્ષેપ કર્યો છે.  ધોળકા બેઠકથી જશુભાઈ સોલંકીને ટિકિટ ન મળતા કોંગ્રેસના આગેવાનોએ રોષે ભરાયા છે.

  • 17 Nov 2022 09:07 AM (IST)

    Gujarat Election : મતદાન જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત

    રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને વિવિધ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી સાર્થક ત્યારે બને છે  જ્યારે મતદારો  યોગ્ય રીતે મતદાન કરવા જાય. કારણ કે લોકશાહીના ઉત્સવમાં એક એક વોટ  કિંમતી હોય છે, ત્યારે અમદાવાદના મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ.ધવલ પટેલના હસ્તે સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે.

  • 17 Nov 2022 08:29 AM (IST)

    Gujarat Election 2022 : આખરે માંજલપુર બેઠકને લઈ ભાજપનું કોકડુ ઉકેલાયુ

    ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ભાજપનું  કોકડું માંજલપુર બેઠક માટે ગૂંચવાયું હતું. જોકે   ભાજપે  આ બેઠક માટે કોઈ જોખમ ન લેતા જૂના અને પીઢ ઉમેદવાર યોગે પટેલ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે.  યોગેશ પટેલે Tv9  સાથેની ખાસ વાતચીતમાં  જણાવ્યું હતું કે,  હું આજે માંજલપુર બેઠક માટે  ઉમેદવારી પત્ર ભરવા માટે જઈશ.  તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, હું આજે  ઉમેદવારી પત્ર ભરવા જવાનો છું.  પ્રદેશ પ્રમુખ  સી આર પાટીલ  તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  મારી ટીકીટ જાહેર કરી છે. યોગેશ પટેલના નામની જાહેરાતને તેમના સમર્થકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.

  • 17 Nov 2022 08:26 AM (IST)

    Gujarat Election Live : ચૂંટણી સમયે લાખો રૂપિયાની હેરાફેરી ઝડપાઈ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે હાલમાં રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ હોવાના કારણે તમામ ચેકપોસ્ટો પર ચેકિંગની પ્રક્રિયા કડક કરવામાં આવી છે. આ દરમિયાન જામનગરમાં પણ ચૂંટણી સમયે લાખો રૂપિયાની હેરાફેરી ઝડપાઈ છે. શહેરના વ્હોરાના હજીરા પાસેથી લાખોની રોકડ સાથે કારને આંતરી લેવાઈ, જામનગર ઉત્તર બેઠક પર ચૂંટણી પંચ ટીમની કાર્યવાહી કરી છે અને ખાનગી કંપનીના કર્મીની કારમાં અંદાજે 25 લાખની રોકડ હોવાની આશંકા છે. ત્યારે હાલમાં ચૂંટણી પંચના ઓબ્ઝર્વર સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રોકડની ખરાઈ અંગે આવક વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  • 17 Nov 2022 08:24 AM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય પર થયો પથ્થરમારો

    કોંગ્રેસે ગઈકાલે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે ઉમેદવારોની  યાદી જાહેર થતાની સાથે જ પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઉમેદવારની જાહેરાતને પગલે અસંતોષી વ્યક્તિઓ દ્વારા આ પથ્થરમારો કરાયો હોવાની આશંકા છે.  અસંતોષી ઈસમો દ્વારા પથ્થર મારીને બાલ્કનીમાં રહેલા કાચ તોડી નાખવામાં આવ્યા હતા.  તો આ ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

  • 17 Nov 2022 08:23 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 :  ચૂંટણીમાં કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે

    ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.  ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમાં 70,000 સૈનિકો સામેલ થશે. જેમાં  બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે.

  • 17 Nov 2022 08:19 AM (IST)

    Gujarat Election Live : ઉમેદવારી ફોર્મ ભરવા આજે લાગશે નેતાઓની કતાર

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં  બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તમામ પાર્ટીના બાકી ઉમેદવારો આજે ફોર્મ ભરવા દોડશે. આપને જણાવી દઈએ કે, બીજા તબક્કા માટે અત્યાર સુધી 719 ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ પ્રથમ તબક્કાના ફોર્મ પાછા ખેંચવાનો પણ આજે છેલ્લો દિવસ છે.

Published On - Nov 17,2022 8:15 AM

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">