Gujarat Election 2022: આ 200 મીટરના દાયરામાં જ છે રાજુલાનું રાજકીય ભવિષ્ય, વાંચો કેમ

Gujarat Election: રાજુલા શહેરના હિંડોરણા રોડ જાણે રાજકીય માર્ગ બની ગયો છે. અહીં રસ્તાઓ પર વિવિધ ઉમેદવારોના મોટા પોસ્ટરો લગાવાયેલા છે. અહીં એક જ લાઈનમાં ચાર કાર્યાલયો ખુલ્લા છે. મોડી રાતસુધી અહીં રાજકીય કાર્યકરો અને વાહનોની દોડધામ ચાલી રહી છે.

Gujarat Election 2022: આ 200 મીટરના દાયરામાં જ છે રાજુલાનું રાજકીય ભવિષ્ય, વાંચો કેમ
200 મીટરના દાયરામાં જ રાજુલાનું ભવિષ્ય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 1:53 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં ચૂંટણીને લઇને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં રાજકીય પાર્ટીઓ રાજગાદીઓ ઉપર બેસવા માટે સૌરાષ્ટ્રમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં સભાઓ થઈ રહી છે. અમરેલી જિલ્લાની રાજુલા-98 બેઠક પર ચૂંટણીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. રાજુલાના માર્ગો જાણે રાજનીતિના માર્ગો બન્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. અહીં તમામ રાજકીય પક્ષ તેમજ અપક્ષના કાર્યાલયો ધમધમી રહ્યા છે.

રાજુલા શહેરના હિંડોરણા રોડ જાણે રાજકીય માર્ગ બની ગયો છે. અહીં રસ્તાઓ પર વિવિધ ઉમેદવારોના મોટા પોસ્ટરો લગાવાયેલા છે. અહીં એક જ લાઈનમાં ચાર કાર્યાલયો ખુલ્લા છે. મોડી રાતસુધી અહીં રાજકીય કાર્યકરો અને વાહનોની દોડધામ ચાલી રહી છે. કેમ કે અહીં કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરનું કાર્યાલય અને પ્રવેશ દ્વાર ઉપર તેમના બે ફોટો સાથેનું પોસ્ટર મુકાયુ છે. તેનાથી થોડા જ અંતરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત બલદાણીયાની કાર્યાલય અને પ્રવેશ દ્વાર પર બે ફોટા લગાવેલા છે. તેની બરાબર બાજુમાં ભાજપ ઉમેદવાર હીરા સોલંકીનું કાર્યાલય અને પ્રવેશ દ્વાર ઉપર મોટા ફોટા લગાવેલા છે. તેનાથી થોડે જ દૂર અપક્ષ ઉમેદવાર કરણ બારૈયાનું કાર્યાલય અને પ્રવેશ દ્વાર સાથે ફોટો લગાવેલા જોવા મળે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હિંડોરણા માર્ગ નક્કી કરશે રાજુલા શહેરનું ભવિષ્ય !

રાજુલા શહેરમાં આવેલા હિંડોરણા માર્ગ પર અત્યારે બધા પક્ષોએ કાર્યાલયો તો ખોલી દીધા છે. પરંતુ એકબીજાની દેખા દેખીમાં બધાએ મોટા પ્રવેશ દ્વાર પણ બનાવ્યા છે. જેના કારણે અહીં હાઈ પ્રોફાઈલ પોલિટિકલ ડ્રામા શરૂ થયો છે. સવારથી મોડી રાત સુધી આ રાજકીય ઘમાસાણ વચ્ચે આ માર્ગ ધમધમતો થયો છે. દિવસ રાત પક્ષ માટે કામ કરતા કાર્યકરો માટે કાર્યાલયોમાં ચા, પાણી, નાસ્તો ગાંઠિયા, ભજીયા સહિતની સુવિધા આપવામાં આવે છે. સમગ્ર અમરેલી જિલ્લાની પાંચેય બેઠક માટે અહીં એક સાથે બધા કાર્યાલયો ખુલ્યા છે. જેના કારણે વધુ આ બેઠક રસપ્રદ બની રહી છે

કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પણ છે. 2017માં ભાજપના હીરા સોલંકીને પરાજય આપી ફરીવાર તેમની સામે આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હીરા સોલંકી 20 વર્ષથી અહીં સત્તામાં રહ્યા છે. તો હીરા સોલંકી ભાજપના સિનીયર અને કોળી સમાજના નેતા પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તો AAPના ઉમેદવાર ભરત બલદાણીયા આહીર સમાજનો યુવા ચેહરો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં 2 વર્ષથી સક્રિય છે. અપક્ષ ઉમેદવાર કરણ બારૈયા જાફરાબાદના કોળી સમાજના પટેલ છે અને જાફરાબાદ કોળી સમાજમાં તેમનું વર્ચસ્વ છે. ઉપરાંત તેમને ભાજપમાંથી ટિકિટ નહિ મળવાના કારણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હાલ આ તમામ ઉમેદવારો એકજ લાઈનમાં હિંડોરણા રોડ ઉપર જોવા મળે છે.

( વિથ ઇનપુટ-જયદેવ કાઠી, અમરેલી)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">