Gujarat Election 2022: દહેગામમાં ગુરુવારે પીએમ મોદીની સભાને લઇને તડામાર તૈયારીઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દહેગામના ગાંધીનગર રોડ પર રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં બપોરે 1:00 વાગે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાંર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Gujarat Election 2022:  દહેગામમાં ગુરુવારે પીએમ મોદીની સભાને લઇને તડામાર તૈયારીઓ
PM Modi Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 8:40 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દહેગામના ગાંધીનગર રોડ પર રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં બપોરે 1:00 વાગે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાંર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોના ઉમેદવારો ના ચૂંટણી પ્રચારની જાહેર સભા માટે આવનાર છે ગાંધીનગર રોડ પર મરડિયા ફાર્મ નજીક રાજભવન હિલ પાસેના મેદાનમાં જાહેર સભાને સંબોધશે વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા આવવાના હોવાથી સભા સ્થળથી થોડેક જ દૂર આવેલા એક મેદાનમાં હેલીપેડ પણ બનાવી તૈયાર કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાનની સુરક્ષાને લઈ હેલીપેડ સહિત સભા સ્થળના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇજી તેમજ એસપીજી ની ટીમે પણ સભા સ્થળ તેમજ હેલીપેડ ની મુલાકાત લઈ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક ના થાય તે માટે સમીક્ષા કરી હતી.

પીએમ મોદી ગુરુવારે પાલનપુર,મોડાસા, દહેગામ અને બાવળામાં ચાર સભા સંબોધશે

પીએમ મોદી ગુરુવારે ચાર સભાને સંબોધન કરવાના છે. જેમાં પીએમ મોદી સવારે 10 વાગે પાલનપુર, બપોરે 12.15 વાગે મોડાસા, બપોરે 1.45 વાગે દહેગામ અને બપોરે 3.00 વાગે બાવળામાં જાહેર સભાને સંબોધિત કરશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 વિધાનસભા ચૂંટણીમાં  12 દસ્તાવેજો સાથે મતદાન કરી શકાશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ -EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેતી હોય છે. જોકે આ વખતે EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-89 વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબકકાના કુલ-93 વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે.

જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ -EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">