AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ભુજ બેઠક પર પ્રથમ વાર ત્રણ પાટીદારો વચ્ચે સીધો જંગ, કોને થશે ફાયદો ?

કચ્છ જિલ્લાની ભુજ બેઠક પાટીદાર મતદારો વધુ હોવા છતા 1962 થી અત્યાર સુધી યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોઇપણ રાજકીય પાર્ટીએ પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યા નથી. અને છેલ્લી 3 ટર્મથી તો ભાજપ સ્થાનીક ઉમેદવારને પણ ટીકીટ આપતુ ન હતુ તેવામાં ભાજપે આ વખતે ભુજમાં પાટીદારને તક આપી છે જો કે કોગ્રેસે પણ પ્રથમવાર આ બેઠક પર પાટીદાર ઉમેદવારને તક આપી છે તો આમ આદમી પાર્ટીએ પણ પટેલ ઉમેદવારને ટીકીટ આપી બેઠકને રસપ્રદ બનાવી છે

Gujarat Election 2022 : ભુજ બેઠક પર પ્રથમ વાર ત્રણ પાટીદારો વચ્ચે સીધો જંગ, કોને થશે ફાયદો ?
Bhuj Election Candidate
Jay Dave
| Edited By: | Updated on: Nov 13, 2022 | 6:56 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતની કચ્છ જિલ્લાની ભુજ બેઠક પાટીદાર મતદારો વધુ હોવા છતા 1962 થી અત્યાર સુધી યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોઇપણ રાજકીય પાર્ટીએ પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યા નથી. અને છેલ્લી 3 ટર્મથી તો ભાજપ સ્થાનીક ઉમેદવારને પણ ટીકીટ આપતુ ન હતુ તેવામાં ભાજપે આ વખતે ભુજમાં પાટીદારને તક આપી છે જો કે કોગ્રેસે પણ પ્રથમવાર આ બેઠક પર પાટીદાર ઉમેદવારને તક આપી છે તો આમ આદમી પાર્ટીએ પણ પટેલ ઉમેદવારને ટીકીટ આપી બેઠકને રસપ્રદ બનાવી છે. આમતો અત્યાર સુધી યોજાયેલી ચુંટણીમાં આ બેઠક પર ભાજપનો હાથ ઉપર રહ્યો છે. તેમાય 2 ટર્મથી કોગ્રેસે મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપી ભાજપ માટે જીતનો રસ્તો આસાન બનાવ્યો હતો પરંતુ આ વખતે ત્રણ પાટીદારો વચ્ચે જંગ છે અને તેમાં અન્ય પાર્ટીએ મુસ્લિમ ફેક્ટરને ધ્યાને રાખી ઉમેદવાર ઉતારતા ભુજની બેઠક રદપ્રદ બનશે જો કે મુસ્લિમ ફેક્ટરનો સીધો ફાયદો અત્યાર સુધી ભાજપને થયો છે.

ભુજ બેઠકનું રાજકીય ગણીત

ગુજરાત ઇલેકશન 2022 : ભુજ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદારો મુસ્લિમ છે. પરંતુ અન્ય હિન્દુ જ્ઞાતીના મતદારોએ હમેંશા ભાજપ તરફી મતદાન વધુ કર્યુ છે. અને જેનો ફાયદો ભાજપને થયો છે. તેમાંય ભાજપના વિકાસની સાથે ગત બે ટર્મથી કોગ્રેસે મુસ્લિમ ઉમેદવારને મેદાને ઉતાર્યાનો સીધો ફાયદો ભાજપને થયો છે. મુસ્લિમોના 80,000 મતો એ બેઠક પર છે. સાથે અન્ય જ્ઞાતીમાં પટેલ સમાજ લેવા-કડવા 40,000 થી વધુ અનુસુચીત જાતી 26000,બાદ રાજપુત-ક્ષત્રિય,બ્રાહ્મણ,લોહાણા જેવી જ્ઞાતીના 10,000 થી 15,000 મતદારો છે. ભુજ શહેર તથા માધાપર ગામ હમેંશા ચુંટણીમાં નિર્ણાયક ભુમીકા ભજવે છે જેનો ફાયદો ભાજપને વધુ મળે છે.

ત્રણ પાટીદારો વચ્ચે સીધો જંગ

ભુજ બેઠક પર અત્યાર સુધી યોજાયેલી ચુંટણીમાં કોઇપણ મુખ્ય રાજકીય પક્ષે પાટીદારને ટીકીટ આપી હતી જેને લઇને દર વખતે પાટીદાર સમાજમાં રોષ હોય છે. ખાસ કરીને લેવા પટેલ જ્ઞાતીના મતદારો આ બેઠક પર વધુ છે તેવામાં 2012 માં નારાજ થઇને એક પટેલ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી રાજકીય ગણીત બદલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ રહ્યો ન હતો પરંતુ આ વખતે ભાજપ-કોગ્રેસ અને આપ ત્રણે પાર્ટીએ પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેમાં ભાજપના કેશુભાઇ પટેલ કડવા પાટીદાર છે. જ્યારે સૌથી સમૃધ્ધ માધાપર પંચાયતનુ વર્ષોથી સુકાન સંભાળતા અરજણ ભુડીયાને કોગ્રેસે મેદાને ઉતાર્યા છે જે લેવા પટેલ સમાજના છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ રાજેશ પીંડોરીયાને ટીકીટ આપી છે.

કોને ફાયદો કરાવશે ?

ભુજ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. ભુજ અને ખાવડા વિસ્તારમાં તેમની સૌથી વધુ અસર રહે છે. પરંતુ ભાજપે અત્યાર સુધી ક્યારેય કોઇ મુસ્લિમને ટીકીટ આપી નથી જો કે કોગ્રેસે છેલ્લી બે ટર્મ મુસ્લિમ ઉમેદવાર મેદાને ઉતારી પરિણામ બદલવાના પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા અને ભાજપને તેનો ફાયદો થયો તેવામાં આ વખતે AIMIM એ ભુજ વિધાનસભા બેઠકમાં પોતાના ઉમેદવાર સકિલ સમાને મેદાને ઉતાર્યો છે. જેનુ ભુજના મુસ્લિમ વિસ્તારોમાં થોડુ પ્રભુત્વ છે. જો કે તેનો ફાયદો આ વખતે પણ ભાજપને મળે તેવી શક્યતા છે. કેમકે કોગ્રેસનુ મુસ્લિમ મતદારો પર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ છે અને સ્થાનીક ચુંટણીમાં પણ મુસ્લિમ મતદારો વધુ ધરાવતા વિસ્તારોમાં કોગ્રેસનો વિજય થયો છે. તેથી M ફેક્ટર રાજકીય ઇતિહાસ તો નહી રચી શકે પરંતુ ભાજપને ફાયદો ચોક્કસ કરાવશે જો કે AIMIM સિવાય પણ અન્ય અપક્ષ મુસ્લિમ ઉમેદવારો મેદાને પડે તેવી પણ શક્યતા છે.

આ સીધો જંગ આ વખતે રોમાચંક બનશે

ભાજપનો ગઢ ગણાતી આ બેઠકમાં 1990 પછી કોગ્રેસ એકવાર ગાબડુ પાડી શકી છે. પરંતુ છેલ્લી બે ટર્મથી આ બેઠક પર 10 થી 15000 મતોના તફાવતથી હારજીત થઇ છે. ઉમેદવાર બદલતા ભાજપમાં અંદરખાને આંતરીક અસંતોષ છે. પરંતુ સ્થાનીક ઉમેદવારને ટીકીટ મળતા ઉત્સાહ પણ તેવામાં ત્રણ પાટીદારો વચ્ચેનો આ સીધો જંગ આ વખતે રોમાચંક બનશે.

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">