Gujarat Election 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રથી કરશે ચૂંટણીનો પ્રારંભ, 21મીએ રાજકોટમાં જાહેર સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવશે. જેમાં આ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા હતા

Gujarat Election 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રથી કરશે ચૂંટણીનો પ્રારંભ, 21મીએ રાજકોટમાં જાહેર સભા
રાહુલ ગાંધી આવશે ગુજરાત
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 17, 2022 | 5:07 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવશે. જેમાં આ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી.રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ જેના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે રાજકોટ પશ્ચિમ બેઠક જેના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠક જેના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠક જેના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે..

અમે બુથ સુધીનું પ્લાનિંગ કર્યું છે-જગદીશ ઠાકોર

વિધાનસભાની ચૂંટણી અંગે માહિતી આપતા જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ચૂંટણી માત્ર પ્રચાર કે મીડિયામાં આવવાથી જીત નથી મળતી પરંતુ બુથ લેવલનું કામ પણ જરૂરી હોય છે કોંગ્રેસ દ્વારા આ વખતે બુથ સુધીનું કામ ઉમેદવારોની પસંદગી થાય તે પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જેનો લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મળશે..

રાહુલ ગાંધીની સભામાં ભીડ એકત્ર કરવા ઇન્દ્રનીલ રાજ્યગુરુને વિશેષ જવાબદારી સોંપાઇ

કોંગ્રેસની કોઈપણ જનસભામાં ભીડ એકત્ર કરવા માટે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની મહત્વની ભૂમિકા હોય છે રાહુલ ગાંધીની સભામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન, 08 ડિસેમ્બરે પરિણામ

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">