Gujarat Election 2022 : અમદાવાદની 21 બેઠકો માટે ત્રણ સ્થળોએ મતગણતરી, સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ

અમદાવાદમાં આવતીકાલે 21 બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતરી યોજાવાની છે.જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કૉલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે.. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે..

Gujarat Election 2022 : અમદાવાદની 21 બેઠકો માટે ત્રણ સ્થળોએ મતગણતરી, સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ
Ahmedabad Counting Center
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 07, 2022 | 4:38 PM

અમદાવાદમાં આવતીકાલે 21 બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતરી યોજાવાની છે.જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કૉલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે.. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે.. સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ છે..સ્ટ્રોંગરૂમ બહાર પ્રથમ સ્તરમાં CRPF બીજા સ્તરમાં SRP અને ત્રીજા સ્તરમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે..CCTVથી સતત EVMનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે.. CCTV હેઠળ જ મતગણતરી કરવામાં આવશે..પહેલા 30 મિનિટ બેલેટ પેપરની મતગણતરી થશે.. ત્યારબાદ EVMની મતગણતરી થશે.. મતગણતરી સેન્ટર પર અંદર જતા લોકોને પાસ અને આઈકાર્ડની ચકાસણી બાદ જ એન્ટ્રી અપાય છે.

જેમાં 21 બેઠકના 249 ઉમેદવારોનું ભાવી જાહેર થશે. જે મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તો મતગણતરી પહેલા અધિકારીઓનું સતત નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો. અમદાવાદમાં એલ ડી એન્જીનીયરિંગ કોલેજ. ગુજરાત કોલેજ અને પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી થશે. જે મતગણતરી સેન્ટર પર આજે કલેકટર. પોલીસ કમિશનર અને અન્ય અધિકારીએ મુલાકાત કરી મિટિંગનું આયોજન કર્યું. અને જરૂરી વ્યવસ્થા ની ચકાસણીઓ કરી. જે મુલાકાત અને નિરીક્ષણ બાદ કલેકટર નિવેદન આપતા જણાવ્યું કે evm મશીન ત્રણ લેયરની સુરક્ષામાં રખાયા છે. cctv થી સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે. તેમજ અન્ય અધિકારીઓની પણ નિમનુક કરાઈ છે. એટલું જ નહીં પણ પારદર્શિતા જળવાય તે માટેનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે. સ્ટ્રોંગ રૂમ લાઈવ દેખાય તેવી વ્યવસ્થા કરાઈ છે. cctv હેઠળ મતગણતરી થશે. જેમાં પહેલા 30 મિનિટ બેલેટ પેપરની મતગણતરી થશે અને બાદમાં evm મશીન ની મતગણતરી હાથ ધરાશે. જેમાં અલગ અલગ વિધાનસભા પર 10 ધી 14 ટેબલો પર મતગતરી થશે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કલેકટર ની મુલાકાત સાથે હાજર રહેલા પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું કે. મતગણતરી સેન્ટર પર ત્રણ લેયર સુરક્ષા રાખવામાં આવી. જેમાં સ્ટ્રોંગ રૂમ બહાર crpf ના જવાનો બંદોબસ્તમાં. કેમ્પસમાં srp ની ટુકડીઓ બંદોબસ્ત માં રખાઈ. જ્યારે બહાર તરફ લોકલ પોલીસનો બંદોબસ્ત રખાયો છે. તો cisf ની પણ મદદ લેવાઈ છે. તો ત્રણ સેન્ટર પર ડીસીપી લેવલના અધિકારી ને સુરક્ષાની જવાબદારી સોપાઈ છે. જેથી કોઈ ચૂક ન રહી જાય. એટલું જ નહીં પણ મતગણતરી બાદ સેન્ટર બહાર વિજય સરઘસ નીકળે તો તેના માટે પણ અલગથી બંદોબસ્ત ની વ્યવસ્થા કરાઈ હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું. સાથે જ શહેરમાં સંવેદનશીલ સ્થળોને લઈને રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ કરાશે.

મતગણતરી સેન્ટર પર અંદર જનાર લોકોને પાસ અને આઈકાર્ડ ચકાસણી બાદ જ એન્ટ્રી અપાય છે. મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાથી મોબાઇલ જમા કરવા માટે અલગ ડોમ ઉભો કરાયો. તો ઇમરજન્સી માટે મેડિકલ રૂમ પણ રખાયો છે. તો મીડિયા કંટ્રોલ રૂમ પણ રખાયો છે. તો આ વખતે મીડિયા કવરેજ પર ની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. જેમાં મીડિયા રૂમ તેમજ અન્ય નક્કી કરેલ સ્થળ પરથી જ કવરેજ કરી શકાશે. જેથી કોઈ અગવડતા ઉભી ન થાય.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">