Gujarat Election 2022 : Big Debate On Bus પાલનપુરમાં ખેડૂતોના પાયાના સિંચાઇના અને પાણીના અને ટ્રાફિકના પ્રશ્ને ભાજપ કોંગ્રેસે સામા સામે કર્યા આક્ષેપ પ્રતિઆક્ષેપ 

વરિષ્ઠ પત્રકાર સંજય જોષીએ જણાવ્યું હતું કે પાણી અંગે ખેડૂતોએ આંદોલન કર્યા તે હકીકત છે અને લોકએ આંદોલન કરીને સરકારે પગલાં લેતાં આ તળાવ ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જોકે બનાસકાંઠાના 97 ગામના લોકો પાણીનો વિકટ પ્રશ્નનો સામનો કરે છે તે હકીકત છે

Gujarat Election 2022 : Big Debate On Bus પાલનપુરમાં ખેડૂતોના પાયાના સિંચાઇના અને પાણીના અને ટ્રાફિકના પ્રશ્ને ભાજપ કોંગ્રેસે સામા સામે કર્યા આક્ષેપ પ્રતિઆક્ષેપ 
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Nov 25, 2022 | 12:02 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ બનાસકાંઠાના પાલનપુર પહોંચી છે. ત્યારે ચૂંટણીનો ચોરો આજે બનાસકાંઠાના પાલનપુરના ન્યૂ એસ.ટી. ડેપો પાસે જામ્યો હતો. આ કાર્યક્રમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક અંગે તેમજ જિલ્લામાં સિંચાઈના પાણીની સમસ્યા, અંગે ચર્ચા કરવામાં આવી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, કોંગ્રેસના નેતા લક્ષ્મીબેન તથા રાજકીય વિશ્લેષ્ક અને વરિષ્ઠ પત્રકાર સંજય જોષી જોડાયા હતા.

 

પાણીનો પ્રશ્ન ભાજપે ઉકેલ્યો જ નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ

પાલનપુરમાં PM મોદીએ આજે ‘પાંચ પ’નો મંત્ર આપ્યો હતો અને વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે પણ તેઓ પાલનપુર આવે છે અને પાંચ ‘પ’પર ખાસ ધ્યાન આપે છે. આ બાબત વચ્ચે બનાસકાંઠામાં કોંગ્રેસની સત્તા છે ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે બનાસકાંઠામાં  અને પાલનપુરમાં વીજળી અને પાણીનો પ્રશ્ન દૂર થયો છે ત્યારે આ અંગે કોંગ્રેસના નેતા લક્ષ્મીબેને ભાજપ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો પ્રધાનમંત્રી મોદી કહે છે તે પ્રમાણે વીજળી અને ખાસ તો પાણીનો પ્રશ્ન દૂર થયો હોત તો ખેડૂતોએ કર્માવત્ તળાવ ભરવા માટે ખેડૂતોએ કે બહેનોએ પાણી માટે રેલી કાઢવી પડી ન હોત. 1965માં દાંતીવાડા ડેમ કોંગ્રેસના રાજમાં બન્યો છે જેનાથી લોકોને હજી ફાયદો થાય છે.

પાલનપુરની પાણીની સમસ્યાના મૂળ કોંગ્રેસમાં ભાજપનો જવાબ

આના જવાબમાં ભાજપના જિલ્લા પ્રમુખ ગુમાનસિંહે જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનો પાયો 1961માં નંખાયો હતો અને સાવ નપાણિયા ગણાતા વાવ અને થરાદ વિસ્તારમાં ટ્રેન દ્વારા પાણી પહોંચાડાતું હતું તે દિવસો હવે દૂર થયા છે અને નર્મદા યોજનાનો સરદાર પટેલ યોજના નામ રાખવા અંગે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જો દાંતીવાડાની વાત કરીએ તો એ સમયે કોંગ્રેસની સત્તા હતી અને કોંગ્રેસ દ્વારા જ દાંતીવાડા ડેમનું પાણી અન્ય જિલ્લાને આપવાની ગોઠવણ કરવામાં આવી હતી.

રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે તે ઉકેલાય તે જરૂરી

આ અંગે વરિષ્ઠ પત્રકાર સંજય જોષીએ જણાવ્યું હતું કે પાણી અંગે ખેડૂતોએ આંદોલન કર્યા તે હકીકત છે અને લોકએ આંદોલન કરીને સરકારે પગલાં લેતાં આ તળાવ ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જોકે બનાસકાંઠાના 97 ગામના લોકો પાણીનો વિકટ પ્રશ્નનો સામનો કરે છે તે હકીકત છેધારાસભ્યોએ વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો કે નહીં તે અંગે કોંગ્રેસના લક્ષ્મીબેને જણાવ્યું હતું કે અમે આ મુદ્દો ઉઠાવ્યો છે અને નીતિ વિષયક નિર્ણયો ભાજપની સરકાર કરે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ધાનેરા અને વડગામને જે પાણી મળવાનું હતું તે હજી મળ્યું નથી.    તો પાલનપુરમાં ટ્રાફિક અને બાયપાસની જે સમસ્યા સર્જાય છે તેનો ઉકેલ આવતો નથી આ અંગે કોંગ્રેસના નેતા લક્ષ્મીબેને કહ્યું હતું કે ભાજપ ખોટા વાયદા કરે છે અને સમસ્યાનો ઉકેલ લાવતા નથી. તો ભાજપના ગુમાનસિંહ ચૌહાણે કહ્યું હતું કે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માટે બાયપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જશે . તો વરિષ્ઠ પત્રકાર સંજય જોષીએ જણાવ્યું હતું કે જનતા વારંવાર રજૂઆત કરે પછી તેમની સમસ્યા ઉકેલવામાં આવે છે તે હકીકત છે. પાલનપુરના વિકાસ સાથે ટ્રાફિક માથાનો દુખાવો બન્યો છે અને તમામ પક્ષોમાં આવી બાબતોમાં રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ જોવા મળે છે અને પાલનપુરમાં રોજગારી સહિતના પ્રશ્નો છે  ત્યારે કોંગ્રેસના ગઢમાં  તમામ બેઠકો પર ચૂંટણીનો આ જંગ રસપ્રદ બની રહેશે.

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati