Gujarat Election 2022 LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર, કોંગેસે વધુ 37 ઉમેદવારના નામની યાદી કરી જાહેર, પેટલાદમાંથી નિરંજન પટેલે આપ્યું રાજીનામુ, મધુ શ્રીવાસ્તવે કહ્યું મને ચૂંટણી લડવા છેલ્લી તક આપો

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 16, 2022 | 11:02 PM

ગુજરાત ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ સત્તા કાયમ રાખવા મથામણ કરી રહી છે, તો આ તરફ 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે, જ્યારે AAP પંજાબ બાદ ગુજરાતમાં પણ પગપેસારો કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં.....

Gujarat Election 2022 LIVE :   વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર, કોંગેસે વધુ 37 ઉમેદવારના નામની યાદી કરી જાહેર,  પેટલાદમાંથી નિરંજન પટેલે આપ્યું રાજીનામુ, મધુ શ્રીવાસ્તવે કહ્યું મને ચૂંટણી લડવા છેલ્લી તક આપો
Gujarat Election 2022

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. એક તરફ ભાજપે PM મોદી સહિતના દિગ્ગજોની ફોજ ઉતારી છે, તો બીજી તરફ કોંગ્રેસે 40 નેતાઓની સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત રાષ્ટ્રીય નેતાઓનો સામેલ છે. તો AAP ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સહિતના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. તો આ તરફ બીજા તબક્કા ચૂંટણીમાં ફોર્મ ભરવા ઉમેદવારોએ દોટ લગાવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Nov 2022 11:02 PM (IST)

    Gujarat Election 2022 LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારનો કરશે આરંભ

    Gujarat Election 2022 LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી ગુજરાત ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરશે. PM મોદી 19 નવેમ્બરથી ત્રણ દિવસ 8 ચૂંટણી સભાઓ ગજવશે અને ત્યારબાદ પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે 28-29 નવેમ્બરે ફરી ગુજરાતના મતદાતાઓ સાથે ડોર-ટુ-ડોર જનસંપર્ક કરશે, ત્યારબાદ બીજા તબક્કાના મતદાન પૂર્વે 2-3 ડિસેમ્બરે ફરી પ્રચાર કરશે.  PM મોદી 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. તેમની રેલીઓ માટેના આયોજનો થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે. અને તેમની સાથે ભાજપના 54 મહાનુભાવો અલગ અલગ જગ્યા પર ડોર-ટુ-ડોર પ્રચાર સાહિત્યની વેચણી કરી જનસંપર્ક કરશે.

  • 16 Nov 2022 10:49 PM (IST)

    Gujarat Election 2022 LIVE : પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારાની ઘટના

    Gujarat Election 2022 LIVE:  પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર થયો પથ્થરમારાની ઘટના બની હતી.  પંચમહાલમાં ગોધરા શહેરના  વિશ્વકર્મા ચોકમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મારો થયો હતો.   કાર્યકરોમાં ઉમેદવારની જાહેરાતને પગલે અસંતોષ ફેલાયો હતો.   આ ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે  પોલીસ બંદોબસ્તગોઠવી દેવામાં આવ્યો હતો.

  • 16 Nov 2022 10:44 PM (IST)

    Gujarat Election 2022 LIVE : છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું

    Gujarat Election 2022 LIVE : ઝઘડિયામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો ઉમેદવારીના મુદ્દે નવો વળાંક આવ્યો  છે. આ ઘટનામાં  છોટુ વસાવના નાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. ત્યારે  ચૂંટણી જંગમાં હજુ પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા સામસામે છે.

  • 16 Nov 2022 10:12 PM (IST)

    Gujarat Election 2022 LIVE : કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું

    Gujarat Election 2022 LIVE :   પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું છે   પેટલાદ બેઠક ઉપર  નિરંજન પટેલને ટિકિટ ન મળતા  રાજીનામું આપ્યું હતું.  તેમણે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપ્યું હતું.  નિરંજન પટેલે  ધારાસભ્ય પદ અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.  niranajan patel resign from congress

  • 16 Nov 2022 09:58 PM (IST)

    Gujarat Election 2022 LIVE : અમદાવાદના મક્તમપુરા વોર્ડના AIMIMના કાઉન્સિલરે આપ્યું રાજીનામું

    Gujarat Election 2022 LIVE : અમદાવાદ  મકતમપુરા વોર્ડના AIMIMના કાઉન્સિલરે  રાજીનામું  આપ્યું છે.  સુહાના મનસુરીએ રાજીનામુ આપતા પક્ષની બેવડી નીતિ અને મુસ્લિમ સમાજના હિતમાં રાજીનામું આપ્યું હતું. કોર્પોરેશનમાં તેઓ અપક્ષ કાઉન્સિલર તરીકે  ફરજ બજાવશે.

  • 16 Nov 2022 09:27 PM (IST)

    Gujarat Election 2022 LIVE : દહેગામ બેઠક પર કોંગ્રેસના કામિનીબા રાઠોડનું પત્તુ કપાતા વિરોધના સૂર

    Gujarat Election 2022 LIVE :  દહેગામ બેઠક પર કોંગ્રેસના કામિનીબા રાઠોડનું પત્તુ કપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. દહેગામમાં કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે. કામિનીબાના સમર્થકોએ જગદીશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી તરફ કામિનીબાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સામે ટિકિટ વેચણીને લઈ પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે લોભ-લાલચથી અન્યને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું કે, "સમર્થકો કહેશે તો અપક્ષમાંથી ઉમેદવારી કરીશ

  • 16 Nov 2022 08:08 PM (IST)

    Gujarat Election 2022 LIVE : મતદાન જાગૃતિ અંગે અવસર રથ દ્વારા સિગ્નેચર કેમ્પેઇન

    Gujarat Election 2022 LIVE : રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને વિવિધ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી સાર્થક ત્યારે બને છે  જ્યારે મતદારો  યોગ્ય રીતે મતદાન કરવા જાય. કારણ કે લોકશાહીના ઉત્સવમાં એક એક વોટ  કિંમતી હોય છે ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર  ધવલ પટેલ દ્વારા જાગૃતિ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ.ધવલ પટેલના હસ્તે સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. કેમ્પેઇનના માધ્યમથી મતદારો કોઈપણ જ્ઞાતિ, જાતિ ધર્મના ભેદભાવ વગર મતદાન કરે તેવો પ્રયાસ કરાશે .આ સાથે દરેક વોર્ડમાં અવસર રથ દોડાવીને અને સિગ્નેચર કેમ્પેઇન કરીને જાગૃતિ લાવવામાં આવશે તથા જાહેર સ્થળો પર સેલ્ફી પોઇન્ટ મૂકીને પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.

  • 16 Nov 2022 07:44 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ગીર સોમનાથના તાાલાલાના વાડલા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર

    Gujarat Election 2022 LIVE :  તાલાલા તાલુકાનાં વાડલા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરતા  ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.   ગ્રામજનોએ કહ્યું હતું કે લાડવા ગીર ગામના  લોકો વર્ષોથી ઓકોલ વાડીથી વાડલા જોડતા રસ્તામાં આવતા  પુલ મોટા કરવા તેમજ  ખાડા પૂરવા માટે માંગણી કરી હતી.  ગ્રામજનએ રજૂઆત કરતા કહ્યું હતું કે અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થીઓ આ સમસ્યાનો વધારે સામનો કરે છે.

    Election protest in talala

    Election protest in talala

  • 16 Nov 2022 07:33 PM (IST)

    Gujarat Election 2022 LIVE : જાણો કોંગ્રેસના તમામ 37 ઉમેદવારના નામ, 5 ધારાસભ્યને ન કર્યા રીપીટ

    Gujarat Election 2022 LIVE : કોંગ્રેસ આજે વધુ એક યાદી જાહેર કરી છે ત્યારે ખમતીધર નેતા નિરંજન પટેલની  ટિકિટી કાપવામાં આવી છે અને  ડો. પ્રકાશ પરમારને  ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત ઘણી બેઠક પર જૂના ઉમેદવારને કાપીને  નવા ઉમેદવારને  બેઠક ફાળવવામાં આવી છે.

    1. પાલનપુર – મહેશ પટેલ
    2. દિયોદર – શિવાભાઈ ભૂરિયા
    3. કાંકરેજ – અંબુભાઇ ઠાકોર
    4. ઉંઝા – અરવિંદ પટેલ
    5. વિસનગર – કીર્તિભાઇ પટેલ
    6. બેચરાજી – ભોપાજી ઠાકોર
    7. મહેસાણા – પી.કે. પટેલ
    8. ભિલોડા- (એસ. ટી) – રાજૂ પારઘી
    9. બાયડ – મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા
    10. પ્રાંતિજ – બેચરસિંહ રાઠોડ
    11. દહેગામ – વખતસિંહ અમરસિંહ ચૌહાણ
    12. ગાંધીનગર- ઉત્તર – વિરેન્દ્રસિંહ વાઘેલા
    13. વિરમગામ – લાખાભાઈ ભરવાડ
    14. સાણંદ – રમેશભાઇ કોળી
    15. નારણપુરા – સોનલબેન પટેલ
    16. મણિનગર સી.એમ. રાજપૂત
    17. અસારવા(SC)- વિપુલ પરમાર
    18. ધોળકા – અશ્વિન રાઠોડ
    19. ધંધુકા – હરપાલસિંહ ચુડાસમા
    20. ખંભાત – ચિરાગ પટેલ
    21. પેટલાદ – ડો. પ્રકાશ પરમાર
    22. માતર – સંજયભાઈ પટેલ
    23. મહેમદાબાદ – જુવાનસિંહ ગાડાભાઇ
    24. ઠાસરા- કાંતિભાઈ પરમાર
    25. કપડવંજ – કાલાભાઈ ડાભી
    26. બાલાસિનોર – અજીતસિંહ ચૌહાણ
    27. લુણાવાડા – ગુલાબસિંહ
    28. સંતરામપુર( ST) -ગેંડાભાઇ ડામોર
    29. શહેરા – ખાટુભાઇ પગી
    30. ગોધરા – રશ્મિબેન ચૌહાણ
    31. કાલોલ- પ્રભાતસિંહ
    32. હાલોલ- રાજેન્દ્ર પટેલ
    33. દાહોદ(ST) – હર્ષભાઈ નીનામા
    34. સાવલી – કુલદીપ રાઉલજી
    35. વડોદરા શહેર(SC)- ગુણવંતભાઈ પરમાર
    36. પાદરા – જશપાલસિંહ પઢિયાર
    37. કરજણ – પ્રિતેશ પટેલ
  • 16 Nov 2022 07:20 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અંગે રંગોળી, સેલ્ફી, સિગ્નેચર કેમ્પેઇન સહિતના કાર્યક્રમો

    Gujarat Election 2022 LIVE : ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણી માં મતદાન જાગૃતિ અને મતદાન વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય આયોગ સતત ચૂંટણી લક્ષી કાર્યક્રમો કરી રહ્યું છે મતદાન જાગૃતિ ને લઈ 38 વિધાનસભા કલોલ માં પણ સરકારી પ્રાથમિક શાળા ના બાળકો એ સિગ્નેચર અભિયાન શરૂ કર્યું અને રસ્તા જતા લોકો ને 5 ડિસેમ્બરે મતદાન કરવા ના સિગ્નેચર શપથ લેવડાવ્યા હતા સાથે મતદાન જાગૃતિ ને લઈ પોસ્ટર લઈ રેલી ,રંગોળી,સેલ્ફી સાથે નાટકો પણ યોજ્યા અને જાગૃતિ ફેલાવી હતી. બીએલઓએ જણાવ્યું હતું કે મતદાન વધુ થાય એ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

  • 16 Nov 2022 06:59 PM (IST)

    Gujarat Election 2022 LIVE : કોંગ્રેસની વધુ એક યાદીમાં જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

    • Gujarat Election 2022 LIVE :  કોંગ્રેસની વધુ એક યાદી થઇ જાહેર થઈ છે તેમાં શંકર સિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને  બાયડથી ટિકિટ આપવામાં આવી છે   અન્ય ઉમેદવારોના નામ આ પ્રમાણે  છે.

      વિસનગરથી કિરીટ પટેલને ટિકિટ

    • વિરમગામથી લાખાભાઇ ભરવાડને ટિકિટ
    • ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમાને મળી ટિકિટ
    • ધંધુકાથી વર્તમાન ધારાસભ્ય રાજેશ ગોહિલની ટિકિટ કપાઇ
    • કાલોલથી પ્રભાતસિંહને ટિકિટ
    • વડોદરા શહેરથી ગુણવંતરાય પરમારને મળી ટિકિટ
    • નારણપુરાથી સોનલબેન પટેલને ટિકિટ
    • પેટલાદથી ડૉ.પ્રકાશ પરમારને ટિકિટ
    • બેચરાજીથી ભરતસિંહ ઠાકોરની ટિકિટ કપાઇ
    • બેચરાજીથી ભોપાજી ઠાકોરને મળી ટિકિટ
    • કાલોલથી ભાજપમાંથી આવેલા પ્રભાતસિંહને મળી ટિકિટ
    • શહેરાથી ભાજપમાંથી આવેલા ખાતુ પગીને ટિકિટ
  • 16 Nov 2022 06:38 PM (IST)

    Gujarat Election 2022 LIVE : કોંગ્રેસે વધુ 37 ઉમેદવારના નામની યાદી કરી જાહેર

    Gujarat Election 2022 LIVE : કોંગ્રેસે વધુ 37 ઉમેદવારના નામની યાદી જાહેર કરી છે   જેમાં મહેન્દ્ર સિંહ વાઘેલાને બાયડથી  ટિકિટ આપવામાં આવી છે.  મહેશ પટેલને પાલનપુરથી ટિકિટ આપવામાં આવી છે તો વિરમ ગામથી લાખા ભરવાડને ટિકિટ આપવામાં આવી છે

  • 16 Nov 2022 06:21 PM (IST)

    Gujarat Election 2022 LIVE : મધુ શ્રીવાસ્તવની સ્પષ્ટ વાત મને છેલ્લી તક આપો, મારે ચૂંટણી લડવી જ છે

    Gujarat Election 2022 LIVE :  વડોદરા ખાતે  ટીવી નાઇન સાથે  મધુ શ્રીવાસ્તવે ખાસ  વાતચીત કરતા જણાવ્યું  હતું કે મેં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વાત કરી છે કે મને છેલ્લી તક આપો મારે ચૂંટણી લડવી જ છે.  મને છેલ્લી ચૂંટણી  લડવાની તક આપો. હું આવતીકાલે  અપક્ષ તરીકે ઉમેદવારી પત્રો ભરવાનો છું તેમ પણ મધુ  શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

  • 16 Nov 2022 06:06 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ભાજપ દ્વારા નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવાની કવાયત

    Gujarat Election 2022 LIVE :     ભાજપની નારાજ  મધુ શ્રીવાસ્તવને ભાજપ દ્વારા મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા  છે ત્યારે  મધુ શ્રીવાસ્તવ અને સી.આર.પાટિલની ગુપ્ત બેઠક થઈ હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા  છે આ બેઠકમાં  વડોદરા શહેર પ્રમુખ ડૉ વિજય શાહ  પણ હાજર રહ્યા હતા. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મધુ શ્રીવાસ્તવે આવતીકાલે અપક્ષ ઉમેદવારી પત્રક ભરવાની  જાહેરાત  કરી શકે છે.

  • 16 Nov 2022 05:59 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ડીસામાં ભાજપથી નારાજ લેબજી ઠાકોર ડીસા વિધાનસભા બેઠકથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે

    Gujarat Election 2022 LIVE :    બનાસકાંઠામાં ડીસાના જોરાપુરા ખાતે ઠાકોર સમાજની જંગી સભા  યોજાઈ છે જે દરમિયાન લેબજી ઠાકોર ડીસા વિધાનસભા બેઠકથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. ભાજપે   ટિકિટ નહીં આપતા નારાજ લેબજી ઠાકોર હવે અપક્ષ ઉમેદવારી નોંધાવશે. લેબજી ઠાકોર 2014ની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી લડી ચૂક્યા હતા.

  • 16 Nov 2022 05:41 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ઉપલેટામાં માલધારી સમાજ દ્વારા ભાજપનો વિરોધ

    Gujarat Election 2022 LIVE :     રાજકોટ નજીક આવેલા ઉપલેટામાં  માલધારી સમાજ દ્વારા બેનર લગાડી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. રબારી ,ભરવાડ તેમજ  ચારણ સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે.

  • 16 Nov 2022 05:33 PM (IST)

    Gujarat Election 2022 LIVE : નાંદોદ અને ડેડિયાપાડામાં AAPમાં ગાબડુ, 3000 થી વધુ આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

    Gujarat Election 2022 LIVE : આપમાંથી ભાજપમાં (BJP) જોડાયેલા   કિરણ વસાવાએ જણાવ્યું હતું કે અમે   ત્રણ વર્ષથી સ્વ ખર્ચે આમ આદમી  પાર્ટી માટે કામ કરતા હતા, છતાં અમારી કદર કરી નથી. જયારે હાલમાં જ બિટીપીમાંથી આવેલા ચૈતર વસાવા ને આપમાંથી ટીકીટ આપી ડેડીયાપાડા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે.

    AAP karyakarta join BJP

    નાંદોદ અને ડેડિયાપાડામાં 'આપ' કાર્યકરો ભાજપમાં જોડાયા

    આપ પાર્ટીના એસટી સેલ ના પૂર્વ જોઇન્ટ જોઈન્ટ સેક્રેટરી ડૉ. કિરણ વસાવાએ જણાવ્યું હતું કે મારી સાથે 10 થી વધુ આપ ના હોદ્દેદારોએ AAPના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપ્યા છે અને મારી સાથે 10,000 થી વધુ કાર્યકર્તાઓ એ રાજીનામાં આપ્યા છે અને અમે હજારોની સંખ્યામાં સંગઠનના સભ્યો સહિત ભાજપમાં જોડાયા છે એનું કારણ એટલું જ છે કે AAP ને ઉભી કરવાવાળા જ અમે છીએ અને અમને પૂછ્યા વિના તથા  વિશ્વાસમાં લીધા વિના  પ્રદેશના હોદ્દેદારો મનમાની કરે છે.

  • 16 Nov 2022 05:09 PM (IST)

    માણસા ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

    માણસા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. માણસાથી ભાજપે જે.એસ. પટેલને ટિકિટ આપી છે. માણસા ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી અને ડી ડી પટેલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા.

  • 16 Nov 2022 04:55 PM (IST)

    બાયડ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ

    અરવલ્લી જિલ્લાના બાયડ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપથી નારાજ ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી કરી શકે છે. ધવલસિંહ ઝાલાએ સમર્થકો સાથે ગતરાત્રિએ બેઠક કરી હતી. અગાઉ ધવલસિંહ ઝાલાના સમર્થકોએ કમલમમાં હંગામો કર્યો હતો.

  • 16 Nov 2022 04:41 PM (IST)

    ઉમેદવાર મહેન્દ્ર ભાભોરે ટિકિટ માટે પક્ષનો માન્યો આભાર

    ગરબાડા બેઠક પર ભાજપે મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી છે. ત્યારે ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરે ટિકિટ માટે પક્ષનો આભાર માન્યો છે. અંતિમ સમયે ભાજપે મહેન્દ્ર ભાભોરને ફરી મેદાને ઉતાર્યા છે. 2017માં ગરબાડા બેઠક પર કોંગ્રેસના ચંદ્રિકા બારૈયા જીત્યા હતા.

  • 16 Nov 2022 04:19 PM (IST)

    સુખરામ રાઠવાએ પણ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

    છોટાઉદેપુરની પાવી જેતપુર બેઠકના ઉમેદવાર અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. મોંઘવારીનો વિરોધ કરવા સુખરામ રાઠવા બળદ ગાડામાં સવાર થઇને મામલતદાર કચેરીએ પહોંચ્યા. ઢોલ-નગારા અને આદિવાસી નૃત્ય તેમજ અનેક સમર્થકો સાથે સુખરામ રાઠવાએ રેલી યોજી. આ દરમ્યાન આપના ઉમેદવાર રાધિકા રાઠવા પણ તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળતા બંને પક્ષોની રેલીઓ સામસામે આવી. પાવી જેતપુરની પ્રજા ફરી એક વખત બહુમતિ સાથે જીત અપાવશે તેવો આશાવાદ સુખરામ રાઠવાએ વ્યક્ત કર્યો.

  • 16 Nov 2022 03:20 PM (IST)

    ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની વધુ એક યાદી ભાજપે જાહેર કરી છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઇ છે.

  • 16 Nov 2022 02:52 PM (IST)

    સમર્થકો સાથે રેલી કાઢીને ભૂષણ ભટ્ટે ફોર્મ ભર્યુ

    આ તરફ જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભાજપના ભૂષણ ભટ્ટે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધવતા પહેલા ભૂષણ ભટ્ટે ભગવાન જગન્નાથ અને બહેરામપુરા વોર્ડમાં આવેલાં મેલડી માતાના મંદિરો દર્શન કર્યા હતા.  ભૂષણ ભટ્ટની સાથે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ હરીન પાઠક પણ જોવા મળ્યાં હતાં. ભૂષણ ભટ્ટે પોતાના સમર્થકો સાથે બહેરામપુરા વોર્ડમાં આવેલા મેલડી માતાના મંદિરથી શરૂ કરી જમાલપુર વોર્ડ થઈ ખાડિયા ચારરસ્તા સુધી રેલી પણ યોજી હતી.

  • 16 Nov 2022 02:38 PM (IST)

    ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે ભર્યું ઉમેદવારી ફોર્મ

    આ તરફ પંચમહાલમાં ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મોરવાહડફ બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ જાહેર સભામાં નિમિષા સુથાર ભાવુક થયા હતા. જયાં તેમણે કહ્યું, જ્યારે મને મતરૂપી આશીર્વાદની જરૂર પડી છે. ત્યારે મોરવા હડફની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે. તેમ કહેતા નિમિષા સુથાર ભાવુક થયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સાંસદ રતનસિંહ રાઠોડ, જશવંતસિંહ ભાભોર અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

  • 16 Nov 2022 01:51 PM (IST)

    ગુજરાત ઈલેક્શન લાઈવ : તટસ્થ મતદાન માટે વહીવટી તંત્ર પણ સક્રિય થયુ

    ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર વચ્ચે વધુ અને તટસ્થ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર પણ સક્રિય થયુ છે. અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે અમદાવાદના મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ.ધવલ પટેલના હસ્તે સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. કેમ્પેઇનના માધ્યમથી મતદારો કોઈપણ જ્ઞાતિ, જાતિ ધર્મના ભેદભાવ વગર મતદાન કરે તેવો પ્રયાસ કરાશે. આ સાથે દરેક વોર્ડમાં અવસર રથ દોડાવીને અને સિગ્નેચર કેમ્પેઇન કરીને જાગૃતિ લાવવામાં આવશે. તથા જાહેર સ્થળો પર સેલ્ફી પોઇન્ટ મૂકીને પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.

  • 16 Nov 2022 01:48 PM (IST)

    Gujarat Election 2022 : સાબરમતી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર દિનેશસિંહ મહિડાએ ભર્યું ફોર્મ

    અમદાવાદ સાબરમતી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશસિંહ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ઉમેદવારી પત્રક ભરતા પહેલા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. દિનેશસિંહે દાવો કરતા કહ્યું કે, સાબરમતી વિસ્તાર શહેરી વિસ્તાર હોવા છતા વિકાસના કામો થયા નથી. આવિસ્તારને અન્યાય થયો છે. ભાજપની પરંપરાગત બેઠક હોવા છતા કોઈ કામ થયું નથી. લોકો નારાજ છે અને કૉંગ્રેસ અહીં જંગી લીડથી જીતશે.

  • 16 Nov 2022 01:38 PM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ચૂંટણીના માહોલમાં IT વિભાગનો સપાટો

    એક ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં IT વિભાગ પણ સક્રિય થઈ ગયુ છે. દેશની જાણીતી મેટ્રો પોલીસ પેથ લેબ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.  રાજકોટ,અમદાવાદ,બરોડા,સુરતની બ્રાન્ચ પર IT વિભાગે સપાટો બોલાવ્યો છે. મહત્વનું છે કે, મુંબઈ,દિલ્લી સહિતના મહાનગરોમાં પણ IT વિભાગે તવાઈ બોલાવી છે.

  • 16 Nov 2022 01:33 PM (IST)

    Gujarat Election Live : સુરત પૂર્વ બેઠક પરથી આપ ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યુ

    પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરત પૂર્વ બેઠક પર હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો.  આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમના જે ઉમેદવાર ગાયબ થયા હોવાનું જણાવ્યું તે કંચન જરીવાલા નાટ્યાત્મક રીતે રિટર્નિંગ ઓફિસરની કચેરીએ હાજર થયા અને સ્વૈચ્છાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું. આ દરમિયાન ભારે ધક્કા-મુક્કી સર્જાતા માહોલ ગરમાયો. આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગુંડાગર્દીનો આરોપ લગાવી તેમણે બળજબરીથી કંચન જરીવાલાનું અપહરણ કર્યું હોવાનો દાવો કર્યો. જો કે ભાજપે આપના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજી તરફ કંચન જરીવાલાના પરિવારજનોએ પણ તેઓ ફોર્મ ભરવા ગયા પછી ગાયબ થઇ ગયા હોવાનું જણાવ્યું હતું.

  • 16 Nov 2022 01:25 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : ગુજરાત કોંગ્રેસમાં ટિકિટને લઇને વિવાદ

    ગુજરાત કોંગ્રેસમાં ટિકિટને લઇને વિવાદ સર્જાયો છે. ધંધુકા બેઠક પર સીટિંગ ધારાસભ્યને રિપીટ કરવા માગ કરાઈ છે. રાજેશ ગોહિલને રિપીટ કરવાની માગ સાથે કાર્યકરો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. પ્રદેશ કાર્યાલયે પોસ્ટર લઈ સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. તો આ તરફ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ધંધુકા બેઠકથી ટિકિટની માગ કરી રહ્યા છે.

  • 16 Nov 2022 01:22 PM (IST)

    Gujarat Election 2022: ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

    વિજયના જયઘોષ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે.  પહેલા ત્રિ-મંદિરમાં દર્શન, ગુરૂજીના આશીર્વાદ લીધા, ત્યારબાદ ઘાટલોડિયામાં જનસભા અને રોડ શો યોજ્યો. તેમની સાથે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા. જનસભા બાદના સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ વાજતે-ગાજતે ગોતા પ્રાંત કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમના રોડ શોમાં 1 હજાર જેટલા યુવાનો બાઈક સાથે જોડાયા હતા. રોડ શોના રૂટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખુલ્લી જીપમાં રબારી પાઘડી પહેરીને સજ્જ ગૃહપ્રધાન અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સમર્થકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા આગળ વધ્યા હતા.

  • 16 Nov 2022 12:25 PM (IST)

    Gujarat Election 2022 : પાટીદાર નેતા રેશમા પટેલ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં 'આપ'માં જોડાયા

    ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં જામી છે. પાટીદાર નેતા રેશમા પટેલે રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો.

  • 16 Nov 2022 11:30 AM (IST)

    Gujarat Election Live Updates : વરાછા ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર

    સુરતની વરાછા બેઠક એ ફક્ત સુરત જ નહિં પરંતુ સમગ્ર ગુજરાત માટે હાઇપ્રોફાઇલ બેઠક ગણાય છે,  ત્યારે વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. કુમાર કાનાણી છેલ્લી બે ટર્મથી વરાછાના ધારાસભ્ય છે અને હવે જીતની હેટ્રિક સર્જવા માટે કુમાર કાનાણીએ તેમના મતવિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે. કુમાર કાનાણીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં વરાછાના વિકાસ માટે મેં અનેકવિધ કાર્યો કર્યા છે અને આ મુદ્દાઓને લઇને જ હું પ્રજા વચ્ચે જઇ રહ્યો છું. વરાછામાં અન્ય પક્ષો સાથે કોઇ હરિફાઇ નથી, વરાછાની પ્રજા ભાજપની સાથે જ રહેશે તેવો આશાવાદ કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો.

  • 16 Nov 2022 11:16 AM (IST)

    Gujarat Election 2022 : ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની હેરફેર !

    વિધાનસભા ચૂંટણી દરમિયાન દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે, ત્યારે ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દારૂ સાથે ઝડપાયા છે. દીવ નજીક આવેલી ઉનાની માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે કારમાં તપાસ કરતા 251 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  • 16 Nov 2022 11:03 AM (IST)

    દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવા કપડા પહેરીને આવી જાય છે - અમિત શાહ

    આ સાથે ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નવા કપડા પહેરીને આવી જાય છે, ઘાટલોડિયામાં એવો વિજય થાય કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર શોધવા પડે. આ સાથે તેણે કહ્યું કે, બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો ઉભા થયા હતા, જેને ભૂપેન્દ્ર પટેલે સરકારે હટાવ્યા.

  • 16 Nov 2022 10:53 AM (IST)

    કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી - અમિત શાહ

    વધુમાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું કાર્ય ભાજપ સરકારે કર્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહરા કરતા કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં નથી, તો કામ ક્યાં કર્યા...? ભાજપના ફોટા દેખાડીને કોંગ્રેસ પોતાના કામ બતાવી રહી છે.

  • 16 Nov 2022 10:48 AM (IST)

    Gujarat Election Live : ગુજરાતમાં ફરી બનશે ભાજપની સરકાર- અમિત શાહ

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરે તે પહેલા રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સંબોધન કરતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ગુજરાતમાં ફરી એક વાર ભાજપની સરકાર બનશે. 1985 થી 1995 માં દરરોજ કોમી હુલ્લડો થતા હતા. પણ હવે ગુજરાતમાં કોઈની હિંમત નથી કાંકરીયાળો કરે.

  • 16 Nov 2022 10:44 AM (IST)

    Gujarat Election : CM ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં ભરશે ઉમેદવારી ફોર્મ

    સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. અમિત શાહ પણ હાલ આવી પહોંચ્યા છે. આ સાથે  ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે. મહત્વનું છે કે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક ભાજપનો મજબૂત કેસરિયો કિલ્લો ગણાય છે. પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા બેઠક પર ગત બે ટર્મથી ભાજપ 1 લાખથી વધુ મતોથી વિજયી બન્યું છે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે. પૂર્વ CM આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા હતા.

  • 16 Nov 2022 10:06 AM (IST)

    Gujarat Election Live : કોંગ્રેસે વટવા બેઠક પર બલવંતસિહ ગઢવીને ટિકિટ આપતા કાર્યકરોનો વિરોધ

    કોંગ્રેસના ઉમેદવારનો વિવાદ અને વિરોધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.  વટવા બેઠક પર કોંગ્રેસે બોપલમાં રહેતા બલવંતસિહ ગઢવીને ટિકિટ આપતા કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને સ્થાનિક ઉમેદવારની માગ કરી રહ્યા છે. આ વિરોધને પગલે હવે કોંગ્રેસ મોવડી મંડળે વટવા બેઠક વિધાનસભા માટે ફેરવિચારણ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે.  વટવા બેઠક પર બળવંત ગઢવીનો વિરોધ થતા હવે આ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર બદલે તેવું લાગી રહ્યું છે.

  • 16 Nov 2022 09:51 AM (IST)

    Gujarat Election 2022 Live : ચૂંટણીના માહોલ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પાણીપૂરીની મજા માણી

    ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર વચ્ચે દિગ્ગજો પણ આવી રહ્યા છે, ત્યારે આણંદમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પાણીપુરીની મજા માણતા નજરે ચડ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ ભાજપ કાર્યકરો સાથે રોડની સાઇડમાં ઉભા રહીને પાણીપુરીની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની આણંદ બેઠકના ઉમેદવાર યોગેશ પટેલના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. અહીં તેમને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 16 Nov 2022 09:46 AM (IST)

    Gujarat Election : કોંગ્રેસે 40 નેતાઓની સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી

    ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે 40 નેતાઓની સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત રાષ્ટ્રીય નેતાઓનો સામેશ થયો છે. તો બીજી તરફ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, રમેશ ચેન્નીથલ્લાનો સામાવેશ કરવામાં આવ્યો છે તો બીજીતરફ દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ, કમલ નાથ, અશોક ચૌહાણ સહિતના રાષ્ટ્રીય પ્રવક્તાઓને  પ્રચારની જવાબદારી સોંપાઈ છે. સ્ટાર પ્રચારકની યાદીમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અમિત ચાવડા જેવા ગુજરાતના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 16 Nov 2022 09:39 AM (IST)

    Gujarat Election Live : અમરેલીમાં જીત હાંસલ કરવા ભાજપનો ધૂંઆધાર પ્રચાર

    કોંગ્રેસનો ગઢ ગણાતાના અમરેલીમાં જીત હાંસલ કરવા ભાજપ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે. અમરેલીમાં પીએમ મોદીની સભા પહેલા પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલી વિધાનસભાની 3 બેઠકો પર ભાજપના અપેક્ષિત લોકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજુલા, ધારી અને બગસરા બેઠકનો સમાવેશ થાય છે. સહપ્રભારી સુધીર ગુપ્તાએ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.  તેમણે અમરેલીમાં આ વખતે ભાજપ જીતશે તેવો દાવો કર્યો હતો.

  • 16 Nov 2022 09:37 AM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી કરશે ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ.  મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી 150 બેઠક પર સત્તા માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. તેમની રેલીઓ માટેના આયોજનો થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.

  • 16 Nov 2022 09:33 AM (IST)

    Gujarat Vidhansabha Election : આજથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે

    ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે  ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ હવે ચકાસણી શરૂ થશે. આજથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. મહત્વનું છે કે,  ફોર્મ પાછા ખેંચવા પૂર્વે નડતરૂપ અપક્ષોને હટાવવા રાજકીય પક્ષોની કવાયત કરશે. આગામી 17 તારીખ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે.

  • 16 Nov 2022 09:28 AM (IST)

    Gujarat Election 2022 : પાટીદાર નેતા રેશમા પટેલ જોડાશે AAP માં

    ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં જામી છે. આજે પાટીદાર નેતા રેશમા પટેલ AAPમાં જોડાશે. તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે. માહિતી મુજબ તેઓ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ ધારણ કરશે. વિરમગામ બેઠક પરથી ચૂંટણી રેશમા પટેલ AAP માંથી ચૂંટણી લડશે. એટલે કે બે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને રેશમા પટેલ આમને-સામને જોવા મળશે. આથી આ વખતે વિરમગામ વિધાનસભા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે.

  • 16 Nov 2022 09:27 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે

    CM ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન તેમની સાથે ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેવાના છે. આ પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રભાત ચોક પાસે વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક ભાજપનો મજબૂત કેસરિયો કિલ્લો ગણાય છે, પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા બેઠક પર ગત બે ટર્મથી ભાજપ 1 લાખથી વધુ મતોથી વિજયી બન્યું છે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે. પૂર્વ CM આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા હતા.

Published On - Nov 16,2022 9:20 AM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">