તેમણે ટિકિટ મુદ્દે જણાવ્યું હતું કે રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી. હિમાશું વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેને પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાઈ જશે. નોંધનીય છે કે ચૂંટણી નજીક આવતા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે જયનારાયણ વ્યાસજીના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટિકિટ આપી હતી. તેઓ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટિકિટની અપેક્ષા ન હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે. જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે. સી.આર. પાટીલે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટિકિટ નથી આપવાની.